Only Gujarat

FEATURED National

લગ્નના બે મહિના બાદ જ પત્નીના સુંદર ચહેરા પાછળની ખૌફનાક કહાની આવી સામે અને…

ઇન્દોર : હાલ લોકો મહામારીના સંકટ સામે લડી રહ્યાં છે. પોતાના સ્વજન અને ખુદની જિંદગી બચાવવાા માટે દરેક સાવધાની રાખી રહ્યાં છે, તો બીજી તરફ મહામારીના આ સમયમાં એવી ઘટના સામે આવી છે. જ્યા પત્નીએ તેના હાથે જ પતિને મોતના મોંમાં ધકેલી દીધો. પતિ પત્નીના સંબંધને તાર તાર કરી દેતી આ ઘટના મધ્ય પ્રદેશના ઇન્દોરની છે. અહીં લવ મેરેજના 2 મહિના બાદ પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો. હાલ પતિ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. ઘટના ત્યારે બની જ્યારે પતિ તેમની પત્નીને પિયરથી લેવા માટે તેમના સાસરે ગયો હતો. અહીં તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાડી દેવામાં આવી.


પત્ની અને સાસુએ લગાડી આગઃ આ ઘટના ઇંદોરના વાલ્મિકીનગરની છે. હૃદયને હચમચાવી દેતી આ ઘટના શનિવારે (30 મે) સામે આવી. 2 મહિના પહેલા જ લગ્ન કરનાર લકી ચૌહાણ તેમની પત્નીને લેવા માટે તેમના સાસરે ગયો હતો. યુવકના પરિવારે આરોપ લગાવ્યો છે કે, તેમના દીકરાને પુત્રવધૂના પરિવારે જીવતા સળગાવીને મારી નાખવાની કોશિશ કરી. લકીની માતા કુસુમે જણાવ્યું કે, લકીને તેમની સાસુ અને પત્નીએ સાથે મળીને મારી નાખવાની કોશિશ કરી છે.

ઘરનો દરવાજો તોડીને પાડોશીઓએ તેમને બહાર કાઢ્યોઃ ઘટના અંગે મળતી માહિતી મુજબ લકી ચૌહાણની ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં જમા થઇ ગયા. ત્યારબાદ ઘરનો દરવાજો તોડીને તેને બહાર કાઢ્યો અને ઘાયલ હાલતમાં તેમને એમવાયએચ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. લકી ચૌહાણ 70 ટકા દાઝી ગયો છે. જે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. પોલીસે હજુ સુધી પીડિત લકી ચૌહાણનું નિવેદન નથી લીધું.


લવમેરેજ કર્યાં બાદ યુવતી આવી ગઇ હતી પિયરઃ પોલીસના જણાવ્યા મુજબ લકી ચૌહાણે 2 મહિના પહેલા જ યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. બંનેનું ઘર પણ એક જ કોલોનીમાં છે. બંને એકબીજાના પરિચયમાં આવ્યા અને પ્રેમસંબંધ બંધાયો ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. 2 મહિના પહેલા જ તેમના લવ મેરેજ થયા હતા.

જોકે લગ્ન પછી થોડાદિવસ બાદ યુવતી તેમના પિયરમાં જ રહેતી હતી. શનિવારે લકી તેને લેવા માટે યુવતીના ઘરે પહોંચ્યો. આ સમયે જ તેમની સાથે આ ઘટના બની. જો કે હજુ સુધી સમગ્ર ઘટના શું છે. અને ક્યા કારણથી બની તે અંગે કંઇ સ્પષ્ટ જાણી શકાયુ નથી.

You cannot copy content of this page