Only Gujarat

Bollywood FEATURED

સાઉથની આ રૂપસુંદરીએ આખા દેશને કર્યું ગાંડું, ચાહકો થયા એવા પાગલ કે…

સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકાને ન માત્ર ઓછા સમયમાં લોકપ્રિયતા પામવા માટે પરંતુ પોતાના ખૂબસૂરત લૂક્સ માટે પણ ઓળખવામાં આવે છે. અને હવે તેના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. રશ્મિકાને ગૂગલે નેશનલ ક્રશ ઑફ ઈન્ડિયા જાહેર કરી છે. આ ટેગ મળતા તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ પોસ્ટ કરી રહ્યા છે.

આમ તો ગૂગલે તેને લઈને કોઈ ઔપચારિક જાહેરાત નથી કરી પરંતુ રશ્મિકા મંદાનનાની નેશનલ ક્રશ ઑફ ઈન્ડિયા ઘોષિત થવાની ખબરો હેડલાઈન્સ બનાવી રહી છે. તેનું કારણ છે કે જ્યારે કોઈ ગૂગલમાં નેશનલ ક્રશ ઑફ ઈન્ડિયા ટાઈપ કરે છે તો રશ્મિકાનું નામ સૌથી ઉપર આવે છે.

24 વર્ષિય અભિનેત્રીના ચાહકો આ જોઈને ખુશ થઈ ગયા છે અને અનેક મીમ્સ શેર કરી રહ્યા છે. કોઈ તેના ક્યૂટ લુક્સના વખાણ કરી રહ્યા છે તો કોઈ ગર્વથી કહી રહ્યું છે કે તેના કોઈ હેટર્સ નથી.

જેવું સોશિયલ મીડિયા પર #NationalCrushRashmika ટ્રેંડ કરવા લાગ્યું કે, અભિનેત્રીએ તરત જ જવાબ આપ્યો. તેણે ટ્વિટર પર લખ્યું કે, “વાહ મારા લોકો તો લીજેંડરી છે. તેઓ કેટલા ક્યૂટ છે, હે ને? તેમની પાસે મારું દિલ છે.”

રશ્મિકા મંદાનાએ 2016માં કન્નડ રૉમાન્ટિક કૉમેડી ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી શોહરત મેળવી હતી. તેણે ત્યારે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદમ રાખ્યા હતા. અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરકોંડા સાથે બે ફિલ્મોએ તેની લોકપ્રિયતા ખૂબ જ વધારી દીધી. પહેલી ‘ગીતા ગોવિંદમ’ હતી જે 2018માં રિલીઝ થઈ અને બીજી હતી ‘ડિયર કૉમરેડ’ જે 2019માં પડદા પર આવી.

આ વર્ષે તેણે બે ફિલ્મોમાં અભિનય કર્યો. રશ્મિકાએ પહેલા મહેશ બાબૂ સાથે ‘સારિતેરુ નીકેવરુ’માં કામ કર્યું અને પછી ‘ભીષ્મ’માં નિતિન સાથે નજર આવી. હવે તે અનેક દિલચસ્પ ફિલ્મોમાં દેખાવાની છે.

અલ્લૂ અર્જુનની તેલુગુ ફિલ્મ ‘પુષ્પા’ અને ધ્રુવ સરજા અભિનિત કન્નડ ફિલ્મ ‘પોગરૂ’ સામેલ છે. તે ‘સુલ્તાન’ સાથે પોતાના તમિલ કરિયરની પણ શરૂઆત કરી રહી છે. જેમાં તે કરથી સાથે કામ કરી રહી છે. ફિલ્મ 2021માં રિલીઝ થશે તેવી આશા છે.

રશ્મિકા મંદાનાને પોતાના ચાર વર્ષના કરિયરમાં અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. જેમાં આઈફા ઉત્સવમ, સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર પુરસ્કાર, દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સામેલ છે. 10.9 મિલિયન ફૉલોઅર્સ સાથે તે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વઘુ ફૉલો કરવામાં આવતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે.

You cannot copy content of this page