Only Gujarat

Bollywood FEATURED

20 વર્ષથી ફિલ્મોમાં જોવા નથી મળી આ એક્ટ્રસ, આજે શું કરે તે જાણી નવાઈ લાગશે

મુંબઈઃ 90નાં દશકની પોપ્યુલર ફિલ્મ ‘પાપા કહેતે હૈ’ની એક્ટ્રસ મયૂરી કાંગો લાંબા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે. મયૂરી છેલ્લીવાર 2000માં આવેલી તેલુગુ ફિલ્મ ‘વામસી’માં જોવા મળી હતી. આ પછી તે કોઈ બોલિવૂડ પાર્ટી, ફંક્શન અને ઇવેન્ટમાં જોવા નહોતી મળી. મયૂરી અત્યારે ફિલ્મી દુનિયાથી દૂર તેમની જૉબ અને ફેમિલીમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સ મુજબ, મયૂરીએ એપ્રિલ, 2019માં ‘ગૂગલ ઇન્ડિયા’ જોઇન કર્યું અને અત્યારે હેડ તરીકે કામ કરી રહી છે.

રિપોર્ટ્સ મુજબ, મયૂરીને ‘ગૂગલ ઇન્ડિયા’માં કરોડો રૂપિયાનું પેકેજ ઓફર થયું હતું. મયૂરીના લિન્ક્ડઇન પ્રોફાઇલ મુજબ તે પહેલાં ફ્રેન્ચ એડવર્ટાઇઝિંગ પબ્લિસિસ ગ્રુપ કંપની Performixમાં કામ કરતી હતી. જેમાં મયૂરી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહી હતી.

1995માં આવેલી ફિલ્મ ‘નસીમ’થી ડેબ્યુ કરનારી મયૂરીએ ‘પાપા કહેતે હૈ’ અને ‘હોગી પ્યાર કી જીત’ જેવી ફિલ્મો ઉપરાંત અનેક ખાસ ફિલ્મમાં કામ કર્યું છે.

આ પછી વર્ષ 2000માં તેમણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી અને ‘નરગીસ’ (2000), ‘થોડા ગમ થોડી ખુશી’ (2001), ‘ડૉલર બાબૂ’ (2001) અને ‘કિટ્ટી પાર્ટી’ (2002) જેવી સિરિયલમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મયૂરીને અહીંથી જ વધારે સફળતા મળી નહોતી.

ફિલ્મો અને સિરિયલમાં સફળતા ન મળતા મયૂરીએ 28 ડિસેમ્બર, 2003માં એના.આર.આઈ. આદિત્ય ઢિલ્લન સાથે ઔરંગાબાદમાં લગ્ન કરી લીધા હતાં. મયૂરી અને આદિત્યની પહેલી મુલાકાત કૉમન ફ્રેન્ડ દ્વારા એક પાર્ટીમાં થઈ હતી.

આ પછી મયૂરી પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ અને અહીંથી તેમણે માર્કેટિંગ અને ફાઇનાન્સમાં એમ.બી.એ કર્યું હતું. આ પછી તેમને 2004થી 2004 સુધી અમેરિકામાં જૉબ કરી હતી.

મયૂરી વર્ષ 2011માં મા બની હતી. મયૂરીનો દિકરો કિયાન 9 વર્ષનો છે. મયૂરીના જણાવ્યા મુજબ, ‘2013માં હું ઇન્ડિયા શિફ્ટ થઈ ગઈ કેમ કે, મારા સાસરીવાળા અહીંના છે અને મારો દિકરો પણ તેમની સાથે રહી શકે.’

મયૂરી જ્યારે 12માં ધોરણમાં હતી ત્યારે તેમને ડિરેક્ટર સઈદ અખ્તર મિર્ઝાની બોલિવૂડ ફિલ્મ ‘નસીમ’ (1995)માં બ્રેક મળ્યો હતો. જોકે, શરૂમાં તેમના અભ્યાસને કારણે તે ફિલ્મો કરવામાં ડરી રહ્યાં હતાં, પણ પછી તેમને એક્સેપ્ટ કરવાનું શરૂ કરી.

મયૂરી અભ્યાસ દરમિયાન આઈઆઈટી કાનપુરમાં સિલેક્ટ થઈ ગઈ હતી, પણ તેમને ફિલ્મમાં કરિયર બનાવવા માટે તેમાં એડમિશન નહોતું લીધું. મયૂરીના જણાવ્યા મુજબ, ‘તેમણે લગભગ 16 ફિલ્મોમાં કામ કર્યું પણ તેમાંથી અનેક ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી.’

ફિલ્મ ‘નસીમ’માં મયૂરીના પર્ફોમન્સથી ઇમ્પ્રેસ થયેલાં ડિરેક્ટર મહેશ ભટ્ટે તેમને ‘પાપા કહેતે હૈ’ (1996)માં સાઇન કરી હતી અને આ ફિલ્મ હિટ રહી અને આ પછી મયૂરીને અન્ય ફિલ્મો જેવી કે, ‘બેતાબી’, ‘હોગી પ્યાર કી જીત’ અને ‘બાદલ’માં કામ કરવાની તક મળી હતી.

મયૂરીએ ‘પાપા કહેતે હૈ’ (1996), ‘હોગી પ્યાર કી જીત’ (1999), ‘બેતાબી’ (1997), ‘બાદલ’ (2000), ‘જંગ શિકારી-કેમિયો’ (2000), ‘જિતેંગે હમ’ (2001) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મયૂરીએ 2000માં આવેલી તેલુગુ ફિલ્મ ‘વામસી’માં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તે મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર સાથે પણ જોવા મળ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page