Only Gujarat

Bollywood

એક્ટિંગમાં કિંગ કહેવાતા દેઓલ પરિવારના નબીરા કેટલું ભણ્યાં છે, જાણો માત્ર એક ક્લિક પર

બૉલિવૂડમાં ઘણાં સ્ટાર્સ એવા છે જેમનો આખો પરિવાર હિન્દી સિનેમા સાથે જોડાયેલો છે. જેમાં દેઓલ પરિવારનું નામ પણ સામે છે. જેમાં લગભગ દરેક સભ્યો બોલિવૂડમાં પોતાનું એક અલગ મૂકામ હાંસલ કરી ચૂક્યા છે. 60નાં દશકમાં પોતાના કરિયરની શરૂઆત કરનારા ધર્મેન્દ્ર અત્યાર સુધી ફિલ્મોમાં એક્ટિવ છે અને તેમના બંને દિકરા સની અને બોબી દેઓલ પણ બોલિવૂડના સુપરહિટ કલાકાર છે. હવે સની દેઓલના દીકરા કરણ પણ બોલિવૂડમાં આવી ગયા છે. આ સ્ટાર્સ વિશે તેમના ફેન્સ દરેક વાત જાણતાં હશે પણ, અમે તમને આજે ફિલ્મોમાં ધમાલમ ચાવનારા દેઓલ પરિવારના સ્ટડી(ભણતર) વિશે જણાવીએ.

ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રને બૉલિવૂડના ‘હી મેન’ કહેવામાં આવે છે. તેમણે પોતાની એક્ટિંગના દમ પર એક અલગ ઓળખ ઊભી કરી છે અને તેમના આજે પણ કરોડોની સંખ્યામાં ફેન્સ છે. ગંભીર રોલ હોય અથવા પછી કૉમેડી ઘરમજીને ટક્કર આપનારું તેમના સમયમાં કોઈ નહોતું. ઘર્મેન્દ્રએ પડદા પર પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું હતું. જો તેમની સ્ટડીની વાત કરીએ તો તેમણે પંજાબના ફગવાડા શહેરની આર્ય હાઇ સ્કૂલ અને રામગઢિયાં સ્કૂલથી 10માં ધોરણ સુધી સ્ટડી કર્યું છે.

સની દેઓલ
બૉલિવૂડમાં એક્ટિંગથી ધૂમ મચાવનારા સની દેઓલ સ્ટડી બાબતે કોઈ પણ કરતાં પાછળ નથી. તેમણે દમદાર ડાયલૉગ્સ અને જબરદસ્ત એક્શનથી લોકોનું દિલ જીતી લીધું છે. વાત કરીએ સની દેઓલની સ્ટડીની તો તેમણે પોતાનું સ્કૂલિંગ સેકેન્ડ્રી હાર્ટ બૉયઝ સ્કૂલ મહારાષ્ટ્રથી કર્યું છે. આ પછી તેમણે રામનિરંજન અનંદીલાલ પોદાર કૉલેજ ઑફ કૉમર્સ એન્ડ ઇન્કોનૉમિક્સથી ગ્રેજ્યુએશન કર્યું છે. ગ્રેજ્યુએશન પછી સની દેઓલ ફિલ્મોમાં આવી ગયા અને ફિલ્મ ‘બેતાબ’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

બૉબી દેઓલ
બોબી દેઓલે 90નાં દશકમાં ધૂમ મચાવી હતી. તેમણે એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મ કરી હતી. તેમની સ્ટડી વિશે વાત કરીએ તો બોબી દેઓલે પોતાનું સ્કૂલિંગ જમનાબાઇ નરસી સ્કૂલ ઓફ મુંબઈ મહારાષ્ટ્ર અને અજમેરની માયો કૉલેજથી કર્યું છે. આ પછી બોબી દેઓલે મુંબઈની ફૅમશ મીઠીબાઈ કૉલેજથી પોતાનું ગ્રેજ્યુએશન પુરું કર્યું છે. બોબી દેઓલે ગ્રેજ્યુએશન પુરું કરી ફિલ્મ ‘બરસાત’થી બૉલિવૂડથી એન્ટ્રી કરી લીધી હતી.

કરણ દેઓલ
ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના દીકરા કરણ દેઓલે પણ બૉલિવૂ઼ડમાં એન્ટ્રી કરી લીધી છે. વર્ષ 2019માં તેમણે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમના સ્કૂલિંગની વાત કરીએ તો કરણે પોતાની સ્ટડી મુંબઈના જૂહુ સ્થિત ઇકોલ મેડિએલ વર્લ્ડ સ્કૂલથી કર્યું છે. જોકે,તેમના ગ્રેજ્યુએશન માટે કોઈ માહિતી નથી. કરણ બૉલિવૂડમાં પોતાના પિતા અને દાદાની જેમ મોટું કરિયર બનાવવા માગે છે.

આર્યમન દેઓલ
બોબી દેઓલ અને ધર્મેન્દ્રના લાડકા આર્યમન દેઓલે બૉલિવૂ઼ડમાં એન્ટ્રી કરી નથી, પણ તે સોશિયલ મીડિયા પર તેમના જબરદસ્ત ફોટો શેર કરતાં રહે છે. જેને લોકો ખૂબ જ લાઇક કરે છે. તે ફિલ્મોથી દૂર ન્યૂયોર્કમાં બિઝનેસ મેનેજમેન્ટની સ્ટડી કરી રહ્યાં છે. જોકે, બૉબી ઇચ્છે છે કે, આર્યમન તેમની જેમ એક્ટર બને પણ, અત્યારે માત્ર પોતાની સ્ટડી પર ધ્યાન આપી રહ્યો છે.

You cannot copy content of this page