Only Gujarat

Bollywood

અક્ષય કુમાર તેની મમ્મી ખૂબ કરી રહ્યો છે ચાકરી, વીડિયો જોઈએ લોકોએ કર્યા વખાણ

મુંબઈ: અક્ષય કુમાર એવા સેલિબ્રિટીઝમાં સામેલ છે, જે કામની સાથે ફેમિલીને પણ ટાઈમ આપે છે. હાલમાં અક્ષય પોતાની મમ્મી અરૂણા ભાટિયાને તેના જન્મદિવસ પર તેમની મનપસંદ જગ્યાએ લઈ ગયો હતો. અક્ષય કુમારની મમ્મીને સિંગાપોરનો કસીનો ખૂબ પસંદ છે અને અક્ષય તેમને ત્યાં લઈ ગયો હતો.

અક્ષય કુમારે પોતાની મમ્મીના જન્મદિવસ પર એક વીડિયો શેર કર્યો છે. જેણે બધાનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં અક્ષય કુમાર પોતાની મમ્મી અરૂણા ભાટિયાને વ્હિલચેરમાં બેસાડી કસીનો જતો જોવા મળે છે. અક્ષય કુમારે આ વીડિયો શરે કરતાં જણાવ્યું કે આ તેની મમ્મીની ફેવરિટ જગ્યા છે.

અક્ષય કુમારે મમ્મી સાથે આ વીડિયોને શેર કરતાં લખ્યું, ‘‘તમે જે કરવાનું સૌથી વધુ પસંદ કરો છો, તે જ વસ્તુ બર્થ-ડે ગર્લે પણ પોતાના જન્મદિવસ પર કરી. કેટલાક દિવસો સિંગાપોરમાં વિતાવ્યા અને મમ્મીને તેમની મનપસંદ જગ્યાએ લઈ ગયો, ધ કસીનો’’

અભિનેતા અક્ષય કુમારની માતા 76 વર્ષની છે અને આ ઉંમરમાં પણ તે ફીટ રહે છે. અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયા પોતાને ફીટ રાખવા માટે યોગ કરે છે. જોકે તે વધુ સમય સુધી ચાલી શકતી નથી.

અક્ષયે છેલ્લાં કેટલાંક વર્ષોથી બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી છે. તેની હાલમાં રીલિઝ થયેલી મૂવી ‘ગુડ ન્યૂઝ’એ પણ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી.

હવે અક્ષય કુમાર રોહિત શેટ્ટી સાથે ‘સુર્યવંશી’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. અક્ષય અભિનેત્રી કયારા અડવાણી સાથે ‘લક્ષ્મી બોમ્બ’ ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત અક્કી ‘પૃથ્વીરાજ’માં ઐતિહાસિક કેરેક્ટરમાં પણ ચમકશે.

You cannot copy content of this page