Only Gujarat

FEATURED Gujarat

ગુજરાતની સગીર યુવતી ફેસબુક ફ્રેન્ડને મળવા ટ્રેનમાં બેસી પહોંચી આ ગામે ને પછી…

ફેસબુક પર મિત્રતા થઈ પછી પ્રેમ થયો. સગીર યુવતી ટ્રેન પકડીને સીધી ગુજરાતથી દેવરિયા જતી રહી હતી. યુવતીના પરિવારજનોની ફરિયાદ પરથી અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી ત્યારે આ મામલો બહાર આવ્યો હતો. સદર કોતવાલી પોલીસની મદદથી યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી અને બુધવારે અમદાવાદ પોલીસ ગુજરાત જવા રવાના થઈ હતી.

દેવરિયાનાં ભીખમપુર રોડમાં રહેતા છોકરા અને અમદાવાદની એક સગીર યુવતીની વચ્ચે ફેસબુકમાં દોસ્તી તઈ હતી. બાદમાં બંનેએ વ્હોટ્સએપ પર ચેટ કરવાનું અને મોબાઈલ પર વાત કરવાનું શરૂ કર્યું હતુ. ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમસંબંધ વધતો ગયો. આશરે 10 દિવસ પહેલા યુવતી અમદાવાદથી ટ્રેન પકડીને દેવરીયા આવી હતી.

છોકરાએ છોકરીને ઘરથી દૂર એક સ્થાન ઉપર રાખી હતી, એક તરફ છોકરીનાં ઘરવાળાઓની ફરિયાદ પર અમદાવાદ પોલીસે કોલ ડિટેલની તપાસ કરી તો દેવરિયાનાં યુવક સાથે ચેટિંગ અને વાતચીતની જાણકારી થઈ. અમદાવાદ પોલિસે દેવરિયા પોલિસને આ મામલાની જાણકારી આપી અને મદદ માંગી.

સર્વેલન્સની મદદથી દેવરિયા સદર કોતવાલી પોલીસે આખરે છોકરી અને છોકરાને પકડી લીધા હતા. મંગળવારે મોડી રાતે એએસઆઈ પરમેન્દરનાં નેતૃત્વમાં અમદાવાદ પોલીસ દેવરિયા પહોંચી હતી.

ટીમમાં મહિલા કોન્સ્ટેબલ સહિત અડધો ડઝન પોલિસકર્મીઓ સામેલ હતા, બુધવારે અમદાવાદ પોલીસ છોકરી અને છોકરાને લઈને ગુજરાત માટે રવાના થયા હતા.

છોકરીની શોધમાં અમદાવાદ પોલીસ આવી હતી. મામલામાં અમદાવાદમાં જ કેસ દાખલ થયો હતો. આગળની કાર્યવાહી માટે બંનેને પોતાની સાથે લઈને ગઈ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page