Only Gujarat

Bollywood

બંગાળી પરિવાર સાથે સંબંધ રાખે છે બોલિવૂડની આ 10 જાણીતી હીરોઈન

બોલિવૂડઃ અલગ-અલગ દેશ, ભાષા અને પ્રદેશ સાથે જોડાયેલાં કલાકારોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બની છે. બોલિવૂડની એવી ઘણી એક્ટ્રસ છે જે પશ્ચિમ બંગાળ અથવા બંગાળી પરિવાર સાથે સંબંધ રાખે છે. આ એક્ટ્રસે લાંબા સમયથી તેમની એક્ટિંગથી દર્શકોનું દિલ જીત્યું છે. આજે અમે તમને બોલિવૂડની એવી જ એક્ટ્રસ વિશે જણાવી જે બંગાળી પરિવાર સાથે સંબંધ રાખે છે.

કાજોલ
કાજોલ બોલિવૂડની શાનદાર અને સુપરહિટ એક્ટ્રસમાંથી એક છે. કાજોલ એક ફિલ્મી પરિવારથી સંબંધ રાખે છે. તેમનો જન્મ મુંબઈમાં એક બંગાળી પરિવારમાં થયો હતો.

રાની મુખર્જી
રાની મુખર્જી બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રસમાંથી એક છે. રાની મુખર્જીએ બોલિવૂડમાં શાનદાર ફિલ્મોમાં તેમની એક્ટિંગથી દર્શકોનું દિલ જીત્યું છે. તે બંગાળી પરિવાર સાથે સંબંધ રાખે છે.

મૌની રૉય
મૌની રૉયે તેમના કરિયરની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી. મૌની રૉય મૂળ બંગાળની છે. મૌની રૉય ટીવી સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુથી’ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી સિરિયલમાં જોવા મળી હતી. તેમની નાગિન સિરિયલ ખૂબ જ ફૅમસ થઈ હતી. અત્યારે મૌની રૉય બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરે છે.

બિપાશા બસુ
બિપાશા બસુ પણ બોલિવૂડની ચર્ચિત એક્ટ્રસમાંથી એક છે. તેમનો જન્મ દિલ્હીમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. બિપાશા બસુએ તેમના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘અજનબી’થી કરી હતી.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન ફૅમશ મૉડેલ અને ચર્ચિત એક્ટ્રસ છે. સુષ્મિતા સેને ઘણી ફિલ્મોમાં તેમના શાનદાર એક્ટિંગથી મોટા પડદા પર અમિટ છાપ છોડી છે. સુષ્મિતા સેનનો જન્મ વર્ષ 1975માં હૈદરાબાદમાં બંગાળી પરિવારમાં થયો હતો.

રિયા સેન
રિયા સેન લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. રિયા સેનનું બોલિવૂડમાં કંઈ ખાસ કરિયર રહ્યું નથી. તે ફિલ્મ ‘સ્ટાઇલ’, ‘શાદી નંબર 1’ અને ‘અપના સપના મની મની’માં જોવાં મળી હતી. રિયા સેન પણ બંગાળી પરિવાર સાથે સંબંધ રાખે છે.

કોંકણા સેન શર્મા
કોંકણા સેન શર્મા બોલિવૂડની દિગ્ગજ અદાકારા છે. કોંકણા સેન શર્મા તેમની એક્ટિંગથી ઘણાં એવોર્ડ હાંસલ કર્યાં છે. તે બંગાળી પરિવારથી છએ. કોંકણા સેન શર્માએ તેમના એક્ટિંગ કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મથી કરી હતી. આ પછી તેમણે બોલિવૂડ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.

પાઓલી ડેમ
તેમણે ઘણી બંગાળી ફિલ્મોમાં તેમની એક્ટિંગથી લાખો દર્શકોનું દિલ જીત્યું છે. પાઓલી ડેમે બોલિવૂડમાં તેમના એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘હેટ સ્ટોરી’થી કરી હતી. આ ફિલ્મમાં તેમના બોલ્ડનેસનેસને લીધે ખૂબ જ ચર્ચામાં હતી. પાઓલી ડેમ કોલકાતાની છે અને બંગાળી પરિવારથી સંબંધ રાખે છે.

રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી અત્યારે સુશાંત સિંહ રાજપુતના નિધન મામલે ડ્રગ્સ કેસમાં કસ્ટડીમાં છે. રિયા ચક્રવર્તીને NCBએ ડ્રગ્સ સેવન અને લેણ-દેણ માટે ધરપકડ કરી છે. રિયા ચક્રવર્તી બોલિવૂડ ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’, ‘સોનાલી કેબલ’ અને ‘જલેબી’માં જોવા મળી છે. રિયા ચક્રવર્તી પણ બંગાળી પરિવારથી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page