Only Gujarat

Bollywood

હમ આપકે હૈ કૌનઃ 26 વર્ષ જૂની થઈ ગઈ ભારતની સૌથી સફળ પારિવારિક ફિલ્મ

મુંબઈ: ભારતમાં જ્યારે પણ પારિવારિક ફિલ્મોની વાત કરવામાં આવશે તો તેમાં ‘હમ આપકે હૈં કૌન’નું નામ સૌથી ઊપર રાખવામાં આવશે. આ ફિલ્મને રિલીઝ થયે 26 વર્ષ થઈ ચુક્યા છે પરંતુ આજે પણ તેને પસંદ કરવામાં આવે છે. જ્યારે આ ફિલ્મ 5 ઑગસ્ટ 1994ના દિવસે રિલીઝ થઈ હતી ત્યારે લોકોએ આખા પરિવાર સાથે સિનેમાઘરોમાં જઈને અનેક વાર જોઈ હતી. માધુરી અને સલમાનના કરિયરની સૌથી પૉપ્યુલર ફિલ્મોમાંથી આ એક ફિલ્મ હતી.

માધુરી દીક્ષિતે પોતાના ટ્વિટર હેન્ડલ પર સલમાન સાથેની 2 તસવીરો શેર કરી છે. જૂની તસવીર ફિલ્મના પોસ્ટરની છે ત્યારે નવી તસવીર તાજેતરની લાગી રહી છે જેમાં માધુરી અને સલમાન સરખા જ પોઝમાં જોવા મળી રહ્યા છે.

આ સુપરહિટ ફિલ્મમાં મ્યુઝિક રામ લક્ષ્મણનું હતું. તેના ગીતો એટલા પૉપ્યુલર થયા હતા કે આજે પણ લગ્નમાં વાગતા સંભળાય છે.

ફિલ્મમાં સલમાન ખાન અને માધુરીની સાથે મોહનીશ બહલ, રેણુકા શહાણે, અનુપમ ખેર, રીમા લાગૂ, આલોક નાથ, બિંદૂ, અજીત વાછાણી, સતીશ શાહ, હિમાની શિવપુરી, લક્ષ્મીકાંડ બર્ડે જેવા કલાકારો હતા.

હમ આપકે હૈ કૌન સુપરહિટ ફિલ્મ નદીયા કે પારની રીમેક હતી જે કેશવ પ્રસાદના ઉપન્યાસ કોહબર કી શર્ત પર બની હતી. નદિયા કે પાર પણ રાજશ્રી પ્રોડક્શનની જ ફિલ્મ હતી. હમ આપકે હૈં કૌનનું ડાયરેક્શન સૂરજ બડજાત્યાએ કર્યું હતું.

You cannot copy content of this page