સૈફની દીકરીને જોતા વેંત જ સુશાંત થયો હતો મોહિત, ભાન ભૂલીને કર્યું હતું આવુ વર્તન

મુંબઈઃ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન હાલ ખુબ ચર્ચામાં છે, કહેવામાં આવી રહ્યુ છે કે અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ બાદ સુશાંતનું નામ અનેક હિરોઈન સાથે જોડાયું, સારા સાથે પણ સુશાંતનું નામ ચર્ચામાં હતું. બંને ફિલ્મ ‘કેદારનાથ’ની શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. સારા સાથે સુશાંતની એક ફોટો પણ સામે આવ્યો હતો, જેમાં સુશાંત સારા એકબીજા સામું જોઈ રહ્યા હતા અને પોતાની નજરો નહોતા હટાવી શક્યા.

ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પણ સુશાંત અને સારા ખાનની કેમેસ્ટ્રીની ખુબ ચર્ચા થઈ હતી. સારા અલી ખાન પહેલી વખત ‘કેદારનાથ’ના ડાયરેક્ટર અભિષેક કપૂરને મળી ત્યારે તેની માતા અમૃતા સિંહ પણ સાથે હતી. આ દરમિયાન સુશાંત સારાથી પોતાની નજર હટાવી નહતા શક્યા.

સારા અલી ખાન સાથે પહેલા મુલાકાત દરમિયાન સુશાંતસિંહ રાજપૂતે જ્યારે એ અંદાજમાં સારાનો હાથ પકડ્યો કે તે પણ સુશાંતના કેયરિંગ નેચરને જોઈને તેને પસંદ કરવા લાગી હતી. સારા અલી ખાન અને સુશાંતસિંહ રાજપૂતે ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન ઘણો સમય સાથે વિતાવ્યો. બંનેને તક મળતા જ સાથે ફરવા નીકળી જતા હતા. શૂટિંગ દરમિયાન જ બંને ખુબ નજીક આવી ગયા હતા, સેટ પર હાજર લોકોને પણ એમ લાગતું હતુ કે બંને વચ્ચે જરૂર કંઈક છે. સારા ધીમેધીમે સુશાંતની બધી જ નાની વાતો નોટિસ કરવા લાગી હતી.

‘કેદારનાથ’ના પ્રમોશન દરમિયાન તો સારા ખુલ્લેઆમ સુશાંતના વખાણ કરવા લાગી હતી. એક ઈંટરવ્યૂમાં સારાએ કહ્યું હતું કે સુશાંત પાસેથી તેને ઘણું શીખવા મળ્યું છે. ‘કેદારનાથ’ માટે સારા અલી ખાનને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. તો અભિનયના મામલામાં સુશાંતે પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. લોકોને બંનેની જોડી ખુબ પસંદ આવી હતી. સુશાંતના એક મિત્રએ તાજેતરમાં જ તેની અને સારાની રિલેશનશિપને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, સુશાંતના મિત્ર સેમ્યુઅલના મતે બંને પૂરી રીતે પ્રેમમાં હતા અને ફિલ્મ કેદારનાથના પ્રમોશન દરમિયાન બંને વધારે નજીક આવી ગયા.

સેમ્યુઅલે શંકા વ્યક્ત કરી કે સુશાંત સાથે બ્રેકઅપનો નિર્ણય સારાએ બોલીવુડ માફીયાના કોઈ પ્રકારના દબાણને કારણે લીધો. સેમ્યુઅલે સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યુ કે – ‘મને ‘કેદારનાથ’ના પ્રમોશનનો સમય યાદ છે. સુશાંત અને સારા પૂરી રીતે એકબીજાના પ્રેમમાં હતા. એકદમ સચ્ચાઈ અને બાળકો જેવી નિર્દોષતા તેમનામાં હતી. બંને એકબીજાનું ખુબ જ સન્માન કરતા હતા, જે આજકાલના સંબંધોમાં ખુબ જ ઓછું જોવા મળે છે.’

સેમ્યુઅળ આગળ લખ્યુ કે – ‘જ્યારે સુશાંત સાથે સારા જોડાવવા લાગી ત્યારે તમામ લોકોનો તેમને પ્રેમ મળ્યો. પરિવાર હોય, મિત્રો હોય કે સ્ટાફ, તમામ લોકો તેમને હ્રદયથી સન્માન કરવા લાગ્યા હતા. મને લાગે છે બોક્સ ઑફિસ પર ‘સોનચિડીયા’ના ખરાબ પ્રદર્શન બાદ સુશાંત સાથે સારાએ બોલીવુડ માફીયાના દબાણના કારણે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો.’

સેમ્યુઅલે એમપણ કહ્યું કે વર્ષ પહેલા સારા અને સુશાંત થાઈલૈંડ ફરવા ગયા હતા. સુશાંતસિંહ રાજપૂતના કેરટેકરે પણ ખુલાસો કર્યો છે કે સારા અવારનવાર સુશાંતના ફાર્મ હાઉસ પર આવતી હતી.