Only Gujarat

Business FEATURED

ઈન્ડિયન ઓઈલમાં 482 જગ્યા માટે પડી વેકેન્સી, આ ડિગ્રીવાળા કરી શકે છે અરજી, જાણો ક્લિક કરીને

નવી દિલ્હીઃ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા 482 પદો માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ટેલિકોમ્યુનિકેશ એન્ડ ઈન્સ્ટ્રૂમેન્ટેશન, એચઆર, અકાઉન્ટ્સ તથા ડેટા એન્ટ્રી ઓપરેટરના પદો પર ભરતી કરવામાં આવશે. IOCLમાં એપરેન્ટિસના પદો પર નોકરી કરવા માગતા ઉમેદવાર તેમની ઓફિશિયલ વેબસાઈટ iocl.com પર જઈ 22 નવેમ્બર 2020 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભરતીની પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થશે. આ પદો પર ઉમેદવારોની પસંદગી પરિક્ષાના આધાર પર કરવામાં આવશે.

ભરતી માટેના પદ અને સંખ્યા

  • ટેક્નિશિયન એપરેન્ટિસ મેકેનિકલ-145 પદ
  • ટેક્નિશિયન એપરેન્ટિસ ઈલેક્ટ્રિકલ-136 પદ
  • ટેક્નિશિયન એપરેન્ટિસ ટેલીકોમ્યુનિકેશન અને ઈન્સ્ટ્રુમેન્ટેશન- 121 પદ
  • ટ્રેડ એપરેન્ટિસ આસિસ્ટન્ટ હ્યુમન રિસોર્સ- 30 પદ
  • ટ્રેડ એપરેન્ટિસ (અકાઉન્ટન્ટ)- 26 પદ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર (ફ્રેશર એપરેન્ટિસ)- 13 પદ
  • ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (સ્કિલ સર્ટિફિકેટ હોલ્ડર્સ)- 11 પદ

શૈક્ષણિક લાયકાત
IOCLમાં વિવિધ પદો પર નીકળેલી વેકેન્સી માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામા આવી છે. જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ માટે 12મું પાસ વ્યક્તિ પણ આવેદન કરી શકે છે.

IOCL Recruitment 2020 ઉંમર
આ પદો માટે અરજી કરવા માટે 18 થી 24 વર્ષની આયુ સીમા રાખવામાં આવી છે.

મહત્ત્વપૂર્ણ તારીખ
ઓનલાઈન અરજી 4 નવેમ્બર 2020ના શરૂ થશે અને તેની અંતિમ તારીખ 22 નવેમ્બર 2020 છે.

ટ્રેનિંગ પીરિયડ

  • ટેક્નિશિયન એપરેન્ટિસ (Elec/Mech/T&I)-1 વર્ષ
  • ટ્રેડ એપરેન્ટિસ (Assistant HR/Accountant)- 1 વર્ષ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર અને ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર- 15 મહિના
You cannot copy content of this page