Only Gujarat

Bollywood FEATURED National

આજે જે રિયા ચક્રવર્તી સાથે થયું તેવું જ વર્ષો પહેલાં રેખા સાથે થયું હતું, જાણો આખરે શું હતો ઘટનાક્રમ?

સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીની મીડિયા ટ્રાયલ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે. રિયાની આ મીડિયા ટ્રાયલ બોલીવુડના એક જૂના કેસની યાદ અપાવે છે. આ મામલો અભિનેત્રી રેખા સાથે જોડાયેલો છે. 1990માં પતિ મુકેશ અગ્રવાલના નિધન પછી રેખાને પણ આવાજ મીડિયા ટ્રાયલનો સામનો કરવો પડ્યો હતો અને રાષ્ટ્રીય વેમ્પ બનાવી દેવામાં આવી હતી.

સિંગર ચિન્મયી શ્રીપદાએ તાજેતરમાં જ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે રેખાના જીવનચરિત્ર ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી બાય યાસેર ઉસ્માન’ માં લખેલી કેટલીક વાતો શેર કરી છે. આ બાયોગ્રાફીમાં જણાવાયું છે કે પતિ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કર્યા બાદ રેખાને તેનાં સાસરીયાઓએ ડાયન કહી દીધી હતી અને સાથે જ તેના બોલીવુડ કલીગ્સે પણ તેમનું અપમાન કરવામાં કોઈ કસર છોડી ન હતી. પુસ્તકમાં શું લખ્યું હતું તે વાંચો…

2 ઓક્ટોબર, 1990 ના રોજ, રેખાના પતિ, મુકેશે તેનું જીવન સમાપ્ત કર્યું. તેણે પત્નીના દુપટ્ટાનો ફંદો બનાવીને પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. ભાઈ અનિલે કહ્યું હતું કે મુકેશ તે દુર્ભાગ્યપૂર્ણ દિવસે ખુશ દેખાઈ રહ્યો હતો પરંતુ તે જાણતો નથી કે તેણે આ પ્રકારનું પગલું કેવી રીતે લીધું. રેખાને લગ્ન બાદ ખબર પડી કે મુકેશ ડિપ્રેશનમાં છે.

મુકેશના મૃત્યુ બાદ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની રમત શરૂ થઈ. આખા દેશમાં વિચ હંટ ચાલ્યુ. લોકો રેખાને નફરતથી જોવા લાગ્યા હતા અને અને તેણીને પતિને મારનારી ડાયન કહી દીધી હતી. મુકેશની માતાએ મીડિયાને કહ્યું કે, તે ડાયન મારા પુત્રને ખાઈ ગઈ છે. ભગવાન તેને ક્યારેય માફ નહીં કરે.

મુકેશના ભાઈ અનિલે કહ્યું, મારો ભાઈએ રેખાને ખૂબ જ પ્રેમ કર્યો છે. તે તેના પ્રેમ માટે કંઈ પણ કરી શકતો. રેખાએ તેની સાથે જે પણ કર્યુ તે સહન કરી શક્યો ન હતો. અને હવે તેણી શું ઇચ્છે છે, શું તેની નજર અમારી સંપત્તિ પર છે?

સુભાષ ઘાઇએ કહ્યું હતું કે, રેખાએ આખા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચહેરા ઉપર કાદવ લગાવ્યો છે. જે સરળતાથી ધોવાશે નહીં. મને લાગે છે કે આ પછી કોઈપણ આદરણીય કુટુંબ કોઈ પણ અભિનેત્રીને તેમના પરિવારની પુત્રવધૂ બનાવતા પહેલા 4 વાર વિચાર કરશે. હવે રેખાની કારકિર્દી પણ પૂર્ણ જ સમજો. કોઈપણ સમજદાર ડિરેક્ટર રેખાને તેની ફિલ્મોમાં લેશે નહીં કારણ કે દર્શકો ક્યારેય રેખાને ‘ભારત કી નારી’ અથવા ‘જસ્ટિસની દેવી’ તરીકે સ્વીકારશે નહીં.

અનુપમ ખેરે કહ્યું હતું કે, રેખા હવે રાષ્ટ્રીય વિલન બની ગઈ છે. મને સમજાતું નથી કે જો તે મારી સામે આવે તો મારી પ્રતિક્રિયા કેવી હશે. મીડિયામાં, મુકેશનાં સુસાઈડને લઈને ઘણા પ્રકારની ભડકાઉ હેડલાઈન્સની સાથે ફીચર ચાલ્યા હતા, જેમ કે બ્લેક વિડો, ધ ટ્રુથ બિહાઈન્ડ મુકેશ સુસાઈડ. ચિન્મયીએ લખ્યું છે, ‘1990-2020: 30 વર્ષ, એક એવો જ કેસ, એ જ રિએક્શન. આ અવિશ્વસનીય છે કે રેખા તેનાંથી કેવી રીતે બચી હશે? ‘

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page