Only Gujarat

Bollywood FEATURED

આ એક્ટ્રેસ છે સંજુબાબાની દૂરની ફોઈ, ચાર બાળકના બાપ સાથે કર્યાં લગ્ન

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. આજે એટલે કે 16 જાન્યુઆરીથી દેશમાં વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. સૌપ્રથમ વેક્સિન કોરોના વોરિયર્સને આપવામાં આવી છે. એવામાં હવે લોકો ચિંતા વગર ઘરની બહાર નીકળી રહ્યા છે. સેલેબ્સ પણ પોતાની ફિલ્મના શૂટિંગ માટે સેટ પર પહોંચી રહ્યાં છે. આ દરમિયાન સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. અમે તમને એ એક્ટ્રસ વિશે જણાવીશું જેના માટે ડાન્સનું એટલું મહત્ત્વ છે જેટલું જીવવા માટે ખાવું જરૂરી છે. એક જમાનામાં આ એક્ટ્રસની તુલના સલમાન ખાની મા સાવકી મા હેલન સાથે થતી હતી. આ એક્ટ્રસનું નામ છે મધુમતી, જેમણે 60-70નાં દશકમાં ફિલ્મોમાં ડાન્સ કરતાં જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1977માં આવેલી અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને ઋષિ કપૂરની ફિલ્મ ‘અમર અકબર એન્થની’માં તે છેલ્લીવાર જોવા મળી હતી. ફિલ્મમાં કામ કરવાનું બંદ કર્યા પછી તેમણે પોતાની ડાન્સ સ્કૂલ શરૂ કરી હતી.

મધુમતીની ડાન્સ સ્કૂલમાં ઘણાં બોલિવૂડ એક્ટર્સે ડાન્સ શીખ્યો હતો. જેમાં અક્ષય કુમાર, ગોવિંદા, તબ્બૂ અને અમૃતા સિંહ સહિતના સ્ટાર્સના નામ સામેલ છે. ડાન્સની સાથે-સાથે તેમણે પોતાની એક્ટિંગ સ્કૂલ પણ શરૂ કરી દીધી હતી.

મધુમતી અત્યારે 83 વર્ષના છે. તેમને બાળપણથી જ ડાન્સનો શોખ હતો. જેને લીધે તેમનું મન સ્ટડીમાં લાગતું નહોતું. તેમણે 10માં ધોરણ સુધી સ્ટડી કર્યું. આ સાથે જ તે ડાન્સ પણ શીખતી રહી હતી. તે ભરતનાટ્યમ કથક, મનિપુરી અને કથકલી ઉપરાંત ફિલ્મી ડાન્સ પણ કરતી હતી.

મધુમતીએ સ્કૂલમાં ભણતાં-ભણતાં જ સ્ટેજ પર પણ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું અને આ પછી તેમને ફિલ્મોમાં ઑફર મળવા લાગી હતી. મધુમતી ફિલ્મોમાં કરિયર બનાવવા માગતા હતા. તેમના પિતાએ તેમને ફિલ્મમાં કામ કરવાની એવું કહી હા પાડી હતી કે, તે માત્ર ફિલ્મના ડાન્સ સાથે જોડાયેલી જ ઑફર સ્વીકારશે. મધુમતીએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

સુનીલ દત્ત અને તેમની પત્ની નરગિસ મધુમતીની ખૂબ જ નજીક હતા અને તેમને પસંદ કરતાં હતાં. જેને લીધે મધુમતી, સુનીલ દત્તને રાખડી બાંધતી હતી. જેને લીધે તે સંજય દત્તની ફઈ થતી હતી.

મધુમતીએ ચાર બાળકોના પિતા મનોહર દીપક સાથે લગ્ન કર્યાં હતાં. મધુમતીની મા દીપકને પસંદ કરતી હતી, પણ તેમની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવવા માટે તૈયાર નહોતાં પણ, આજે મધુમતીએ દીપક મનોહર સાથે 19 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતાં.

મધુમતીની તુલના ફિલ્માની કૈબરે ડાન્સર હેલન સાથે થતી હતી. એક ઇન્ટરવ્યૂમાં મધુમતીએ કહ્યું હતું કે, ‘અમે બંને ફ્રેન્ડ હતા, પણ હેલનજી સિનિયર હતાં. અમારા બંનેના લુક ઘણાં મળતાં આવતાં હતાં. લોકો હંમેશા અમારી તુલના કરતાં હતાં. મેં હેલનજી સાથે કેટલાક ગીતોમાં કામ પણ કર્યું છે.’

You cannot copy content of this page