Only Gujarat

Bollywood

24-24 વર્ષથી બોલિવૂડમાં નથી જોવા મળી 90ના દાયકાની આ એક્ટ્રેસ, અમેરિકામાં રહીને કરવું પડે છે આ કામ

મુંબઈઃ 90નાં દશકની સુપરહિટ ફિલ્મ ‘દામિની’ અને ‘હીરો’થી બોલિવૂડમાં ઓળખ બનાવનારી એક્ટ્રસ મીનાક્ષી શેષાદ્રી છેલ્લે 1996માં આવેલી ફિલ્મ ‘ઘાતક’માં જોવા મળી હતી. આ પછી તેમની કોઇ ફિલ્મ આવી નથી કે તે કોઈ બોલિવૂડ પાર્ટી અથવા ફંક્શનમાં જોવા મળી છે. કહેવામાં આવે છે કે, ફિલ્મમેકર રાજકુમાર સંતોષી તે સમયે પોતાની મોટાભાગની ફિલ્મોમાં હીરોઈન મીનાક્ષીને જ લેતાં હતાં.

આ વાતનો રાઝ ત્યારે ખૂલ્યો હતો, જ્યારે એક દિવસ રાજકુમાર સંતોષીએ મીનાક્ષીને તેમના પ્રેમનો ઇઝહાર કર્યો. જોકે, મીનાક્ષીએ સંતોષીના પ્રપોઝલને તો નકારી દીધો અને તેની સાથે જ તેમણે બોલિવૂડ ફિલ્મને અલવિદા કહી દીધું છે.

બોલિવૂડને અલવિદા કહ્યાં પછી મીનાક્ષીએ વર્ષ 1995માં હરીશ મૈસૂર નામથી એક બેન્કર સાથે લગ્ન કરી દીધાં. આ લગ્ન ન્યૂયોર્કમાં રજિસ્ટર કરાવી લીધા. લગ્ન પછી બંને આખા પરિવાર સાથે ટેક્સાસ સેટલ થઈ ગયાં છે.

મીનાક્ષી અને હરીશને બે બાળકો છે, દીકરીનું નામ કેન્દ્રા અને બીજાનું નામ જોશ છે. અમેરિકામાં વસ્યા પછી મીનાક્ષી બીજીવાર ક્યારેય સિલ્વર સ્ક્રીન પર જોવા મળી નથી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડ્યા પછી તે મીનાક્ષી ડાન્સને લઈ પોતાની મોહ માયા છોડી શકી નથી. તે અત્યારે ટેક્સાસમાં રહી કથક અને ક્લાસિકલ ડાન્સ શિખવે છે. તેમને અહીં Cherish Dance School પણ ખોલી છે.

ટેક્સાસમાં રહેનારા ભારતીયો વચ્ચે મીનાક્ષી ખૂબ જ પોલ્યુલર છે. મીનાક્ષી ચાર રીતના ક્લાસિકલ ડાન્સ ભરતનાટ્યમ, કુચિપુડ્ડી, કથક અને ઓડિસીમાં ટ્રેન્ડ છે. તેમણે વેમ્પતિ ચિન્ના સત્યમ અને જય રામારાવ પાસેથી ડાન્સ ટ્રેનિંગ લીધી છે.

મીનાક્ષી ટેક્સાસમાં ડાન્સ ક્લાસ ચલાવવાની સાથે જ સમયે-સમયે આખી ટીમ સાથે ઇવેન્ટ્સનો ભાગ બની છે. તે ક્યારેક મોટા કાર્યક્રમોમાં પોતાની સાથે ડાન્સ કરી ચૂકી છે.

મીનાક્ષીનો જન્મ 16 નવેમ્બર, 1963માં ઝારખંડના સિંદરીમાં એક તમિલ પરિવારમાં થયો હતો. મીનાક્ષીએ માત્ર 17 વર્ષની ઉંમરમાં મિસ ઇન્ડિયા જીત્યું છે. આ પછી તેમણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

મીનાક્ષીએ બોલિવૂડમાં ઓળખ બ્લોકબસ્ટર ફિલ્મ ‘હીરો’(1983)થી મળી. આ ફિલ્મમાં તેમની ઓપોઝિટ જેકી શ્રોફ હતા.

મીનાક્ષી શેષાદ્રીએ પોતાની ફિલ્મ સફરમાં ‘આવારા બાપ’(1985), ‘મેરી જંગ’ (1985), ‘અલ્લા રખ્ખા’ (1986), ‘ડકૈત’ (1987), ‘ગંગા જમુના સરસ્વતી’ (1988), ‘શહંશાહ’ (1988), ‘જોશીલે’ (1989), ‘જુર્મ’ (1990), ‘આપ કા ગુંડારાજ’ (1992), ‘ક્ષત્રિય’ (1993), ‘દામિની’ (1993), ‘ઘાતક’ (1996) સહિત ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page