Only Gujarat

FEATURED International

કુંવારા છો? તો કોરોનાનું જોખમ સૌથી વધારે, થયો સૌથી મોટો ખુલાસો

હેલ્ધી લાઇફ માટે પણ પરણિત હોવું હવે જરૂરી થઇ ગયું છે. મહામારીના આ સંકટ કાળમાં આ તર્ક હવે સાચો સાબિત થઇ રહ્યો છે. એક અભ્યાસ મુજબ કોવિડ -19થી અનમેરિડ લોકોને વધુ જોખમ રહે છે. કુંવારા લોકોમાં મોતનું જોખમ મેરિડ કરતા વધી જાય છે. સ્વીડનની યુનિવર્સિટી ઓફ સ્ટોકહોમના શોધકર્તાએ આ ચેતાવણી આપી છે.

સ્ટોકહોમ યુનિવર્સિટીના શોધકર્તાઓેનો દાવો છે કે, અનમેરિડ લોકોની સાથે ઓછું ભણેલા, અભણ, તેમજ મધ્યમ આવક ધરાવનાર દેશોમાં આ વાયરસથી મોતની સંભાવના વધી જાય છે. આ સ્ટડી સ્વિડન નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલફેર દ્વારા સ્વીડનમાં કોવિડ-19થી થયેલા રજિસ્ટર્ડ મોતના ડેટા પ્રમાણે આધારિત છે.

આ સ્ટડીમાં 20 વર્ષથી કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકોને સામેલ કરાયા હતા. ‘જનરલ નેચરલ કમ્યુનિકેશન્સ’માં પ્રકાશિત એક અહેવાલમાં લેખક સ્વેન ડ્રેફહાલે જણાવ્યું કે, કોવિડ-19થી થયેલા મોતમાં અન્ય કેટલાક મોટો ફેક્ટર્સ પણ કામ કરી રહ્યાં છે.

આ રિપોર્ટ મુજબ અપરણિત લોકોમાં કોરોનાથી મોતનું જોખમ પરણિતની તુલનામાં દોઢ ગણું વધી જાય છે. આ યાદીમાં વિધુર, વિધવા અને અપરણિત અને ડિવોર્સી પણ સામેલ છે.

આ સ્ટડીનું એક બીજું તારણ એ પણ છે કે, મહિલા કરતા પુરૂષોમાં કોવિડ-19થી મોતનું જોખમ વધુ છે. આ પહેલા થયેલા કેટલાક અભ્યાસમાં પણ જણાવવામાં આવ્યું હતું. કે, સિંગલ અને અનમેરિડ લોકોની જુદી જુદી બીમારીના કારણે વધુ મોત થાય છે. આ સ્ટડીના તારણોને ઉદાહરણ આપીને પણ સમજાવવામાં આવ્યાં છે.

આ સ્ટડીનું એક બીજું તારણ એ પણ છે કે, મહિલા કરતા પુરૂષોમાં કોવિડ-19થી મોતનું જોખમ વધુ છે. આ પહેલા થયેલા કેટલાક અભ્યાસમાં પણ જણાવવામાં આવ્યું હતું. કે, સિંગલ અને અનમેરિડ લોકોની જુદી જુદી બીમારીના કારણે વધુ મોત થાય છે. આ સ્ટડીના તારણોને ઉદાહરણ આપીને પણ સમજાવવામાં આવ્યાં છે.

અભ્યાસકર્તા ડ્રેફ્હાલે જણાવ્યાં મુજબ, ‘ મેરિડ કપલની તુલનામાં સિંગલ લોકોને બહુ ઓછું સુરક્ષિત વાતાવરણ મળે છે. મેરિડ લોકો અનમેરિડ કરતા ઓછા બીમાર પડવાની સાથે એક સ્વસ્થ જીવનનો આનંદ લઇ શકે છે. અનમેરિડમાં કોરોનાથી મોતનું જોખમ કેમ વધી જાય છે, તે આ રિસર્ચમાં કારણ અને ઉદાહરણ સહિત સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે.

You cannot copy content of this page