Only Gujarat

FEATURED International

આવું સાચે જ બને? આ વ્યક્તિની છ-છ ગર્લફ્રેન્ડ એક સાથે થઈ ગઈ પ્રેગ્નન્ટ

નાઈજીરિયામાં રહેતા એક શખ્સને પાર્ટીમાં 6 ગર્ભવતી મહિલાઓ સાથે જોવામાં આવ્યો. તમામ પ્રેગનેન્ટ મહિલાઓએ એક જેવા કપડા પહેર્યા હતા. જે બાદ એ વાત સામે આવી, જે સૌથી વધુ ચોંકાવનારી હતી. આ તમામ મહિલાઓના પેટમાં એક જ શખ્સના બાળકો ઉછરી રહ્યા છે. જે બાદ તેમના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. આવો તમને જણાવીએ કોણ છે વિવાદસ્પદ આ વ્યક્તિ…

સોશિયલ મીડિયા સેલિબ્રિટી પ્રેટ્ટી માઈકને પોતાના થનારા બાળકોની 6 મા સાથે એક સ્પૉટ કરવામાં આવ્યો. આ 6 મહિલાઓના ગર્ભમાં માઈકનું બાળક ઉછરી રહ્યું છે.

આ તમામ પ્રેગનેન્ટ લેડીઝ સાથે તે નાઈજીરિયામાં એક વેડિંગ પાર્ટીમાં પહોંચ્યો. ત્યાં તમામ લોકો એક જેવા કપડામાં નજર આવ્યો. માઈકે પોતાના ઈન્સ્ટા ફેન્સને કહ્યું કે, તે પોતાના લાઈફનો બેસ્ટ ફેઈઝ જીવી રહ્યો છે.

જણાવી દઈએ કે માઈકની 2017માં પોલીસે ધરપકડ કરી છે. તે પોતાની અનેક પ્રેમિકાઓ માટે બદનામ છે. તેણે એક લગ્નમાં પોતની પ્રેમિકાને કુતરાની ચેઈનથી બાંધીને ફેરવી હતી અને બાદમાં તેની ધરપકડ થઈ હતી.

જે બાદ પોલીસે તેની પાસે સ્ટેટમેન્ટ સાઈન કરાવ્યું હતું કે આગળથી તે કોઈ મહિલાને આવી રીતે ટ્રીટ નહીં કરે. હવે 6 પ્રેમિકાઓને લઈને ફરી તે ચર્ચામાં છે.

આ મહિલાઓમાંથી 2 તેની પૂર્વ પ્રેમિકા છે જ્યારે ત્રણ હજુ પણ રિલેશનશિપમાં છે. પરંતુ તેમને એકબીજાથી કોઈ ફરિયાદ નથી. તેઓ બહેનોની જેમ એકસાથે રહે છે.

માઈકે જણાવ્યું હતું કે આ તેની ફેન્ટસી છે. તમામ પ્રેગનેન્ટ મહિલાઓ પાર્ટીમાં ખૂબ જ ખુશ નજર આવી. તમામ એકસાથે એન્જોય કરી રહી હતી. અને ડાન્સ કરતી જોવા મળી.

જો કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેને બેહૂદુ ગણાવ્યું. તેમણે લખ્યું કે આ માટે અટેન્શન મેળવવાનો પ્રયાસ છે. ત્યાં કેટલાક લોકોએ કમેન્ટ કરી કે તેને 6 પત્નીઓ સાથે 6 સાસુ પણ મફતમાં મળશે.

જણાવી દઈએ કે માઈકનું સાચું નામ માઈક એજે નવલી નવગુ છે. તે નાઈજીરિયાના લેગોસમાં નાઈટક્લબનો માલિક છે. તે આ તમામ પ્રેગનેન્ટ મહિલાઓ સાથે એક્ટર વિલિયમ્સ ઉચેમ્બાના લગ્નમાં પહોંચ્યો હતો.

You cannot copy content of this page