Only Gujarat

Bollywood FEATURED

વિખરાયેલા વાળ અને આંખો બંધ, કંઈક આવો હતો પ્રેગ્નન્ટ કરીનાનો અંદાજ

મુંબઈઃ કરિના કપૂર છેલ્લા અમુક દિવસોથી દિલ્હીમાં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’નું શૂટિંગ કરી રહી હતી. અમુક દિવસ અગાઉ શૂટિંગ પૂર્ણ થયું અને તેણે પોતાની આઠમી મેરેજ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી. હવે તે મુંબઈ પરત ફરશે. ઘરે પરત ફરવાની ખુશીમાં કરિનાએ ઈન્સ્ટા પર પાઉટવાળી તસવીરો શેર કરી છે. તેણે સાથે લખ્યું કે,‘આમ જ પાઉટિંગ કરી રહી છું, ઘરે ફરવા અંગે ઘણી એક્સાઈટેડ છું.’ ઉલ્લેખનીય છે કે, કરિના ગર્ભવતી છે અને તેનો પાંચમો મહિનો પૂર્ણ થયો છે. હાલ તે પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે સમય પસાર કરી રહી છે.

કરિના છેલ્લા ઘણા દિવસોથી લાલ સિંહ ચડ્ઢાની શૂટિંગ દરમિયાન આમિર ખાન સાથે દિલ્હીમાં હતી. આ સમયે તે પોતાના પતિ સૈફ અને દીકરા તૈમુર સાથે પટૌડી પેલેસમાં રોકાઈ હતી. પ્રેગ્નન્સી અને કામ વચ્ચે પણ તેના ચેહરા પરનો ગ્લો ઓછો થયો નથી.

તાજેતરમાં જ મેકઅપ આર્ટિસ્ટ પૉમ્પીએ કરિનાની તસવીરો શેર કરી હતી. આ સમયે તેના ચેહરા પરના ગ્લોને કારણે પતિ સૈફ પણ તેની પ્રશંસા કરતો જોવા મળ્યો હતો. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કરિનાએ કહ્યું કે, ઘણા 100 સુપરસ્ટાર્સ હોઈ શકે છે પરંતુ સૈફ જોવો કોઈ નહીં હોય.

કરિનાએ કહ્યું કે,‘સૈફ એક બહાદુર એક્ટર છે. અહીં ઘણા સુપરસ્ટાર્સ હશે પરંતુ સૈફ જેવો બીજો કોઈ નહીં હોય. ઘણા લોકો વિચારતા હશે કે કોમર્શિયલ ફિલ્મ્સમાં 25 વર્ષ કામ કર્યા બાદ સૈફે ‘સેક્રેડ ગેમ્સ’ જેવી વેબ સીરિઝ કરી. પરંતુ તેણે ભારતમાં એક ટ્રેન્ડ શરૂ કર્યો અને દેશને ગ્લોબલ પ્લેટફોર્મ પર પહોંચાડ્યું.’

કરિનાએ કહ્યું કે,‘સૈફ એક બહાદુર એક્ટર છે. અહીં ઘણા સુપરસ્ટાર્સ હશે પરંતુ સૈફ જેવો બીજો કોઈ નહીં હોય. ઘણા લોકો વિચારતા હશે કે કોમર્શિયલ ફિલ્મ્સમાં 25 વર્ષ કામ કર્યા બાદ સૈફે ‘સેક્રેડ ગેમ્સ’ જેવી વેબ સીરિઝ કરી. પરંતુ તેણે ભારતમાં એક ટ્રેન્ડ શરૂ કર્યો અને દેશને ગ્લોબલ પ્લેટફોર્મ પર પહોંચાડ્યું.’

કઈ બાબતોને બીજી પ્રેગ્નન્સી દરમિયાન ટાળવા માગે છે તે અંગે કરિનાએ જણાવ્યું હતું કે,‘તૈમૂરના સમયે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે લોકો મને ખાવા માટે કહેતા હતા અને ત્યારે મારું વજન 25 કિલો વધી ગયું હતું.

આ વખતે હું તેમ કરવા માગતી નથી. મારે સ્વસ્થ અને ફિટ રહેવાનું છે. મને લાગે છે કે પ્રથમ પ્રેગ્નન્સી દરમિયાન લોકો કહેતા કે- પરાઠા ખાવ, ઘી ખાવ, દૂધ પી. પરંતુ હું હવે કહું છું કે- સાંભળો, મે પહેલા આમ કર્યું છે, મને ખબર છે કે મારે શું કરવાની જરૂર છે.’

કરિનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે પછી તે કરન જોહરની મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. તેમાં અનિલ કપૂર, વિક્કી કૌશલ, રણવીર સિંહ, ભૂમિ પેડનેકર, જાહન્વી કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે.

You cannot copy content of this page