Only Gujarat

FEATURED Religion

ઘરમાં ધન નથી ટકતું? આ સામાન્ય પણ ચમત્કારિક ઉપાયો અજમાવો, તમે માલામાલ બનશો તે નક્કી

અમદાવાદઃ ટોટકાનું નામ સાંભળતા જ કેટલાંક લોકોને ડર લાગવા લાગે છે. તેમને એમ લાગે છે કે દરેક ટોટકામાં કોઈ પશુ-પક્ષીની બલિ આપવામાં આવતી હશે અથવા તો ટોટકામાં કોઈ ક્રૂર કર્મ કરવામાં આવતું હશે. જોકે, આ વાત સાચી નથી. ટોટકા કે ઉપાયમાં નાના-નાના તથા સામાન્ય બાબતો કરવાની હોય છે, જે સારું પરિણામ આપે છે. આજે અમે તમને ધન પ્રાપ્તિના કેટલાંક સામાન્ય ઉપાયો બતાવીશું, જેથી ઘરમાં ધન ભંડાર ભરેલો રહેશે.


ઘરમાં હંમેશના માટે ધન રહે તે માટે આ ઉપાયો અજમાવવા જોઈએ: ઘરની વડીલ મહિલાએ સૂર્યોદય પહેલાં ઉઠીને રોજ તાંબાના લોટમાં જળ ભરીને ઘરના મુખ્ય દ્વાર પર છાંટવું. આમ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે અને ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી.

બુધવાર એ લક્ષ્મીજીના આગમનનો દિવસ છે. આ દિવસે કોઈને ધન આપવું નહીં. માલ કે રોકડ ઉધાર આપવી નહીં. આમ કરવાથી ધન આવવામાં અડચણ આવે છે.

દર અમાસે લાભ ચોઘડિયામાં લક્ષ્મી પૂજન કરવામાં આવે તો લક્ષ્મી અતિ પ્રસન્ન રહે છે અને અચૂકથી ધન લાભ થાય છે.

ગુરુવારના દિવસે જો તમને અચાનક વધુ માત્રામાં ધન પ્રાપ્તિ થાય તો તેમાંથી 15, 30, 45 કે 60 રૂપિયાનું એક કવર બનાવીને મંદિરમાં રાખવું.

દુકાન કે ઘરની બહાર નીકળતા સમયે ક્યારેય ખાલી ખિસ્સા રાખીને ના નીકળવું. જ્યારે પણ ઘર કે દુકાનની બહાર નીકળો ત્યારે થોડા રૂપિયા અચૂકથી રાખવા.

જો કોઈને ઉધાર પૈસા ચૂકવવાના હોય તો મંગળવારના દિવસે પૈસા આપવાની શરૂઆત કરવી. આનાથી દેવું કે ઉધારી જલ્દી ઉતરશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page