Only Gujarat

International

દેડકાંએ આગિયો ખાધો ને પેટની અંદર થવા લાગી લાઈટ! વીડિયો થયો વાયરલ

ઈન્ટરનેટ પર એક વીડિયો તેજીથી વાયરલ થી રહ્યો છે. જેમાં એક દેડકો જ્યારે જીવતા જુગનૂને ખાઈ જાય છેતો, તેની રોશની દેડકાંનાં શરીરમાંથી બહાર નીકળવા લાગે છે. ટ્વિટર પર આ વીડિયો 84 હજારથી વધારે લોકોએ જોયો છે.

14 સેકન્ડનાં આ વીડિયોમાં એક દેડકો દીવાલ ઉપર ચીપકેલો દેખાઈ રહ્યો છે. થોડીક જ સેકન્ડ બાદ તેના પેટમાંથી અચાનક રોશની ચમકવા લાગે છે. ત્યારબાદ તે રોશની હોલવાઈ જાય છે.

આ રોશની એક નિયમિત અંતરાલમાં ચમકી રહી હતી. કારણકે, દેડકાંએ ચમકતા જુગનૂને ખાધું હતું.

આ રોશની એક નિયમિત અંતરાલ સાથે ચમકી રહી હતી કારણકે દેડકાને અંધારામાં ચમકતા જુગનૂને ખાઈ લીધુ હતુ. રાતમાં ચમકતા જુગનૂને કારણે દેડકાંના પેટમાં તેની ચમક વારંવાર દેખાય રહી છે.

આ પહેલાં ટ્વીટર પર આ પ્રકારનો વીડિયો કોઈએ જોયો નથી. 11 સપ્ટેમ્બરે આ વીડિયો ટ્વીટ થતાં જ અત્યાર સુધીમાં 84 હજારથી વધારે લોકોએ જોયો છે.

હવે તેને લઈને સોશિયલ મીડિયા પર રોચક કમેન્ટ્સ આવી રહી છે. કોઈ તેને ચાઈનીઝ દેડકો કહી રહ્યુ છે. તો કોઈ કહે છે દેડકાની બેટરી લૉ થઈ ગઈ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page