Only Gujarat

FEATURED International

કોરોનાથી બચવા માટે બેશરમ નેતાએ કહ્યું, સેક્સ કરો નહીં થાય કોવિડ 19

નવી દિલ્હીઃ કોરોના વાયરસની ભયાનકતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે આ વાયરસથી દુનિયામાં મૃતકોની સંખ્યા પાંચ લાખને પાર થઈ ગઈ છે. સાથે સંક્રમિતોની સંખ્યા 1 કરોડ કરતા વધુ થઈ ગઈ છે. આ વાયરસનો હજી સુધી કોઈ ઈલાજ નથી મળ્યો. વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે અનેક દેશોમાં લૉકડાઉન કરવામાં આવ્યું. અનેક દેશો વીતેલા કેટલાક મહિનાઓથી લૉકડાઉનમાં છે પરંતુ હવે ધીમે ધીમે બધું ખુલવા લાગ્યું છે. એવામાં સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છે. દરેક દેશની સરકાર તેમના નાગરિકોને તેનાથી બચવા માટે સતર્ક રહેવાની અપીલ કરી રહી છે. આ વચ્ચે મેક્સિકોના મેયરનું એક નિવેદન વિવાદમાં આવ્યું છે. આ મેયરે ઈન્ટરવ્યૂમાં પોતાના નાગરિકોને કોરોનાથી બચવા માટે સેક્સ કરવાની સલાહ આપી છે. જી હા, આ સલાહ તેમણે ત્યારે આપી છે જ્યારે દેશમાં કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો 28 હજાર 500ને પાર થયો છે.

મેક્સિકોમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 28 હજાર 500થી વધુ લોકોના જીવ ગયા છે. આ આંકડા સાથે મેક્સિકોએ સ્પેનને છઠ્ઠાથી સાતમાં સ્થાને મોકલી દીધું છે. આ વચ્ચે મેક્સિકોના મેયરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મેયર કોરોનાને લઈને મજાક કરતા જોવા મળી રહ્યા છે. મેયરે લોકોને હસીને કોરોનાથી બચવાના ઉપાયો બતાવ્યા.

મેયરની ઓળખ જુઆન કાર્લોસ મેઝહુઆ કમ્પોસના રૂપમાં થઈ છે. તેણે 21 જૂને પોતાના વિસ્તાર જોંગોલિકા વેરાક્રૂજમાં લોકો માટે એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. આ વીડિયો મેસેજને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો. જેમાં એક નિવેદન સામે આવ્યું, જેની ખૂબ જ આલોચના થઈ છે. જો કે, આ વીડિયોમાં જ તેમણે પોતાના નિવેદનને મજાક ગણાવ્યું હતું.

વીડિયોમાં મેયર કહેતા સંભળાઈ રહ્યા હતા કે- એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે હાલ આપણે સ્વસ્થ ભોજન કરવાનું છે, રમતો રમવાની છે, પ્રેમ કરવો એ સારી રમત છે. તો દરેકે દિવસમાં કમ સે કમ એકવાર તો પ્રેમ કરવો જ જોઈએ. જો કે આ કહેતાની સાથે જ તરત જ મેયરે માફી માંગતા કહ્યું કે- માફ કરો, હું મજાક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે સારી રીતે સામે ન આવી.

જો કે લોકોને તેમની આ મજાક ન પસંદ આવી. 27 હજારની વસતી ધરાવતા મેયરના વિસ્તારમાંથી આ વીડિયોને તરત જ હટાવી લેવામાં આવ્યો. સાથે જ લોકોએ ગંદી કમેન્ટ્સ અને સલાહના માધ્યમથી મેયરને ખૂબ જ સંભળાવ્યું. લોકોનું કહેવું છે કે દેશમાં કોરોનાના મામલા જલ્દીથી વધી રહ્યા છે અને મેયરને મજાક સૂઝી રહી છે. મેક્સિકોમાં હાલ સંક્રમણના કુલ કેસ 2 લાખ 32 હજાર જેટલા છે. જેમાંથી મોતનો આંકડો ઝડપથી આગળ વધી રહ્યો છે. હાલ મેક્સિકોનો દુનિયામાં મોતના મામલે છઠ્ઠો નંબર છે. આવી ગંભીર સ્થિતિમાં મેયરના આવા નિવેદનથી લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.

You cannot copy content of this page