પ્રેગ્નન્સીમાં સસ્તા કપડાં પહેરીને દીકરા સાથે કરીના ગઈ બહેન કરિશ્માને મળવા!

મુંબઈઃ કરીના કપૂર હાલ પોતાની ગર્ભાવસ્થા માણી રહી છે, કરીના બીજી વખત માતા બનશે. પ્રેગનન્ટ થયા બાદ પણ કરીના ખુબ જ સક્રિય જોવા મળી રહી છે, અને દીકરા તૈમૂરની ખાસ સંભાળ લઈ રહી છે. કરીના પોતાના કામની સાથે તૈમૂરને બહાર ફરવા લઈ જવાનું બિલ્કુલ નથી ભુલતી. કરીના પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ખાસ સમય પસાર કરે છે. આ દરમિયાન તે એકથી એક ચડિયાતી સ્ટાઈલમાં જોવા મળે છે. કરિના પોતાના કપડાની પસંદગી એવી રીતે કરી રહે છે કે જેમાં તે સ્ટાઈલિશ તો લાગે સાથોસાથ ખુબ કમ્ફર્ટેબલ પણ હોય, કરિશ્મા કપૂરના ઘર બહાર કરિના આવા જ લુકમાં નજર આવી. જો કે ખાસ વાત એ છે કે આ કપડાની કિંમત એટલી છે કે કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે.

કરીના દીકરા તૈમૂર સાથે કરિશ્માના ઘર બહાર સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન કરીના બ્લૂ લુકમાં જોવા મળી. કરીનાએ કોટનનો કો- ઑર્ડ સેટ પહેર્યો હતો, જેના પર સફેદ રંગની પ્રિંટ હતી. પેન્ટ અને ટોપ, બંને લૂઝ ડિઝાઈનના હતા. જે ગર્ભાવ્સથાને ધ્યાને રાખીને તૈયાર કરાયા હતા.

કો- ઑર્ડ સેટમાં પેન્ટ લૂઝ સ્ટ્રેટકટ સ્ટાઈલનું હતું. ટોપની લેંથ લૉઅર વેસ્ટ પોર્શન સુધી હતી, જેમાં થ્રી ફોર્થ સ્લીવ હતી. ટોપમાં ડિપ-નેકલાઈન હતી. જે સ્ટાઈલને વધારતી હતી. આ સેટને કરીનાએ હાઈ હિલ્સ સાથે મેચ કર્યો હતો. આ કો- ઑર્ડ સેટ કરીનાએ ઝારાથી લીધો હતો. આ એક સ્પેનિશ બ્રાંડ છે, જે પોતાની ફાસ્ટ ફેશન માટે પ્રખ્યાત છે. જાણકારી મુજબ આ સેટની કિંમત 3,000 રૂપિયા છે.

કરીનાએ તાજેતરમાં પોતાના એક ઈન્ટરવ્યૂ પોતાની ગર્ભાવસ્થાનો અનુભવ શેયર કર્યો. કરીનાએ કહ્યું કે ક્યારેક તે તૈમૂરના કારણે પોતાનું મગજ ગુમાવી બેસે છે. કરીનાએ કહ્યું હતું, ‘તૈમૂર સમયે લોકો તેને ખુબ જ ભોજન લેવાનું કહેતા અને મારું વજન 25 કિલો વધી ગયો હતો. હવે ફરી હું એ કરવા માગતી નથી. મારે બસ આરોગ્યપ્રદ જમવું છે અને ફિટ રહેવું છે.’

કરીનાએ કહ્યું હતું, ‘મને લાગે છે કે પ્રેગનન્સી દરમિયાન બધા કહે છે પરાઠા ખાઓ, ઘી ખાઓ, દૂધ પીઓ, પરંતુ હવે હું કહું છું કે મે આ બધું અગાઉ કર્યું છે. હું જાણું છું કે મારે શેની જરૂર છે. મારા ડૉક્ટરે કહ્યું કે તમે બે લોકોનું ભોજન ના જમો, માત્ર સારુ ખાઓ અને તમારુ ધ્યાન રાખો.’

મહત્વનું છે કે આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે કરીનાના આ મહિનાના અંત સુધીમાં દિલ્લી જશે. ફિલ્મમાં કરીના મહત્વની ભૂમિકા ભજવી રહી છે, આ ફિલ્મ શૂટિંગ અનેક સપ્તાહ સુધી ચાલવાની શક્યતા છે. આવામાં સૈફ અને કરીના પટૌડી પેલેસમાં રહેશે. કરીના, પટૌડી પેલેસથી જ શૂટિંગ માટે પોતાની કારથી દિલ્લી આવ-જા કરશે.