Only Gujarat

Bollywood FEATURED

જાણીતા એક્ટરની થઈ ઘાતકી હત્યા, સોફા પર મળી આવી ડેડબોડી

બેંગલુરુઃ કન્નડ ફિલ્મ્સના એક્ટર અને રાઉડી શીટર સુરેન્દ્ર બંટવાલની હત્યા કરવામા આવી. બુધવારે તેમનો મૃતદેહ કર્ણાટકમાં તેમના ઘરે મળી આવ્યો હતો. સોફા પર રહેલા તેમના મૃતદેહ પર ધારદાર હથિયારના ઘણા નિશાન જોવા મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે, અજ્ઞાત હુમલાખોરોએ બંટવાલ પર હુમલો કર્યો. જોકે તેના પાછળનું વાસ્તવિક કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે હત્યાનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

મિત્રોને મળ્યો મૃતદેહ
રિપોર્ટ્સ અનુસાર, બંટવાલના મિત્રોએ એક્ટરને ઘણીવાર ફોન કર્યો અને જ્યારે જવાબ ના મળ્યો તો તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા. અહીં બંટવાલનો મૃતદેહ સોફા પર પડ્યો હતો. પોલીસે એક અંગ્રેજી વેબસાઈટને જણાવ્યું કે,‘અમે એ તપાસ કરી રહ્યાં છીએ કે હત્યાના અગાઉની રાત્રિએ તેમની સાથે કોણ હતું. તેમની હત્યા ધારદાર હથિયાર વડે કરવામાં આવી છે.’

બંટવાલ વિરુદ્ધ 15 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બંટવાલ વિરુદ્ધ 15 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. 2.5 વર્ષ અગાઉ તેમનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ તલવાર લહેરાવી ભાજપના કાર્યકરોને ધમકી આપતા જોવા મળ્યા હતા.

આ કેસમાં બંટવાલની ધરપકડ પણ કરવામા આવી હતી. જે પછી તેમને જામીન પણ મળી ગયા હતા. તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.

You cannot copy content of this page