Only Gujarat

Religion

આજે અધિકમાસના છેલ્લા સોમવારે કોના ઉપર રહેશે શંભુ મહારાજ મહેરબાન? વાંચો રાશિફળ

રાશિફળ: 12-10-2020: આજે અધિકમાસના છેલ્લા સોમવારે કોના ઉપર રહે શંભુ મહારાજ મહેરબાન? જુઓ આપનું રાશિફળ…

મેષઃ આજે મહાદેવજીની કૃપાથી મનની મૂંઝવણો દૂર થતી જણાય અને અભ્યાસના પ્રશ્નો દૂર થતા જણાય, કાર્યક્ષેત્રમાં કામનું વધારે દબાણ જણાય તેમજ પારિવારિક સમય આનંદમય રીતે પસાર થાય, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે જ નવી તક જણાય.
  • પરિવાર: કૌટુંબિક લડાઈ-ઝઘડા ફાવે નહી, સમાધાનનો મહત્ત્વનો મહોરો બને.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો ગૂંચવાતા જણાય, આર્થિક કાર્યમાં સફળતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: મન-વિચાર ભણવામાં બની રહે તે ખાસ જોવું.
  • સ્વાસ્થ્ય: જાતકને પેટના રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ पिनाकिने नमः

વૃષભઃ આજે મહાદેવજીની નાણાકીય ગુંચવણનું નિરાકરણ જોવા મળે, એકાએક આવી પાડેલો પ્રશ્ન આપની બેચેનીમાં વધારો કરશે, જૂના રોકાણથી લાભ થતા જણાય, પારિવારિક માધુર્યતા જળવાઈ રહે, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન ભજવે, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય.
  • પરિવાર: કુટુંબની જરૂરિયાતોને અગ્રમતા આપે અને ચિંતા વધારે જણાય.
  • નાણાકીય: આર્થિક સ્થિતિ વધારે મજબૂત થતી જણાય, ભાવી યોજનાઓ બનાવાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: જાતકને વાયુનાં રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ शशिशेखराय नमः

મિથુનઃ આજે મહત્વના કાર્યમાં ખાતર ઉપર દીવેલ જેવી સ્થિતિ સર્જાતી જણાય, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, મુસાફરી ટાળવી અને યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: સ્પષ્ટ વક્તા મિત્રોને વફાદાર તેમ જ આર્થિક રીતે વધારે કુટુંબને મદદરૂપ થાય.
  • પરિવાર: પરિવારમાં આર્થિક સહયોગમાં મહત્ત્વનો ભાગ ભજવે.
  • નાણાકીય: આર્થિક કાર્યમાં સફળતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: જાતકને ચામડીનાં રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ वामदेवाय नमः

કર્કઃ આજે મહાદેવજીની આરાધના કરી દિવસનો પ્રારંભ કરવો તેમજ કાર્યક્ષેત્રમાં જવાબદારીમાં વધારો જણાય, નવીતકને ઝડપવામાં વિલંબના કરવો હિતાવહ, વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં પોઝેટીવ પરિણામ જોવા મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ખોટું થાય તો તરત ન ઉશ્કેરાઈ જવું હિતાવહ.
  • પરિવાર: પોતાની મહેનતથી કુટુંબમાં સમૃદ્ધિ લાવવા પ્રયત્ન કરે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: જાતકને દાંતનાં રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ कपर्दिने नमः

સિંહઃ આજે મહાદેવજીની કૃપા આપના પર બની રહે અને પારિવારિક નિર્ણય વિચારીને કરવો તથા યાત્રા – પ્રવાસ વિશેષ ફળદાયી બની રહેશે, અતિ ભાવુકતાથી સાવધ રહેવું, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પ્રગતિનો માર્ગ ખેડે, કાર્યક્ષેત્રમાં પોતાનું વિશેષ યોગદાન આપે.
  • પરિવાર:  કુટુંબની જરૂરિયાતોને અગ્રતાક્રમ આપે, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.
  • નાણાકીય: આર્થિક સમસ્યામાં મહત્ત્વનો ભાગ ભજવે, નવા સ્રોતનું નિર્માણ થતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: જાતકને અપચોથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ अंबिकानाथाय नमः

કન્યાઃ આજે મહાદેવજીની ઉપાસના વિશેષ ફળદાયી રહે તથા આર્થિક કાર્યોમાં ધીરજતાથી આગળ વધવું તેમજ સામાજિક કાર્યોમાં દિવસ વધારે પરોવાયેલો જણાય, આપની બુદ્ધિમતાથી ગંભીર સ્થિતિને સંભાળી લેશો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર અંગેની ચિંતા હળવી થતી જણાય તેમજ જવાબદારીમાં વધારો જણાય.
  • પરિવાર: કૌટુંબિક પ્રશ્નોને સરળતાથી હલ કરવાનું કામ કરી જાણે.
  • નાણાકીય: અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: જાતકને પથરીના રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ शर्वाय नमः।

તુલાઃ આજે મહાદેવજીની કૃપાદ્રષ્ટિ આપણા પાર રહેતી જણાય અને આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ, નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ, પ્રવાસમાં સામાન્ય વિઘ્નનો સામનો કરવો પડે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય તેમજ વાદ વિવાદથી દૂર રહેવું હિતાવહ.
  • પરિવાર: પિતૃપક્ષ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: નાણા વ્યવહાર માં સાચવવું તેમજ કોઈ નવી વસ્તુ લેવાય.
  • વિદ્યાર્થી વર્ગ: જુના રોગનું નિરાકરણ જણાય.
  • સ્વાસ્થ્ય: જાતકને કબજીયાત રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ शितिकण्ठाय नमः

વૃશ્રિકઃ આજે મહાદેવજીની આરાધનાથી દિવસનો પ્રારંભ કરવો તથા કૌટુંબિક જરૂરિયાતોની અવગણનાન કરવી, ખર્ચ-વ્યયનું પ્રમાણ વધે, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા, આવકના નવા સ્રોતોનું નિર્માણ સંભવ થાય.

  • કાર્યક્ષેત્ર: તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય, કાર્યક્ષેત્રમાં પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
  • પરિવાર: પારિવારિક સહયોગ સારો પરંતુ ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય અને નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: જાતકને સ્નાયુનાં દુખાવાના રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ अन्धकासुरसूदनाय नमः

ધનઃ આજે મહાદેવજીની કૃપા તમારા ઉપર બની રહે સાથે આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય તેમજ કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ સારો મળે, નકામી વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રનો પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે તેમજ મહત્વ ના નિર્ણયો લેવાય.
  • પરિવાર: સામાજિક કાર્યો પુરા થતા જણાય તથા કોઈ સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો રહે.
  • નાણાકીય: આર્થિક ચિંતા-ઉપાધીઓ માં વધારો જણાય, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: જાતકને પાચનનાં રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ गंगाधराय नमः

મકરઃ આજે મહાદેવજી આપના પર મહેરબાન જણાય સાથે જ સામાજિક કાર્યમાં મધુર ફળ ચાખવા મળે, પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, જમીન-મકાન બાબતોનો ઉકેલ જણાય, માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યને પૂર્ણ કરવામાં ઉતાવળ ના કરવી અને જોખમ લેવામાં સંકોચ ના કરવો.
  • પરિવાર: દાંપત્યજીવનનાં પ્રશ્નો ઉદ્દભવે, ભાઈ – બહેન ના સંબંધ માં મધુરતા જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: જાતકને પિત્તનાં રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ कृपानिधये नमः

કુંભઃ આજે મહાદેવજી વ્યક્તિગત સંબંધો મધુર ફળ આપશે અને આર્થિક સ્થિતિ વધારે મજબૂત થતી જણાય, કાર્યક્ષેત્રમાં કોઈ નવી સમજૂતી સંભવ, યાત્રા – પ્રવાસ ટાળવા, મધ્યાહન બાદ કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી.
  • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: પેટનાં રોગ સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ कवचिने नमः

મીનઃ આજે મહાદેવજીની પૂજા કરી દિવસનો પ્રારંભ કરવો અને આજે આપની વફાદારીનું ઉત્તમ ફળ ચાખવા મળે, કૌટુંબિક મતભેદ-મનભેદ ટાળવા, સંપત્તિ અંગેના પ્રશ્નોમાં સાનુકુળતા જણાય તથા આકસ્મિક ખર્ચમાં વૃદ્ધિ જણાય.

  • કાર્યક્ષેત્ર: નવા કાર્યોનો શુભારંભ સંભવ બને, વિચારોને પોઝેટીવ રાખવા.
  • પરિવાર: પ્રિય વ્યક્તિથી મળવાનું આયોજન સંભવ, કૌટુંબિક વાતાવરણ મિશ્ર જણાય.
  • નાણાકીય: શુભ કાર્યમાં ધન ખર્ચ સંભવ, આર્થિક આયોજનો ફળતાં જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: જાતકને કફ રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: ॐ वृषभारूढाय नमः
You cannot copy content of this page