Only Gujarat

Bollywood FEATURED

જે છોકરી સાથે રિયલમાં થયો પ્રેમ તે જ છોકરી બની આયુષ્માનની હમસફર, જુઓ તસવીરો

મુંબઈઃ આયુષ્માન ખુરાના 36 વર્ષના થઈ ગયા છે. 14 સપ્ટેમ્બર 1984માં ચંદીગઢામાં જન્મેલા આયુષ્માન ખુરાનાને જે છોકરી સાથે પહેલો પ્રેમ થયો હતો. આજે તે છોકરી તેમની હમસફર છે. આયુષ્માન ખુરાનાના ભલે આજે કરોડો ફેન હોય, પણ તે ખુદ તેમની પત્ની તાહિરાના સૌથી મોટા ફેન છે. 16 વર્ષની ઉંમરમાં બંને પોતાની કોચિંગ દરમિયાન પહેલીવાર મળ્યાં હતાં. પહેલીવારમાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, તાહિરાને આયુષ્માન ખુરાના તેમની પહેલી ગર્લફ્રેન્ડ માને છે.

11 વર્ષનાં રિલેશન પછી વર્ષ 2011માં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે, ‘તેમને નહોતી ખબર કે તેમના એક્ટર બન્યા પછી આ બધુ કેવી રીતે મેનેજ થશે, પણ બધુ આપ મેળે થતું ગયું.’

પંજાબના ચંદિગઢમાં જન્મેલા આયુષ્માને તેમની સ્ટડી ચંદીગઢથી કરી છે. આયુષ્માન બોલિવૂડમાં આવ્યાં પહેલાં 5 વર્ષ સુધી થિએટરમાં કામ કરતાં હતાં. એક્ટિંગમાં આવ્યા પહેલાં આયુષ્માને સૌથી પહેલાં તાહિરાને વાત કહી હતી કે તે એક્ટર બનવા માગે છે.

આયુષ્માન ખુરાનાએ જણાવ્યું કે, ‘લગ્ન સમયે તેમના એકાઉન્ટમાં માત્ર 10 હજાર રૂપિયા હતાં. કેમ કે, બંનેના પરિવાર વચ્ચે સારા સંબંધ હતાં, એટલે આયુષ્માન ખુરાનાના પેરેન્ટ્સ લગ્ન માટે માની ગયાં હતાં.

આયુષ્માન અને તેમની પત્ની તાહિરાનું પ્રોફેશન એકબીજાથી સાવ અલગ છે, પણ તેને લીધે બંનેના જીવનમાં કોઈ મુશ્કેલી છે નહીં. આયુષ્માન આ વાતનો શ્રેય તેમની પત્નીને જ આપે છે.

આયુષ્માન કહે છે કે, ‘તાહિરા તેમના કરતાં ખૂબ જ સમજદાર છે. ઘણાં સમય સુધી અલગ રહ્યા પછી તાહિરા હવે આયુષ્માન સાથે મુંબઈમાં રહે છે. તે એક લેખક અને કોલેજ લેક્ચરર છે. બંનેને બે બાળકો વિરાજવીર ખુરાના અને દીકરી વરુષ્કા છે.

આયુષ્માને તેમના કરિયર એન્કર અને રેડિયો જોકી તરીકે શરૂ કરી હતી, પણ તેમને ઓળખ વર્ષ 2004માં શૉ ‘એમટીવી રોડીઝ’ની બીજી સિઝન જીતીને મળી હતી. આ પહેલાં તે દિલ્હીમાં બિગ એફએમના આરજે હતાં.

વર્ષ 2012માં ફિલ્મ ‘વિક્કી ડોનર’થી તેમને ફિલ્મમાં એન્ટ્રી કરી હતી. સ્પર્મ ડોનેશન પર બેસ્ડ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મ પહેલાં આયુષ્માન વર્ષ 2004માં રિયલ જિંદગીમાં સ્પર્મ ડોનેટ કરી ચૂક્યાં છે. આયુષ્માને ખુદ આ વાતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે, ‘મેં મારા પિતાને જણાવ્યું હતું. મેં માને જણાવ્યું પણ તેમને સમજાવવા ખૂબ જ મુશ્કેલ હતાં.’

આયુષ્માનની પત્ની તાહિરાએ જણાવ્યા મુજબ, ‘મને વિક્કી ડોનર દરમિયાન આયુષ્માનના ઓનસ્ક્રીન કિસ કરવાથી હેરાન હતી. ત્યારે હું પ્રેગ્નન્ટ હતી અને તે સમયે હોર્મોનલ બદલાવ શરીરમાં થાય છે.

તાહિરાના જણાવ્યા મુજબ, ‘મને લાગે છે કે હું ઘરમાં બેઠી છું અને મારો પતિ એક્ટ્રસ સાથે રોમાન્સ કરી રહ્યો છે. અમે ત્યારે ખૂબ જ યંગ હતાં. મારામાં પેશન્સ નહોતી કે હું આ ઓનસ્ક્રીન કિસને સમજી શકું. મને ખબર હતી કે તે મારી સાથે ચિટિંગ કરતો નથી પણ, આ વાતને લીધે અમારા વચ્ચે ઘણાં મતભેદ થયાં હતાં.’

તાહિરાએ જણાવ્યું હતું કે, ‘ઘણીવાર મારી હિંમત જવાબ આપી ગઈ પણ આયુષ્માને હાર માની નહીં. તે ભલે આના પર કોઈ રિએક્ટ કરતાં નહોતાં પણ ક્યારેય સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કર્યો નહીં. સમયની સાથે સાથે અમારો સંબંધ આગળ વધી ગયો અને કેન્સરવાળા સમયે તેને મજબૂત કરી દીધો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page