Only Gujarat

Bollywood

તારક મહેતાની એક્ટ્રેસે પતિ અને દીકરા સાથે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

મુંબઇઃ ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા દર્શકોનું મનોરંજન કરવામાં અવ્વલ છે. તેના તમામ પાત્રોએ ટીવી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. આ ટીવી સીરિયલની એક્ટ્રેસ પ્રિયા આહુઝા બે મહિના અગાઉ એટલે કે 27 નવેમ્બરના રોજ માતા બની હતી. તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મના બે મહિના બાદ એક્ટ્રેસે તેનો ફોટો શેર કર્યો છે. આ ફોટોઝમાં પ્રિયા દીકરા અરદાસને કિસ કરતી જોવા મળી રહી છે.

નોંધનીય છે કે પ્રિયા લગ્નના આઠ વર્ષ બાદ માતા બની હતી.

એક્ટ્રેસ પ્રિયાએ દીકરા અને પતિ માલવ સાથે ફોટોશૂટ કરાવ્યું છે.  ફોટોશૂટના તમામ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

તેણે તસવીરો શેર કરતા લખ્યું હતું કે, અમારુ ઘર આ બે પગલાથી મોટું થઇ ગયું છે. એક બેબી બોય, અમે ખુશીથી ફૂલાઇ રહ્યા છીએ. 27 નવેમ્બરે પુત્ર આવતા અમને ખૂબ ખુશી થઇ રહી છે.

નોંધનીય છે કે શોના સેટ પર પ્રિયા અને માલવની મિત્રતા થઇ હતી અને બાદમાં બંન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા

બંન્નેએ 19 નવેમ્બર 2011માં લગ્ન કર્યા હતા. બંન્ને થોડા દિવસો અગાઉ વેકેશન માટે માલદીવ પહોંચ્યા હતા.

તે માતા બની ત્યારે જન્માષ્ટમી પર ફોટો શેર કરતા લખ્યું હતું કે, 10 નાની આંગળીઓ અને 10 નાના પગની આંગળીઓ. પ્રેમ અને અનુગ્રહની સાથે અમારો પરિવાર વધે છે. આ જાહેરાત માટે આજના દિવસ કરતા વધુ સારો દિવસ કોઇ હોઇ શકે નહીં… હેપ્પી જન્માષ્ટમી.પ્રિયા આહુજા હોન્ટેડ નાઇટ્સ અને છજ્જે-છજ્જે કા પ્યાર જેવા ટીવી શોમાં કામ કરી ચૂકી છે.


દીકરા અરદાસ સાથે મમ્મી પ્રિયા આહુઝા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page