Only Gujarat

FEATURED Health

રોજ સવારે ઊઠીને કરો આ માત્ર આ પાંચ કામ, સુપર સ્પીડથી વજન ફટોફટ ઘટવા લાગશે

અમદાવાદઃ વધેલું વજન કોઈને પણ ના ગમે તે સ્વાભાવિક વાતે છે. વધારે વજન હોય તો અનેક બીમારીઓ પણ આવે છે. વજન ઓછું કરવા માટે લોકો પાણીની જેમ પૈસા બગાડે છે. ડાયટ ફોલો કરવું, જીમ જવું ગમે તે કરવા તૈયાર રહે છે. અનેક પ્રયાસો બાદ પણ ઘણીવાર વજન ઓછું થતું નથી, જેને કારણે લોકો નિરાશ થઈ જાય છે. જો તમે વજન ઉતારવાને લઈ ગંભીર હો તો તમારે હેલ્ધી ડાયટની સાથે સાથે વર્કઆઉટ ઉપરાંત લાઈફસ્ટાઈલમાં પણ અનેક ફેરફાર કરવા પડશે.

હેલ્ધી ડાયટ માટે તમારે પ્રોટીન, ફાઈબર તથા તમામ પ્રકારના ન્યૂટ્રિએન્ટ્સ ભોજનમાં સામેલ કરવું જોઈએ. સવારે ઊઠીને આ પાંચ કામ કકવા જોઈએ, જેથી સરળતાથી વજન ઓછું કરી શકાય.

હુંફાળું પાણી પીઓઃ સવારે ઉઠીને તરત જ પહેલું કામ હુંફાળું પાણી પીવાનું કરો. સવારે હુંફાળું પાણી પીવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે અને મેટાબોલિઝ્મ વધે છે, જેથી શરીરની એકસ્ટ્રા ફેટ બર્ન કરે છે. તમે હુંફાળા પાણીમાં લીંબુ તથા મધ મિક્સ કરીને પી શકો છો. આ ઉપરાંત તમે હર્બલ ટી પણ પી શકો છો.

સૂર્યોદય સમયે ચાલોઃ તમારે રોજ સવારે સૂરજની રોશનીમાં ઓછામાં ઓછા 20 મિનિટ સુધી ચાલવું જોઈએ. આનાથી વેઈટ લોસ જલદી થાય છે. અનેક અભ્યાસ બાદ સામે આવ્યું કે જે લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય તેમનું વજન જલ્દી વધે છે.

પ્રોટીનયુક્ત નાસ્તોઃ દિવસની શરૂઆત સારા બ્રેકફાસ્ટથી કરો. સવારનો નાસ્તો આખા દિવસનું ડાયટ સેટ કરે છે. તમે બ્રેકફાસ્ટમાં સોયા, સ્પ્રાઉટ્સ, કોટેજ ચીઝ, યોગર્ટ, એગ્સ લઈ શકો છો.

દરેક દિવસનો લક્ષ્યાંક નક્કી કરોઃ તમે જ્યારે તમારા લક્ષ્યને લઈ ગંભીર ના હોવ તો તમે એ ક્યારેય હાંસિલ કરી શકો નહીં. તમે શું કરો છો, શું ખાવ છો અને તમે ખાતા સમયે શું વિચારો છે, આ તમામની અસર શરીર પર પડે છે.

યોગ-પ્રાણાયામ-મેડીટેશનઃ રોજ યોગા કરવાથી શરીર તથા મગજ સ્ટ્રેસફ્રી રહે છે અને વજન સરળતાથી ઓછું કરી શકાય છે. સૂર્યનમસ્કાર, કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવા યોગાસન-પ્રાણાયમ કરવાથી ખાસ્સો લાભ થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page