Only Gujarat

Business FEATURED

કોરોના કાળમાં પણ ઘરનું ઘર ખરીદવું બન્યું વધુ સરળ, વડાપ્રધાન મોદીની છે આ ખાસ યોજના

નવી દિલ્હીઃ PM આવાસ યોજના દેશમાં ફેલાયેલા કોરોના વાયરસની વચ્ચે સરકાર ઘર ખરીદનારને મોટી રાહત આપવા જઇ રહી છે. જો આપ પણ ઘર ખરીદવાનું સપનું જોતા હોવ તો અને સરકારે નક્કી કરેલી ચાર કેટેગરીમા આવતા હોવ તો આપના માટે પોતાના ઘરનું સપનુ સાકાર થવા જઇ રહ્યું છે. સરકારે PM Aawas yojna (PMAY)ની ડેડલાઇન વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. ઘર ખરીદનારને ક્લાસ અથવા ક્રેડિટ લિંક સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી વધુમાં વધુ 2.67 લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે. જો આપ પણ સરકારની આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હો તો જાણી લો કે આપને કયા કયા ડોક્યુમેન્ટસની જરૂર પડશે.

સ્કિમ હેઠળ ચાર કેટેગરીઃ સરકાર તરફથી સ્કિમ માટે 4 કેટેગરી નક્કી કરાઇ છે. જેમાં ઇકોનોમિકલી વીકર સેક્શન (EWS), લોઅર ઇન્કમ ગ્રૂપ(LIG), અને મિડલ ઇન્કમ ગ્રૂપ -2 (MIG2) મિડલ ઇન્કમ ગ્રૂપ-2 આવે છે. જેમની વાર્ષિક આવક 3 લાખથી 6 લાખ સુધીની છે., તે પહેલા કેટેગરીમાં (EWS),અને (LIG)ની કેટેગરીમાં આવે છે. જેની વર્ષની ઇનકમ 6-12 લાખ છે, એ MIG-1 કેટેગરીમાં અને એની વર્ષની ઇનકમ 12-18 લાખની વચ્ચે છે MIG-2 કેટેગરીમાં આવે છે.

MIG-1 કેટેગરીઃ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ હેઠળ બંને કેટેગરીના લોકોને ઇન્ટ્રેસ્ટ સબ્સિડી મળે છે. MIG-1 કેટેગરી 9 લાખ સુધી હોમ લોન પર ઇન્ટ્રેસ્ટ સબ્સિડીનો ફાયદો મળી શકે છે. ઇન્સ્ટ્રેસ્ટ સબ્સિડી 4 ટકા છે. લોનની સમય મર્યાદા 20 વર્ષ માટે હશે. MIG-2 કેટેગરી શું છેઃ MIG-2 કેટેગરીનાં લોકો 12 લાખ સુધીની હોમ લોન પર ઇન્ટરેસ્ટ સબસિડીનો ફાયદો ઉઠાવી શકે છે. ઇન્ટરેસ્ટ સબસિડી 3 ટકા મળે છે. લોનનો સમયગાળો 20 વર્ષ સુધીનો હોય છે.

કયા કયા ડોક્યુમેન્ટસની જરૂર પડે?: પાનકાર્ડ, વોટર આઇકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ અથવા સરકાર દ્રારા જાહેર કોઇ પણ ફોટો આઇડીની જરૂર પડે છે. પાસપોર્ટ, જીવન વીમા, રેસિડેન્સિયલ એડ્રેસ સર્ટિફિકેટ, સ્ટેમ્પ પેપર પર થયેલા ભાડા કરાર, એડ્રેસ પ્રુફ માટે બેન્ક પાસબુકનો ઉપયોગ પણ કરી શકાય છે.

ઇન્કમ પ્રૂફ માટે શું જોઇએઃ ઇન્કમ પ્રફ માટે છેલ્લા 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ અને ITRની રિસિપ્ટ અને છેલ્લા 2 મહિનાની સેલેરી સ્લીપની જરૂર રહે છે.

પ્રોપર્ટી પ્રૂફ માટેઃ પાસ પ્રોપર્ટી પ્રૂફના સેલ્સડીડ, ખરીદનાર અને વેચનારનો કરારનો દસ્તાવેજ, જો ઉપલબ્ધ હોય તો પ્રોપર્ટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને પેમેન્ટની રિસિપ્ટ હોવી જરૂરી છે.

નોન સેલરિડ ક્લાસ માટેઃ નોન સેલરિડ ક્લાસ માટે આઇડેન્ટીટી પ્રૂફ માટે પાનકાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય વોટર આઇડી, આધારકાર્ડ,પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકાર દ્રાર જાહેર કરાયેલ કોઇ પણ ફોટો આઇડી કાર્ડ, આ સાથે રિક્ગનાઇઝ્ડ ઓથોરિટી અથવા પબ્લિક સર્વન્ટથી મળેલ ફોટો સાથે કોઈ પણ પત્ર.

નોન સેલેરિડ ક્લાસ માટે એડ્રેસ પ્રૂફઃ નોન સેલરીડ ક્લાસના લોકો માટે એડ્રેસ પ્રફૂ માટે વોટર કાર્ડ અથવા આધાર કાર્ડ, અથવા પાસપોર્ટ યૂટિબિલિટી, ઇલેક્ટ્રિક બિલ અથવા ગેસ બિલ અથવા ટેલિફોન બિલની કોપી. કોમર્શિયલ નેશનલાઇઝ્ડ બેન્કમાંથી છેલ્લા 3 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ. જો પોસ્ટ ઓફિસમાં સેવિંગ અકાઉન્ટ હોય તો તેના પરનું એડ્રેસ અથવા બેન્કની પાસબુક પરના એડ્રેસવાળા પેઇઝની ઝેરોઝનો પણ ઉપયોગ કરી શકો છો.

દુકાન, ફાર્મ કે કોઇ કંપના માલિક હોવાની સ્થિમાં એડ્રેસ પ્રૂફઃ જો આપ કોઇ દુકાન, કંપની કે ફાર્મના માલિક હો તો આપ શોપ એન્ડ એસ્ટાબિશ્ડમેન્ટ સર્ટિફિકેટ, અથવા ટ્રેડ લાઇસન્સ સર્ટી, અથવા SSI રજિસ્ટ્રેશન સર્ટી, પાનકાર્ડ, સેલ્સ ટેક્સ/VAT સર્ટીફિકેટસ ફાર્મ હોય તો પાર્ટનરશિપ ડીડસ, ફેક્ટર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, એક્સપોર્ટ કોર્ડ સર્ટીનો પણ ઉપયોગ કરી શકો છો.

નોન સેલરિડ માટે ઇન્કમ પ્રૂફઃ છેલ્લા 2 વર્ષના આઇટી રિટર્ન, બેલેન્સ શીટ, નફા અને નુકસાનનું ખાતું, છેલ્લા 6 મહિનાનું સેવિંગ અકાઉન્ટનું બેન્ક સ્ટેટમેન્ટ તેમજ બિઝનેસ એન્ટીટી માટે છેલ્લા 6 મહિનાનું કરન્ટ અકાઉન્ટનું સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકો છો.

પ્રોપર્ટી પ્રૂફ માટેઃ નોન સેલરિડ માટે પ્રોપર્ટી પ્રૂફ માટે પ્રોપર્ટી ડોક્યૂમેન્ટ, એગ્રીમેન્ટની કોપી ઉપલબ્ધ હોય તો અથવા અલોટમેન્ટ લેટર અથવા બાયર એગ્રીમેન્ટની રસીદનો ઉપયોગ કરી શકો છો.

You cannot copy content of this page