Only Gujarat

Bollywood FEATURED

રિયા અને સૈફની દીકરી સારા એક જ ડિલર પાસેથી લેતા હતા ડ્રગ્સ, NCBના રડાર પર

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આની તપાસ કરી રહ્યું છે. આ કેસમાં સુશાંત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તે હાલમાં મુંબઇ ભાયખલા જેલમાં બંધ છે. આ દરમિયાન, ખુલાસો થયો છે કે રિયાએ સારા અલી ખાન, રકુલ પ્રીતસિંહ, સીમોન ખંભાતા, રોહિણી ઐય્યર અને મુકેશ છાબરા સહિત 25 હસ્તીઓને નામ આપતાં કહ્યું છે કે, આ લોકો પણ ડ્રગ્સ લેતા હતા. રિયાએ એજન્સીને જણાવ્યું છે કે બોલિવૂડના 80 ટકા સ્ટાર્સ ડ્રગ્સ લે છે. નવી માહિતી અનુસાર, હવે બોલિવૂડના આ ફિલ્મ સ્ટાર્સ NCBના રડાર પર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર NCB ટૂંક સમયમાં સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાને પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે. રિયાના નિવેદનમાં ખુલાસો થયો છે કે સારા અલી ખાન પણ તે જ વ્યક્તિ પાસેથી બડ ડ્રગ્સ લેતી હતી જેની પાસેથી રિયા ખરીદે છે. NCB તેમને આ સોર્સ વિશે જાણવા માટે સમન આપી શકે છે.

તો, પૂછપરછ દરમિયાન, રિયા ચક્રવર્તીએ ડ્રગ ટીમ વિશે જે બીજા પ્લેયરનું નામ લીધુ છે તે અભિનેત્રી રકુલપ્રિત સિંહ હોવાનું જાણવા મળ્યુ છે. રકુલ દિલ્હીની રહેવાસી છે અને હાલમાં તે તેલંગાણામાં તેલુગુ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. NCB તેને પણ પૂછપરછ માટે ટૂંક સમયમાં સમન્સ મોકલી શકે છે.

તો, આ કેસની તપાસ કરી રહેલી NCBએ શનિવારે મુંબઇ અને ગોવામાં ડ્રગ પેડલરોના સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા અને સાત લોકોની અટકાયત કરી હતી, જેમાં એક કમરજીત (કેજી) ની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટી માત્રામાં ડ્રગ્સ પણ જપ્ત કર્યો છે. આ એક્શનથી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે.

આ સાથે અંધેરી અને પવઈમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં નશીલા પદાર્થો જપ્ત થયા હોવાની જાણ થઈ હતી. અનુજ પોતે બાંદ્રામાં રહે છે અને તે ડ્રગ એડિક્ટ પણ છે. તેના પર રિયાના ભાઈ શોવિક અને સુશાંત સિંહના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. જે બાદમાં રિયા સુધી પહોંચતું હતુ.

કેજી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિયાએ જ તેનું નામ લીધું છે. આ સિવાય શોવિક સાથેની તેની ચેટનો ખુલાસો પણ થયો હતો. કેજીના તાર ફક્ત શોવિક અને મિરાન્ડા સુધી મર્યાદિત ન હતા. તે કેપરી હાઇટ્સમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને ઓળખતો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે કેજીએ ઘણીવાર પોતે જઈને શોવિક, દિપેશ અને મિરાન્ડાને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ સૂચવે છે કે શોવિક કરમજિત સાથે સીધો સંપર્કમાં હતો. હવે અનુજના ઈશારા પર, એનસીબી ડ્રગ સિન્ડિકેટથી સંબંધિત અન્ય લોકોની શોધ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page