Only Gujarat

Bollywood

પોસ્ટ ગ્રેજ્યુએટ છે શૈલેષ લોઢા, જીવે છે આવી લાઈફ સ્ટાઈલ, જુઓ તસવીરો

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીવીની સૌથી પોપ્યુલર સિરિયલમાંથી એક છે. છેલ્લાં 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરનારી આ સિરિયલના એક્ટર પોતાના રોલને ન્યાય આપે છે. આ સિરિયલમાં સામાજિક, બાળકો અને પરિવાર સાથે જોડાયેલા મુદ્દા મનોરંજન અને એક સીખ સાથે બતાવવામાં આવે છે. આ ખાસિયતને લીધે આ સિરિયલ અન્ય સિરિયલ કરતાં અલગ પડે છે અને દરેક ઉંમરના લોકો સિરિયલને પસંદ કરે છે. સિરિયલમાં તારક મહેતાનો રોલ પ્લે કરનારા શૈલેશ લોઢા પણ પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં ખાસ સ્થાન મેળવી લીધું છે.

લક્ઝરી કારના માલિક છે.
સિરિયલમાં લેખક અને ગોકુલધામ સોસાયટીના સૌથી સમજદાર વ્યક્તિ તારક મહેતા એટલે કે શૈલેશ લોઢા રિઅલ જિંદગીમાં કારના શોખીન છે. રિપોર્ટ મુજબ, તેમની પાસે ઑડી અને મર્સિડિઝ જેવી મોંઘી કાર છે. તેમની પાસે મર્સિડિઝની બેન્ઝ E350D કાર છે. જેની અંદાજિત કિંમત 75.29 લાખ રૂપિયા છે.

એક એપિસોડની આટલી ફી લે છે
તારક મહેતા સિરિયલમાં શૈલેશ લોઢાની ફીની વાત કરીએ તો જેઠલાલ એટલે કે દિલીપ જોશી જેટલી જ ફી લે છે. રિપોર્ટ મુજબ આ સિરિયલના દરેક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે.

શૈલેશ લોઢા પોસ્ટ ગ્રેજ્યુએટ છે
શૈલેશનો જન્મ રાજસ્થાનના જોધપુર શહેરમાં થયો હતો. શરૂઆતથી જ સ્ટડીમાં હોંશિયાર શૈલેશ લોઢાએ સિરોહીની સર કે એમ સ્કૂલથી પ્રારંભિક શિક્ષણ લીધું હતું. આ પછી તેમણે વિજ્ઞાન વિષયમાં બેચલર્સ અને માર્કેટિંગથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

પુસ્તક પણ લખ્યું છે
અભિનય જગતમાં આવ્યાં પહેલાં શૈલેશ કવિ પણ હતાં. કવિ સંમેલનમાં સ્ટેજ સંચાલન કરી ચૂકેલા શૈલેશે ઘણાં પુસ્તકો પણ લખ્યા છે. જેમાંથી 2 વ્યંગ્ય શૈલી પર આધારિત છે જ્યારે એક પુસ્તક તેમણે પત્ની સાથે મળીને લખ્યું છે.

તેમનું ચોથુ પુસ્તક ‘દિલજલે કા ફેસબુક સ્ટેટસ’ વાંચકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ઉજ્જવલ પુરસ્કાર અને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત શૈલેશની પત્ની સ્વાતિ લોઢા પણ લેખિકા છે. બંનેને એક દીકરી છે જેનું નામ સ્વરા છે.

You cannot copy content of this page