Only Gujarat

Bollywood

ભાઈ-બહેનનો રોલ પ્લે કરતી વખતે આ જાણીતા સ્ટાર્સ વચ્ચે પાંગર્યો હતો પ્રેમ

મુંબઈઃ ફૅમશ ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેતા હૈ’ના એક્ટર રહી ચૂકેલા રોહન મેહરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. રોહન મહેરા ઘણાં સમય સુધી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની કો-એક્ટર કાંચી સિંહને ડેટ કરતો હતો. ફેન્સ પણ તેમની કેમેસ્ટ્રીને ઘણી પસંદ કરતાં હતાં. જોકે, રોહન મેહરા અને કાંચી સિંહ અંગે હવે એવા સમાચાર સામે આવ્યાં છે. જેને લીધે તેમના ફેન્સને થોડું દુખ થશે. રોહન મેહરા અને કાંચી સિંહએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધાં છે.

એટલું જ નહીં, આ વેલેન્ટાઇન ડે પર પણ રોહન મેહરાએ કાંચી સિંહ માટે કોઈ પોસ્ટ શેર કરી નહોતી. આમ તો ખાસ અવસરે બંને એકબીજા માટે સ્પેશિયલ ફિલ કરાવવા માટે કોઈ કમી રાખતાં નથી. એવામાં બંનેએ એકબીજાને અનફોલો કરી દીધાં પછી તેમના ફેન્સ ઘણાં દુખી છે.

સોશિયલ મીડિયા પર કાંચીએ રેડ ડ્રેસમાં પોતાનો ફોટો શેર કરતાં લખ્યું કે, ‘હેપ્પી વેલેન્ટાઇન ડે. આ વેલેન્ટાઇન ડે પર મેં ખુદને પ્રેમ કરવાનો નિર્ણય કર્યો છે.’ ઉલ્લેખનીય ચે કે, આ બંને પહેલાં ન્યૂ યર હિના ખાન અને તેમના બૉયફ્રેન્ડ રૉકી જાયસવાલ સાથે મનાવ્યો હતો.

તો, રોહન મેહરાએ પોતાની નવી કારનો ફોટો શેર કરતી વખતે લખ્યું કે, ‘આ ગાડીને પ્રેમ કરવો મારું સૌભાગ્ય હતું. એટલે આ વેલેન્ટાઇન ડે પર મેં ખુદને રેન્જ રોવર કાર ગિફ્ટ કરી છે. મારો આ નવો પ્રેમ છે. હેપ્પી વેલેન્ટાઇન ડે.’

રોહન મેહરા અને કાંચી સિંહની પહેલી મુલાકાત સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ સેટ પર થઈ હતી. રાજન શાહીની આ સુપરહિટ સિરિયલમાં રોહન અને કાંચીએ ભાઈ-બહેનનો રોલ પ્લે કર્યો હતો. રોહને બિગબોસમાં ભાગ લેવાને કારણે સિરિયલ છોડી દીધી હતી. જોકે, થોડાં મહિના પછી કાંચીએ પણ સિરિયલ છોડી દીધી હતી.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં રોહન અને કાંચી કઝિન ભાઈ-બહેનનો રોલ પ્લે કરતાં હતાં. રોહન મેહરા નક્શના રોલમાં હતો. કાંચી સિંહ ગયૂનો રોલ પ્લે કરતી હતી. ઑનસ્ક્રીન ભાઈ-બહેનનો રોલ કરતાં-કરતાં બંને એકબીજાની નજીક આવ્યાં હતાં.

પડદા પર ભાઈ-બહેન અને ઑફ સ્ક્રીન પર રોમાન્સ કરનારા આ કપલને ચૅનલે દૂર રહેવા કહ્યું હતું. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ એક ફેમિલી શો હતો. ચેનલ નહોતું હતું કે તેમની ઑફ સ્ક્રીન ઇમેજને લીધે તે સિરિયલને કોઈ નુકસાન પહોંચાડવા માગતાં નહોતાં.

ઉલ્લેખનીય છે કે, રોહન અને કાંચીની લવસ્ટોરી 5 વર્ષ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલના સેટ પર શરૂ થઈ હતી. ઘણાં સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંને વચ્ચે મતભેદ થયાં હતાં. જોકે, બંનેએ અત્યારસુધી બ્રેકઅપની વાત સ્વીકારી નથી.

ટીવી સિરિયલ ‘કુટુંબ’થી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનારી કાંચીએ ઘણી ટીવી સિરિયલમાં કામ કર્યું છે, પણ કાંચીની અસલી ઓળખ ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા’થી મળી હતી. આ સિરિયલમાં કાંચી ઘરે ઘરે ફૅમશ થઈ ગઈ હતી.

તો, રોહન મેહરાએ કરિયરની શરૂઆત વર્ષ 2012માં સિરિયલ ‘ગુમરાહઃ એન્ડ ઓફ ઇનોસેન્સ’થી કરી હતી. આ પછી રોહને ‘બડે અચ્છે લગતે હૈ’, ‘યે હૈ આશિકી’, ‘સસુરાલ સિમર કા’, ‘લાલ ઇશ્ક’, ‘કિચન ચૅમ્પિયન’ અને એમટીવી એસ ઓફ સ્પેસમાં જોવા મળ્યો છે.

You cannot copy content of this page