Only Gujarat

Bollywood

બોલિવૂડના શાહી લગ્નમાં હાઈપ્રોફાઈલ સેલિબ્રિટીઝ માટે તૈયાર કરાયું ખાસ મેન્યૂ, 21 જાતની મીઠાઈ

પટિયાલા: ‘કીસ કીસકો પ્યાર કરું’માં કપિલ શર્મા સાથે ચમકી ચૂકેલી અભિનેત્રી સિમરન કૌરના ભભકાદાર લગ્ન યોજાયા હતા. સિમરને પ્રખ્યાત પંજાબી સિંગર ગુરુદાસ માનના પુત્ર ગુરીક માન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં ટીવીથી લઈને બોલિવૂડની મોટી મોટી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. બંનેના લગ્નની અમુક તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ છે.


પ્રસિદ્ધ સિંગર ગુરદાસ માનના પુત્ર ગુરિક માન અને પૂર્વ મિસ ઈન્ડિયા અને અભિનેત્રી સિમરન કૌર મુંડી શુક્રવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. પટિયાલામાં ગુરુદ્વારામાં લગ્નની વિધિ પૂરી કરવામાં આવી હતી. ધામધૂમથી કરવામાં આવેલા આ લગ્નમાં નજીકના ખાસ 600થી વધુ મહેમાનોને આમંત્રિત કરાયા હતા.

આ લગ્નમાં સિમરન કૌર મરૂન રંગની ચોલીમાં ખૂબ જ સુંદર લાગતી હતી. આ લગ્નમાં કોમેડીયન કપિલ શર્મા, પ્રિતી સીમોના, સિંગર બાદશાહ, મીકાસિંઘ, અભિનેત્રી ગોહર ખાન, મહેર વીજ, એમી વિર્ક, પ્રીતિ સ્પૂ, સહિતની સેલિબ્રિટીઝ હાજર રહી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ મંત્રી વિક્રમ મજીઠિયા સહિતના રાજકીય નેતાઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

દીપિકા-રણબીરના લગ્નમાં જે સંજય વજીરાનીએ કેટરિંગ કર્યું હતું, તેમણે જ ગુરુદાસ માનના પુત્ર ગુરિક માનના લગ્નમાં પણ મહેમાનોને જમાડ્યા હતા.

હાઈ પ્રોફાઈલ મહેમાનોને તેમની પસંદની શાનદાર ડિસિઝ પીરસવામાં આવે, એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તમામ મહેમાનોને બેસાડીને જમાડવામાં આવ્યા હતા. આ માટેના ટેબલો પણ શાનદાર રીતે સજાવવામાં આવ્યા હતા.

મેન્યુમાં ગુરિક માને વિદેશી મહેમાનો માટે ખાસ સગવડ કરી હતી. વેલકમ ડ્રિંક્સમાં ટેમારિંડ મેગરીટા ખાસ હતું. નોન વેજીટીયન મેહમાનો માટે પણ સ્પેશ્યલ ડિશ બનાવવામાં આવી હતી. મીઠાઈમાં ચોકલેટ આઈસક્રીમ, એપ્પલ ક્રંબલ કસ્ટર્ડ, સીતાફળ રસમલાઈ અને મગની દાળનો હલવો હતો. કુલ 21 જાતની મીઠાઈ રાખવામાં આવી હતી.

નોંધનીય છે કે ગુરિક અને સીમરન છેલ્લાં કેટલાક વર્ષોથી રિલેશનમાં હતા. બંને પોતાના તસવીરો સોશ્યિલ મીડિયામાં પોતાના ફેન્સ સાથે શેર કરતા હતા.

ગુરિક માન છેલ્લાં ઘણા સમયથી મુંબઈમાં જ રહે છે. તે પિતા ગુરદાસ માનના નવા ગીત પંજાબ સાથમાં જોવા મળ્યો હતો. તે આ ગીતના વીડિયોમાં ચમક્યો હતો.

સિમરન કૌર મુંડીએ વર્ષ 2008માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેણે ફિલ્મ ‘જો હમ ચાહે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

મુંબઈમાં જન્મેલી અને સિમરને પંજાબી અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કપિલ શર્માની કોમેડી ફિલ્મ ‘‘કીસ કીસકો પ્યાર કરું’થી સિમરન જાણીતી બની હતી. સિમરને ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે.


સિમરન કૌરની લગ્ન વિધિમાં બોલિવૂડની અનેક સેલિબ્રિટિઝે હાજરી આપી હતી. સિમરન કૌર અને ગુરિક માનના લગ્નમાં અભિનેત્રી ગૌહર ખાન સહિતની ટીવી એક્ટ્રેસિસ હાજર રહી હતી.

You cannot copy content of this page