Only Gujarat

Bollywood

કિંગ ખાનને બોલિવૂડમાં થયાં 28 વર્ષ પૂર્ણ પણ હજી પણ દિવ્યા ભારતી સાથેની પહેલી ફિલ્મ નથી જોઈ!

મુંબઈઃ બોલિવૂડમાં કિંગ ઓફ રોમાન્સ કહેવાતા શાહરૂખ ખાને ઋષિકપૂરની સાથે ફિલ્મ ‘દિવાના’ ડેબ્યૂ કર્યું હતું. આ મૂવી 25 જૂન 1992માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મ સાથે શાહરૂખ ખાનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 28 વર્ષ પૂરા કર્યો. ‘દિવાના’ બાદ શાહરૂખ ખાને એક પછી એક ફિલ્મ હિટ રહી. આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 28 વર્ષ પૂર્ણ કરનાર શાહરૂખે હજુ સુધી તેની ડેબ્યુ ફિલ્મ નથી જોઇ


શાહરૂખની ડેબ્યુ ફિલ્મ ‘દિવાના’ આજે પણ ચાહકોની સ્મૃતિમાં જીવંત છે. ફિલ્મની સફળતાની સાથે જ શાહરૂખ ખાનને બી-ટાઉનમાં સફળ ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો. આજે પણ જ્યારે ટીવી પર આ ફિલ્મ પ્રસારિત થાય તો કોઇપણ તેને જોવાનું નથી ચૂકતા. શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે એવી ફિલ્મ નથી જોતા, જેની મેકિંગ પ્રોસેસને તે અન્જોય ન કરી શક્યો હોય. તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મ હિટ ભલે રહી પરંતુ શૂટિંગ દરમિયાન કામને અન્જોય ન હતો કરી શક્યો.

ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, ફિલ્મ હિટ થઇ જાય પરંતુ જો તેમાં કામ કરવામાં મજા ન આવી હોય. એ સમયે એક્ટિંગને હું એન્જોય ના કરી શક્યો અને આ જ કારણે તેણે આ ફિલ્મ જોવી ગમતી નથી.

શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, તે અન્યની જેમ જ તેની ફિલ્મ માટે મહેનત કરે છે અને મૂવી શૂટને એન્જોય કરવા માંગે છે. જોકે, ફિલ્મ ‘દિવાના’ના શૂટિંગ દરમિયાન તેણે બિલકૂલ એન્જોય ન હતું કર્યું, આ કારણથી આ ફિલ્મ તેની હિટ ડેબ્યૂ ફિલ્મ હોવા છતાંય તેને જોવાની ઈચ્છા નથી.

ફિલ્મ ‘દિવાના’ને રાજ કંવરે ડિરેરેક્ટ કરી હતી. આ ફિલ્મ નિર્દેશક તરીકે રાજકંવરની પણ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં શાહરૂખની સાથે દિવ્યા ભારતી અને ઋષિકપૂર પણ મુખ્ય ભુમિકામાં હતા.


ફિલ્મ ‘દિવાના’ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ. ચાહકોએ આ ફિલ્મને ખૂબ પસંદ કરી. શાહરૂખની એન્ટ્રી ફિલ્મમાં ભલે ઇન્ટરવલ પછી થતી હોય પરંતુ શાહરૂખ ખાનની એક્ટિંગે બધાને પ્રભાવિત કરી દીધા હતા.

You cannot copy content of this page