Only Gujarat

FEATURED Sports

શિખર ધવન કરતાં ઉંમરમાં 10 વર્ષ મોટી છે પત્ની, શું ઉંમર છુપાવવા માટે હંમેશાં પહેરે છે ટોપી?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ 27 નવેમ્બરથી શરૂ થતી 3 મેચની વન-ડે સીરિઝ માટે છેલ્લા 1 અઠવાડિયાથી આકરી મહેનત કરી રહી છે. એવામાં ટીમમાં ઓપનિંગ પ્લેયર્સ માટે કન્ફ્યૂઝન જોવા મળી રહ્યું છે. શિખર ધવન સાથે મયંક અગ્રવાલ કે શુભમન ગિલ કોણ હશે તે હાલ નક્કી નથી. શિખર ધવન અંગે એક રસપ્રદ સવાલ ફેન્સમાં એ પણ છે કે તેની પત્ની હંમેશા કેપમાં જ શા માટે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ધવને 2012માં જ ઓસ્ટ્રેલિયન સિટીઝન આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. આજે અમે તમારી સમક્ષ આયશા વિશે રસપ્રદ વાતો રજૂ કરી રહ્યાં છે.

ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવન ટીમ ઈન્ડિયાના મુખ્ય સભ્યોમાંથી એક છે. હાલ તે ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે પોતાના સાસરીમાં છે. એટલે કે ઓસ્ટ્રેલિયામાં. આયશા શિખર ધવન કરતા 10 વર્ષ મોટી છે.

આયશાએ અગાઉ એક ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. જોકે પછીથી તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. આયશાને પ્રથમ પતિથી 2 દીકરીઓ, રિયા અને આલિયાહ છે.

આયશા મુખર્જી એક કિકબોક્સર છે અને પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે. પતિ શિખર ધવનની હેલ્થ જાળવી રાખવામાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પરંતુ એક વાત એ છે કે ઘર હોય કે સ્ટેડિયમ આયશા કેપમાં જ જોવા મળે છે.

આયશાએ જણાવ્યું હતું કે, તે નાની વાતોમાં સમય બગાડતી નથી, તેની માટે ફિટનેસ જરૂરી છે. તે પછી તેનો બધો સમય પરિવાર પાછળ જાય છે. તેમનું ભોજન, ઘરની સફાઈ, બાળકોની સ્કૂલ, પોતાનો બિઝનેસ, બાળકો સાથે રમવું અને યુટ્યૂબ ચેમવ માટે વીડિયો બનાવવાના કામ તે જાતે કરે છે.

હવે તેવામાં ડ્રેસિંગ અને વાળ માટે વધુ સમય તે બગાડવા માગતી નથી, આ કારણે જ તે સતત કેપ પહેરી રાખે છે. ધવન અને આયશાની લવ સ્ટોરી હરભજન સિંહના કારણે આગળ વધી હતી. હરભજન અને આયશા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હતા. બંનેની પ્રથમ મુલાકાત ફેસબુક પર થઈ હતી. જે પછી મિત્ર બનતા પ્રેમ થયો અને પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

2009માં સગાઈ કર્યાના 3 વર્ષ સુધી બંનેએ લગ્ન કર્યા નહોતા. કારણ કે બંને ઈચ્છતા હતા કે ધવન એક સફળ ક્રિકેટર બની જાય. જે પછી 2012માં તેમણે લગ્ન કર્યા હતા. 2 વર્ષ બાદ 2014માં આયશાએ ધવનના દીકરા જોરાવરને જન્મ આપ્યો.

આયશાની દીકરીઓ રિયા અને આલિયાહ પણ ધવન સાથે જ રહે છે. આયશા સોશિયલ મીડિયા પર પોતાના બાળકોના વીડિયો પણ શેર કરે છે. આયશાને ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સની પત્નીઓ સાથે સ્ટેડિયમમમાં પણ જોવા મળતી રહે છે.

You cannot copy content of this page