Only Gujarat

Bollywood

ઐશ્વર્યાને આ કારણે પતિ અભિષેક સાથે પ્રિયંકા ચોપરા કામ કરે એ નથી પસંદ

મુંબઈ: દેશભરમાં કોરોના વાયરસની દહેશત ફેલાયેલી છે. આ વાયરસની ચપેટમાં રોજ લોકો આવી રહ્યા છે અને રોજ અનેક લોકો મોતના મોઢામાં જઈ રહ્યા છે. ભારતમાં સ્થિતિ સારી નથી. અહીં તો રોજ અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. પરંતુ લોકોની સુવિધાને ખાતર સરકારે લૉકડાઉન બાદ અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે સામાન્ય લોકોની જેમ જ બોલીવુડ સેલેબ્સ પણ જરૂર અને આવશ્યકતા અનુસાર જ ઘરની બહાર નીકળી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા, કહાની, થ્રોબેક ફોટોસ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે ઐશ્વર્યા અને અભિષેકનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો અભિષેકનો પ્રિયંકા ચોપરાની સાથે ફિલ્મમાં કામ કરવાને લઈને છે. આવો, જાણીએ શું છે આખો મામલો…

વાત બહુ જૂની નથી. 1 વર્ષ પહેલા આવેલી પ્રિયંકા ચોપરાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકમાં ઐશ્વર્યા રાયના પતિ અભિષેક બચ્ચનને એક રોલ ઑફર થયો હતો. કહેવામાં આવે છે જ્યારે સોનાલી બોસની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંક અભિષેક બચ્ચનને ઑફર થયેલી હતી તો ઐશ્વર્યા આ વાતને લઈને ખુશ નહોતી.

આ ફિલ્મમાં અભિષેકને પ્રિયંકા ચોપરાના પતિની ભૂમિકા ઑફર કરવામાં આવી હતી. જે એશને પસંદ નહોતી આવી. જેથી અભિષેકે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

હતું એવું કે આ ફિલ્મમાં અભિષેકને ખાસ કાંઈ કરવાનું નહોતું. ઐશ્વર્યા નહોતી ઈચ્છતી કે અભિષેક ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા કરે. બાદમાં આ ભૂમિકા ફરહાન અખ્તરે નિભાવી હતી. ઐશ્વર્યા ઈચ્છતી હતી કે તેના પતિ અભિષેક ફિલ્મોમાં મજબૂત ભૂમિકાઓ કરે. અને આ ફિલ્મ મોટા ભાગે મા-દીકરીના સંબંધો પર આધારિત હતી.

આ ફિલ્મ આયશા ચૌધરી નામની છોકરીની રિયલ લાઈફ પર બેસ્ડ હતી. આયશાને નાની ઉંમરમાં એક એવી બીમારી થઈ ગઈ હતી કે જેના કારણે તેનું 18 વર્ષની ઉંમરમાં મોત થઈ ગયું હતું. જો કે તેનું બ્રિટેનમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવામાં આવ્યું હતું.

અભિષેક બચ્ચનના વર્કફ્રંટની વાત કરીએ તો તેમની અપકમિંગ ફિલ્મ લૂડો, ધ બિગ બુલ અને બૉસ બિશ્વાસ છે. તો, ઐશ્વર્યાની પાસે હાલ કોઈ પણ બોલીવુડ ફિલ્મની ઑફર નથી.

 

You cannot copy content of this page