Only Gujarat

Health

રિસર્ચમાં આવી નવી વાતઃ દરવાજા પર રહેલી આ એક વસ્તુથી કોરોના ભાગશે ઊંધી પૂછડીએ!

અમદાવાદઃ કોરના નામના એક સૂક્ષ્મ વાયરસે આખી દુનિયાને બાનમાં લીધી છે. એક વાયરસે દુનિયાને હેરાન પરેશાન કરી દીધી છે. ત્યારે આ વાયરસ પર વૈજ્ઞાનનિકો સતત સંશોધન કરી રહ્યાં છે. વાયરસને ઝડપથી મારવાના વિકલ્પ પર સતત અભ્યાસ થઇ રહ્યાં છે. આ વાયરસનો ઇલાજ શોધવામાં દુનિયાના દેશો લાગી ગયા છે પરંતુ હજુ સુધી તેનો કોઇ ઇલાજ મળ્યો નથી. જોકે, આ રિસર્ચમાં એ વાત કન્ફર્મ થઇ ગઇ છે કે, તાંબામાં કોરોનાને હરાવવાની ક્ષમતા છે. સ્ટીલ અને પ્લાસ્ટિકમાં કોરોના લાંબા સમય સુધી જીવિત રહે છે. તો તાંબા પર તે બહુ ઓછો સમય જ ટકે છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે, તાંબામાં કોરોના વાયરસને મારવાની ક્ષમતા છે. આ કારણે જ અનેક દેશોમાં લોકો ઘરમાં સ્ટીલના બદલે દરવાજા અને રેલિંગમાં તાંબાના પસંદ કરી રહ્યાં છે.


રિસર્ચમાં જણાવા મળ્યું છે કે, કોરોના વાયરસ સ્ટીલ પર ત્રણ દિવસ સુધી જીવિત રહે છે. પ્રોફેસર વિલિયમ કિવિલે જણાવ્યું કે, તાંબા પર કોરોના માત્ર 4 કલાક જ જીવિત રહે છે. તાંબામાં એન્ટી બેકટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. જેથી તે કોરોના વાયરસને ઝડપથી મારી નાખે છે.

આ રિસર્ચ સામે આવ્યા બાદ હવે વિદેશમાં લોકો દરવાજાના હેન્ડલ અને રેલિંગ તાંબાના પસંદ કરી રહ્યા છે. બ્રિટિશ સાઇટિસ્ટના મત મુજબ પ્લાસ્ટિક કે સ્ટીલમાં કોરોના વાયરસ ત્રણ દિવસ સુધી જીવિત રહે છે પરંતુ કોપર એટલે કે તાંબામાં તે માત્ર 4 કલાક જ જીવિત રહે છે.

જ્યારે કોરોના વાયરસ ધાતુની કોઇ વસ્તુ પર હોય અને જો આ વસ્તુનો સ્પર્શ કરવામાં આવે તો કોરોના વાયરસ સ્પર્શ કરનાર વ્યક્તિ સુધી સ્પ્રેડ થઇ જાય છે. આ કારણથી એવું સૂચન કરવામાં આવ્યું છે કે, મોલ્સમાં ટ્રોલીના હેન્ડલ પણ તાંબાના રાખવામાં આવે જેથી, ત્યાં કોરોના લાંબા સમય ન ટકે અને વધુ સ્પ્રેડ ન થઇ શકે.

આ રિસર્ચ બાદ યુકેના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે કોરોના વાયરસને દુનિયામાંથી જલ્દી ખતમ કરવા માટે લોકો ઘર ઓફિસના દરવાજાના હેન્ડલ, રેલિંગમાં કોપરના લગાવવા જોઇએ તેમજ જિમના ઇક્વિપમેન્ટ પણ કોપરથી જ કવર કરી દેવા જોઇએ જેથી કોરોના વાયરસને ઝડપથી ખતમ કરી શકાય


કોપરના વધુ ઉપયોગથી કોરોનાની લાઇફ ઓછી થઇ જશે અને તેને ઝડપથી ખતમ કરી શકાશે તેમજ કોપરના ઉપયોગથી વધુ સ્પ્રેડ થતો પણ રોકી શકાશે.

You cannot copy content of this page