Only Gujarat

Bollywood

આ હોટલમાં ભાઈજાન સલમાન પર ચઢ્યો હતો પ્રેમનો પરવાનો પણ અંતે ના થવાનું થઈને જ રહ્યું

મુંબઈઃ સંગીતા બિજલાની અને સલમાન ખાન આજે ખૂબ જ સારા મિત્રો છે. સંગીતા ઘણીવાર સલમાનને ઘરે અને તેના ફાર્મહાઉસ પર પાર્ટીઝમાં નજર આવે છે. સંબંધોને લઈને બંને વચ્ચે એક અલગ પ્રકારની સમજદારી જોવા મળે છે. ખુશીની પ્રસંગ હોય કે, ગમનો, સંગીતાએ હંમેશા સલમાનનો સાથ આપ્યો. એક સાચા મિત્રની જેમ. જો કે, આ સંબંધોમાં ઘણા ચઢાવ-ઉતાર આવ્યા છે. દોસ્તીથી વધુ પ્રેમ જોયો છે. એક સમય એવો હતો કે, જ્યારે બંનેના લગ્નના કાર્ડ છપાઈ ગયા હતા. મુંબઈની એક હોટલ તેમની ફેવરિટ હતી. બંને ત્યાં જ મળતા હતા. પરંતુ આ જ હોટલે તેના સંબંધોમાં કડવાશ લાવી. લગ્ન પણ તૂટ્યા અને કેટલાક સમય માટે સંબંધો પણ.

વાત 90ના દાયકાની છે. સલમાન ખાન ત્યારે ફિલ્મોમાં નવા-નવા જ આવ્યા હતા. 1989માં ‘મૈંને પ્યાર કિયા’ સુપરહિટ થઈ અને સલમાન ખાન રાતોરાત સુપરસ્ટાર બની ગયા. આમ જોવામાં આવે તો સંગીતા સલમાનની પહેલી ગર્લફ્રેન્ડ હતી. જો કે, કૉલેજના દિવસોમાં તેઓ શાહીન જાફરીને ડેટ કરતા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ન ચાલ્યો. શાહીન, અભિનેત્રી સાયશા સહગલની માતા છે.

સંગીતા અને સલમાનની પહેલી મુલાકાત એક બોલીવુડ પાર્ટીમાં થઈ હતી. ત્યારે શાહીન સાથે સલમાનના સંબંધો લગભગ તૂટી ચુક્યા હતા. સંગીતા ત્યારે મૉડેલમાંથી અભિનેત્રી બની ચુકી હતી. પાર્ટીમાં મુલાકાત થઈ પછી તો વાતો અને મુલાકાતોનો સિલસિલો ચાલતો રહ્યો. એ દિવસોમાં બ્રાંદ્રામાં આવેલી હોટલ સી-રૉક સલમાનનું ઠેકાણું હતી. સલમાન ત્યાં જ સંગીતાને મળતા હતા અને સમય વિતાવતા હતા.

સી-રૉક હોટલ સાથે સલમાનનો ઘણો સંબંધ છે. આ હોટલ સલમાનના ઘરની નજીક હતી. સલમાન આ જ હોટલમાં જીમ અને અંડરવૉટર સ્વિમિંગ કરતા હતા. મોહનીશ બહલ સાથે પણ સલમાનની દોસ્તી અહીં જ થઈ હતી. બંને સાથે એક્સરસાઈઝ અને સ્વિમિંગ કરતા હતા. જ્યારે દોસ્તી થઈ, ત્યારે ખબર નહોતી કે મોહનીશ અભિનેત્રી નૂતનના પુત્ર છે.

એ દિવસોમાં સંગીતા અને સલમાનની જોડી સી-રૉકમાં ખૂબ જ જોવા મળતી હતી. ધીરે-ધીરે સંગીતા સલમાન ખાનના ઘરે પણ આવવા-જવા લાગી. બંને પર પ્રેમનો પરવાન ચડ્યો ને વાત લગ્ન સુધી પહોંચી ગઈ. સલીમ ખાન, સલમા અને હેલનને પણ સંગીતા ખૂબ જ પસંદ હતી. નક્કી થયું કે બંને લગ્ન કરી લેશે. અહેવાલો પ્રમાણે 27 મે 1994 નો દિવસ તેમની લગ્નની તારીખ તરીકે નક્કી કરવામાં આવ્યો અને લગ્નના કાર્ડ પણ છપાવા અપાઈ ગયા.

એ સમય સુધી સલમાન ઈન્ડસ્ટ્રીના નવા લવર બૉય બની ગયા હતા. તમામ છોકરીઓ તેના પર મરતી હતી. કહેવામાં આવે છે કે 1993 આસપાસ સલમાનની એ જ સી-રૉક હોટેલમાં મુલાકાત પાકિસ્તાનની મોડેલ અને એક્ટ્રેસ સોમી અલી સાથે થઈ. સલમાન અને સોમી પહેલી જ મુલાકાતમાં સારા મિત્રો બની ગયા. આ એ જ સમય હતો જ્યારે બીજી તરફ સંગીતા અને સલમાનનો સંબંધ પણ પોતાના ચરમ પર હતો. લગ્નની વાત થઈ રહી હતી.

સંગીતા અને સલમાનનું બ્રેકઅપ કેમ થયું? આ વિશે સંગીતા કે સલમાન કોઈએ ખુલીને ક્યારેય કાંઈ કહ્યું નહીં. જો કે લોકો કહે છે કે તેનું કારણ સોમી અલી હતી. એક તરફ લગ્નની તૈયારીઓ થઈ રહી હતી તો બીજી તરફ સલમાન સોમી સાથે વધારો પડતો જ સમય વિતાવી રહ્યા હતા. જે સંગીતાને પસંદ નહોતું. જેના પર બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

કહેવામાં આવે છે કે એક દિવસ સલમાન સંગીતાને કાંઈ જણાવ્યા વગર જ ગાયબ થઈ ગયા. સંગીતાએ અનેક જગ્યાએ ફોન કર્યા પણ સલમાનની કોઈ જ ખબર ન મળી. એવામાં સંગીતા સલમાનની માનીતી જગ્યા એટલે કે સી-રૉક હોટલ પહોંચી. જ્યા સલમાન અને સોમીને સાથે જોઈને સંગીતા કાંઈ કહ્યા વિના જ પાછી ફરી ગઈ. સલમાન અને સંગીતાનો ત્યારે આમનો-સામનો પણ થયો હતો, જો કે ગુસ્સે થયેલ સંગીતાએ કાંઈ ન કહેવું જ મુનાસિબ માન્યું.

આ ઘટના બાદ જ બંનેના લગ્ન તૂટી ગયા. બાદમાં સંગીતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘લગ્નના એક મહિના પહેલા જ મને લાગ્યું કે કાંઈક ગરબડ છે. મે તેનો પીછો કરવાનું શરૂ કર્યું અને ખબર પડી કે તે લગ્ન કરવાને લાયક નથી. એટલું જ નહીં, મને એવું પણ લાગ્યું કે તે પ્રેમી બનવાને લાયક પણ નથી. આ ભાવનાત્મક રૂપથી દર્દનાક અને ભયાનક અનુભવ હતો.’

સંગીતા સાથે સંબંધ તૂટ્યો. સલમાન અને તેની વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ. સમય આગળ વધ્યો હતો સલમાન અને સોમી અલી એકબીજાને ડેટ કરવા લાગ્યા. તે જ હોટલ સી-રૉકમાં મુલાકાત થતી હતી. આ વચ્ચે 1993માં બોમ્બ બ્લાસ્ટમાં સી-રૉક હોટલને પણ નિશાન બનાવવામાં આવી. હોટલ પણ તૂટી અને કેટલાક સમયમાં સોમી અલી અને સલમાનના સંબંધો પણ.

સંગીતા બિજલાણીએ 1996માં ક્રિકેટર અઝહરુદ્દીન સાથે લગ્ન કરી લીધા પરંતુ 2010માં એ સંબંધ પણ તૂટી ગયો. બંનેએ છૂટાછેડા લઈ લીધા. સંગીતા કેટલાક સમય માટે દેશ છોડીને વિદેશ જતી રહી. જો કે બાદમાં સ્થિતિ એવી થઈ કે સલમાન જ સંગીતાની મદદ કરવા માટે પહોંચ્યા અને તેને ફરી ઈન્ડિયા લઈને આવ્યા.

દિલચસ્પ વાત એ છે કે આ સમય એ હતો જ્યારે સલમાન ઐશ્વર્યા સાથે રિલેશનમાં હતા. સલમાને આ કામ ઐશ્વર્યાને કહ્યા વગર કર્યું હતું અને માનવામાં આવે છે કે બંનેના સંબંધોના તૂટવા પાછળ આ પણ એક મોટું કારણ હતું.

You cannot copy content of this page