Only Gujarat

Bollywood

49 વર્ષની ઉંમરે પણ કુંવારી છે અભિનેત્રી તબ્બૂ, સાઉથના આ સુપરસ્ટાર સાથે હતું અફેર પણ…..

મુંબઈઃ બૉલિવૂડ એક્ટ્રસ તબ્બૂ 49 વર્ષની થઈ ગઈ છે. 4 નવેમ્બર 1971માં હૈદરાબાદમાં જન્મેલી તબ્બૂનું સાચુ નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. તબ્બૂએ કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ ‘હમ નોજવાં’થી કરી હતી. જોકે લીડ એક્ટ્રસ તરીકે તેમને ઓળખ અજય દેવગન સાથેની ફિલ્મ ‘વિજયપથ’થી મળી હતી. 80 અને 90નાં દશકની એક્ટ્રસ ફરાહ નાઝ તબ્બૂની મોટી બહેન છે. થોડાં વર્ષ પહેલાં તબ્બૂએ ખુલાસો કરતાં કહ્યું હતું કે, ‘તે અજય દેવગનને લીધે આજે પણ સિંગલ છે.’ ઉલ્લેખનીય છે કે, અજય દેવગન અને તબ્બૂએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આમ તો, 35 વર્ષ લાંબા કરિયરમાં તબ્બૂએ ક્યારેક ખુદથી 30 વર્ષ મોટા એક્ટર સાથે રોમાન્સ કર્યો તો ક્યારેક 10 વર્ષ નાના એક્ટરની માનો પણ રોલ પ્લે કર્યો છે. અજય દેવગનને લીધે તબ્બૂના લગ્ન નહોતા થઈ શક્યાં.

એક ઇન્ટરવ્યૂમાં તબ્બૂએ કહ્યું હતું કે, ‘અજય દેવગન અને હું એકબીજાને 26 વર્ષથી ઓળખીએ છીએ. તે મારા કઝિન સમીર આર્યાનો પાડોશી છે અને મારો ઘણો સારો ફ્રેન્ડ પણ છે. અજય મારી જિંદગીમાં ત્યારથી જ્યાર મેં કરિયરમાં આગળ વધવાનું શરૂ કર્યું અને તેમને જ અમારા સંબંધની શરૂઆત કરી. આજે અમે બંને સારા ફ્રેન્ડ છીએ.’

‘મારી જાશૂસી કરતો હતો અજય દેવગન’
તબ્બૂએ જણાવ્યાં મુજબ, ‘તે દિવસોમાં સમીર અને અજય મારી જાશૂસી કરતાં હતાં અને મને દરેક જગ્યાએ ફોલો કરતાં હતાં. ત્યાં સુધી કે કોઈ પણ છોકરો મારી સાથે વાત કરવા આવે તો તેને મારવાની ધમકી પણ આપતાં હતાં. બંને ખૂબ જ બદમાશ હતા અને આજે હું સિંગલ છું તો માત્ર અજય દેવગનને લીધે જ છું.’

14 વર્ષની ઉંમરમાં તબ્બૂએ પ્લે કર્યો હતો રેપ વિક્ટિમનો રોલ
ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાને લીધે તબ્બૂ બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવા માગતી હતી. તેમણે 14 વર્ષની ઉંમરમાં દેવ આનંદની ફિલ્મ ‘હમ નૌજવાં’માં કામ કર્યું છે. તબ્બૂને લૉન્ચ કરવાની ક્રેડિટ દેવ આનંદને જાય છે. તેમણે આ ફિલ્મમાં પોતાની દીકરી તરીકે તબ્બૂને લૉન્ચ કરી હતી. આ ફિલ્મમાં 14 વર્ષની ઉંમરે તબ્બૂએ રેપ વિક્ટિમનો રોલ પ્લે કર્યો હતો.

અમિતાભ સાથે કર્યો રોમાન્સ
તબ્બૂએ વેટરન એક્ટ્રસ શબાના આઝમી અને બાબા આઝમીની ભત્રીજી છે. વર્ષ 2007માં અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘ચીની કમ’ આવી હતી. આ ફિલ્મમાં તબ્બૂએ એક 34 વર્ષની મહિલાનો રોલ પ્લે કર્યો હતો, જેણે 64 વર્ષના વૃદ્ધ (અમિતાભ બચ્ચન) સાથે પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મને ક્રિટિક્સ અને ઑડિયન્સ બંનેએ વખાણી હતી.

ખુદથી 10 વર્ષ નાના શાહિદની મા બની
વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘હૈદર’માં તબ્બૂએ પોતાનાથી 10 વર્ષ નાના એક્ટર શાહિદ કપૂરની માનો રોલ પ્લે કર્યો હતો. તબ્બૂને શાહિદની માના રોલમાં જોઈ ઘણાં લોકોએ ખૂબ જ હેરાની વ્યક્ત કરી હતી. આ ફિલ્મ શેક્સપિયરની ફૅમશ નોવેલ ‘હેમલેટ’ પર બની હતી. જેમાં તબ્બૂના રોલના ખૂબ જ વખાણ થયાં હતાં.

નાગાર્જુન સાથે રહ્યું અફેર પણ લગ્ન કર્યાં નહીં
ડિરેક્ટર સાજિદ નડિયાડવાલાને ડેટ કરી ચૂકેલી તબ્બૂનું નામ સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન સાથે પણ નામ જોડાયેલું છે. તેમનું અફેર ઘણીવાર ચર્ચામાં રહ્યું હતું, પણ બંને ક્યારેય એક થઈ શક્યા નહોતાં. નાગાર્જુન પહેલાંથી જ પરિણીત હતાં અને તે પોતાની પત્નીને છૂટાછેડા આપવા માગતા નહોતા. પોતાના સંબંધનું ભવિષ્ય ન દેખાતા તબ્બૂએ નાગાર્જુનથી અલગ થઈ ગઈ.

આ ફિલ્મમાં કામ કરી ચૂકી છે તબ્બૂ
તબ્બૂએ ‘વિજયપથ’ (1994), ‘માચિસ’ (1996), ‘વિરાસત’ (1997), ‘હુ તૂ તૂ’ (1999), ‘અસ્તિત્વ’ (2000), ‘ચાંદની બાર’ (2001), ‘મકબૂલ’ (2003), ‘ચીની કમ’ (2007), ‘ધી નેમસેક’ (2007), ‘હૈદર’ (2014) અને ‘દૃશ્યમ’ (2015) સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તબ્બૂને ઘણાં એવોર્ડ્સ પણ મળ્યાં છે. તેમણે ફિલ્મફેરમાં અત્યાર સુધી બેસ્ટ એક્ટ્ર્સ (ક્રિટિક્સ)નો એવોર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત તેમણે ફિલ્મફેર બેસ્ટ ફિમેલ ડેબ્યુ અને બેસ્ટ એક્ટ્રસ કેટેગરીમાં 2 નેશનલ એવોર્ડ પણ મળ્યાં છે.

You cannot copy content of this page