Only Gujarat

Bollywood

માત્ર છ વર્ષની ઉંમરમાં આ એક્ટ્રેસે કરાવ્યું હતું ફોટોશૂટ, દીપિકા પાદુકોણને આપી હતી બરોબરની ટક્કર

મુંબઈઃ બોલિવૂડની સુંદર એક્ટ્રસ ડાયના પેંટી 2 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવશે. તેમણે બોલિવૂડના ઘણાં દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે અને દર્શકોનું દિલ જીત્યું છે. ડાયના પેંટીનો જન્મ વર્ષ 1985માં મુંબઈમાં થયો હતો. તે એક પારસી પરિવારમાંથી આવે છે. ડાયના પેંટીના જન્મદિવસના અવસરે અમે તેમના વિશેની ખાસ વાત તમને જણાવીએ.

ડાયના પેંટીએ પોતાની સ્ટડી મુંબઈથી કરી છે. તેમણે મુંબઈની સેન્ટ જેવિયર્સ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. કૉલેજમાં રહી ડાયના પેંટીએ મૉડેલિંગ કરવાની ઑફર મળી, જેને તેમને સ્વીકાર કરી લીધો. આ પછી તેમણે પાર્ટ ટાઇમ મૉડેલિંગ કરવાનો નિર્ણય લીધો. પછી તેમણે ઘણાં સમય સુધી પાર્ટ ટાઇમ અને ફુલ ટાઇમ મૉડેલિંગ કરી ઘણી ડાયના પેંટીએ એડવર્ટાઇઝ કંપનીઓ માટે પણ કામ કર્યું હતું.

ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ડાયના પેંટી જ્યારે 6 વર્ષની હતી ત્યારે તેમણે પોતાનું પહેલું ફોટોશૂટ કરાવ્યું હતું. ડાયના પેંટી પહેલી એવી એક્ટ્રસ છે જેમણે મેબલીનની એડવર્ટાઇઝમાં દીપિકા પાદુકોણને રિપ્લેસ કરી હતી. એટલું જ નહીં રણબીર કપૂરની ફિલ્મ ‘રૉકસ્ટાર’ માટે નરગીસ ફખરી પહેલી પસંદ હતી. આ ફિલ્મમાં પહેલાં ડાયના પેંટીને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પણ કોઈ કારણે ડાયના આ ફિલ્મ કરી શકી નહોતી.

ઘણાં સમય સુધી મૉડેલિંગ કર્યાં પછી ડાયના પેટીએ બૉલિવૂડ તરફ આવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે બૉલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2012માં ફિલ્મ ‘કૉકટેલ’થી કરી હતી. આ ફિલ્મમાં ડાયના પેંટી સાથે એક્ટ્રસ સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ સહિતના સ્ટાર મુખ્ય રોલમાં હતાં. આ ફિલ્મમાં ડાયના પેંટીના રોલનું નામ મીરા હતું. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

ડાયના પેંટીએ અત્યાર સુધી ‘કૉકટેલ’ ઉપરાંત ‘હેપ્પી ભાગ જાયેગી’, ‘લખનઉ સેન્ટ્રલ’, ‘પરમાણૂ’ અને ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં તેમની એક્ટિંગે દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

ડાયના પેંટીને એક્ટિંગ ઉપરાંત ટ્રાવેલ કરવું, સ્વાદિષ્ટ ખાવાનું અને ફોટોગ્રાફી પસંદ છે. ડાયના પેંટી છેલ્લે ફિલ્મ ‘ખાનદાની શફાખાન’ના ગીત ‘શહર કી લડકી’માં જોવા મળી હતી. તેમનું આ ગીત ખૂબ જ હિટ થયું હતું.

You cannot copy content of this page