વહુનું પેટ ચીરીને બાળક બહાર કાડ્યું, બ્લેડથી ફાડી નાખ્યું પેટ

મધ્ય પ્રદેશના જબલપ્રથી દિલ દ્રવી ઉઠે એવી ઘટના સામે આવી છે. અહીં સાસરિયાંએ 8 મહિનાની ગર્ભવતી વહુના સંદિગ્ધ મૃત્યુ બાદ તેની સાથે અમાનવિય વ્યવહાર કર્યો છે. સ્મશાનમાં સ્વીપર પાસે તેનું પેટ ચીરાવી તેના પેટમાંથી બાળક બહાર કાઢાવડાવ્યું. સ્વીપરે બ્લેડથી શબનું પેટ ફાડ્યું. ત્યારબાદ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા અને બાળકને અલગથી દફનાવ્યું.
ક્રૂરતા એવી કે દિલ દ્રવી ઊઠે
આ ઘટના જબલપુરના પનાગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં 25 વર્ષની મહિલા રાધાનું 17 સપ્ટેબરે સંદિગ્ધ પરિસ્થિતિમાં મૃત્યુ થયું હતું. મૃતકા 8 મહિનાની ગર્ભવતી હતી. પિયરિયાંએ સાસરીયાં પર દીકરીને પરેશાન કરવાના આરોપ મૂક્યા હતા. પરંતુ હવે જ્યારે આ ઘટના સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્રૂરતાની બધી જ હદો પાર કરી દેવામાં આવી છે.

આ વીડિયો લઈને બુધવારે મૃતકાની માતા પોલીસ સ્ટેશનમાં ગઈ અને ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરાવવામાં આવી છે. જબપપુર એસપીના કાર્યાલયે પહોંચેલ મૃતકાની માતા ગૌરાબાઈએ ફરિયાદ નોંધાવતાં કહ્યું – તેમની દીકરી રાધાનાં લગ્ન ગયા વર્ષે 24 એપ્રિલ, 2021 માં પનાગરમાં ગોપી પટેલ સાથે થયાં હતાં.

પરંતુ લગ્નના થોડા દિવસ બાદથી જ સાસરિયાંએ દહેજ માટે તેને હેરાન કરવાની શારૂ કરી દીધી. એટલું જ નહીં, તેનો પતિ તેની સાથે મારપીટ પણ કરતો હતો. સાસરિયાં તેની પાસે બાઈક માંગી રહ્યાં હતાં.. દીકરીએ ફોન કરીને મને આ વાત જણાવી પણ હતી, પરંતું મેં કહ્યું હતું કે, બાળકના જન્મ બાદ બધુ ઠીક થઈ જશે.

બ્લેડથી ગર્ભાશયને કાપીને બાળક કાઢ્યું
મૃતકાની માતાએ જણાવ્યું કે, આ દરમિયાન 17 સપ્ટેબરે તેમની દીકરી રાધાનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મૃત્યુ થયું. સાસરિયાંએ સમાચાર આપ્યા એટલે અમે સ્મશાનઘાટ ગયાં. અહીં સાસરિયાંએ દીકરીનું પેટ કાપી તેમાંથી બાળક કાઢવા માટે એક સ્વીપરને બોલાવ્યો હતો. ત્યારબાદ સ્વીપરે બ્લેડથી પેટ અને ગર્ભાશયને કાપીને તેમાંથી બાળક કાઢ્યું. પરંતુ બાળક પણ મૃત અવસ્થામાં જ નીકળ્યું. આ કેસની તપાસ કરી રહેલ પનાગર સ્ટેશન ઈન્ચાર્જ આરકે સોનીનું કહેવું છે કે, સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ બંને પક્ષોની પૂછપરછ કરી રહી છે.

About Rohit Patel

Rohit Patel is our Senior Most Content Writer in tech, entertainment and sports. He experience in digital Platforms from 5 years.

View all posts by Rohit Patel →