Only Gujarat

Bollywood

ગ્લેમર વર્લ્ડની ઐશો આરામ જોઈ ભરમાશો નહીં, કંઈક આવી છે કાળી કરતૂતો

મુંબઈઃ બોલિવૂડમાં ઘણી રીતની ફિલ્મો બને છે. ઘણી ફિલ્મોની વાર્તા કાલ્પનિક હોય છો તો ઘણી ફિલ્મો સત્ય ઘટના પર આધારિત હોય છે. કેટલીક ફિલ્મો કોઈ ગંભીર વિષય પર પણ આધારિત હોય છે. તેમાંથી એક ગ્લેમરસ અને તેમની દુનિયા સાથે જોડાયેલા સ્ટાર્સની પણ વાર્તા રહે છે. બોલિવૂડની ઘણી ફિલ્મો છે જેમાં ગ્લેમરસના કાળા સત્ય અને સ્ટાર્સની જિંદગીને બતાવવામાં આવી છે.

ફિલ્મ-હિરોઈન
આ ફિલ્મમાં કરીના કપૂર, અર્જુન રામપાલ અને રણદીપ હુડ્ડા સહિતના કલાકારો લીડ રોલમાં હતાં. મધુર ભંડારકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હીરોઈન એક એવી છોકરીની જિંદગીને વ્યક્ત કર છે જે હીરોઈન બની તો જાય છે, પણ સફળતાના શિખરે પહોંચી પાછી જમીન પર પડે છે. આ ફિલ્મ દ્વારા બોલિવૂડના કાળા સત્યને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી.

ફિલ્મ- પેજ 3
આ ફિલ્મમાં પણ બોલિવૂડનું કાળું સત્ય દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા, અતુલ કુલકર્ણી અને બોમન ઇરાણી સહિતના ઘણાં દિગ્ગજ કલાકારો લીડ રોલમાં હતાં. આ ફિલ્મ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં લોકોના ચહેરા પાછળના કાળા સત્યને બતાવવામાં આવ્યું છે. ફિલ્મ પેજ 3 વર્ષ 2005માં આવી હતી. આ ફિલ્મનું ડિરેક્શન મધુર ભંડારકરે કર્યું હતું.

ફિલ્મ-લકબાય ચાન્સ
આ ફિલ્મમાં ફરહાન અખ્તર, કોંકણા સેન શર્મા, જૂહી ચાવલા અને ડિમ્પલ કપાડિયા સહિતના ઘણાં દિગ્ગજ કલાકાર લીડ રોલમાં હતાં. આ ફિલ્મ લક બાય ચાન્સ એક એવા વ્યક્તિની વાર્તાને દર્શાવે છે જે મહત્વકાંક્ષી છે અને બોલિવૂડમાં મોટા આદમી બનવા માગે છે. તે ઇન્ડસ્ટ્રીમાં સ્ટારડમ તો હાંસલ કરી લે છે, પણ પોતાના ફ્રેન્ડ અને પ્રેમને ગુમાવી દે છે. ગ્લેમરના જાળમાં ફસાઈ ખોટાં નિર્ણય લે છે. ફિલ્મ ‘લક બાય ચાન્સ’ વર્ષ 2009માં આવી હતી.

ફિલ્મ-ધી ડર્ટી પિક્ચર
આમ તો આ ફિલ્મ સાઉથ સિનેમાની ફૅમશ એક્ટ્રસ સિલ્ક સ્મિતાની જિંદગીથી પ્રેરિત છે, પણ આ ફિલ્મ દ્વારા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કાળી સત્યને બતાવવામાં આવ્યું છએ. આ ફિલ્મમાં વિદ્યા બાલન, ઇમરાન હાશ્મી, તુષાર કપૂર અને નસીરુદ્દીન શાહ સહિત ઘણાં કલાકાર લીડ રોલમાં હતાં. સિલ્ક સ્મિતાના રોલ માટે વિદ્યા બાલને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આી હતી. ફિલ્મ ‘ધી ડર્ટી પિક્ચર’ વર્ષ 2011માં આવી હતી.

You cannot copy content of this page