Only Gujarat

FEATURED International

સત્તાની વાસનામાં બેફાન બની હતી આ રાણી, પરિણીત હોવા છતાંય રાખ્યા હતા અનેક પ્રેમીઓ

કંગના રનૌતે 10મી સદીમાં જમ્મુ-કાશ્મીરની રાણી દિદ્દા પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. કંગનાએ ‘મણિકર્ણિકા’ ફિલ્મમાં ઝાંસીની રાણીના રોલનો રોલ પ્લે કરી અલગ છાપ ઊભી કરી હતી. દિદ્દા રાણી વિશે કહેવામાં આે છે કે, તેમણે બે વાર મોહમ્મદ ગજનવીને હરાવ્યો હતો. કંગાએ પોતાના ટ્વીટમાં તેનો પણ ઉલ્લેખ કર્યો છે, પણ દિદ્દા રાણીના સંબંધ અંગે કેટલાક વિવાદાસ્પદ તથ્યો પણ છે. જોકે, તેમની બહાદુરીનો ઇતિહાસના સ્વર્ણિમ પન્નામાં સામેલ છે. તેમણે ભારત પર હુમલો કરવા આવેલાં મોહમ્મદ ગજવીને બે વાર હરાવ્યો હતો.

દિદ્દા કાશ્મીરની રાણી હતી. તે લોહાર વંશની રાજકુમારી અને ઉત્પલ વંશની શાસિકા હતી. તેમનો જન્મ ઇસવિસન 958માં તયો હતો અને તેમનું મૃત્યુ ઇસવિસન 1003માં થયું હતું.
(આ કવર ફોટો આશીષ કૌલના પુસ્તકના પબ્લિસિટી પોસ્ટરમાંથી લેવામાં આવ્યો છે.)

ઉલ્લેખનીય છે કે, કંગના આશીષ કૌલના પુસ્તક ‘દિદ્દાઃ ધી વોરિયર ક્વીન ઓફ કશ્મીર’ પર આ ફિલ્મ બનાવી રહી છે. દિદ્દા વિશે કહેવામાં આવે છે કે, ‘તે અપંગ જન્મી હતી. એટલા માટે મા-બાપે તેમનો ત્યાગ કર્યો હતો. ત્યારે તે તેમની નોકરાણી પાસે સ્તનપાન કરી મોટી થઈ હતી.’

દિદ્દાના પિતા રાજા સિંહરાજ હતાં. સિંહરાજ લોહાર વંશના રાજા હતાં. દિદ્દાના દાદા ભીમ શાહી કાબુલ (અફઘાનિસ્તાન)થી હતા. 10મી સદીમાં અફઘાનિસ્તાનમાં હિન્દુ શાસન હતું.

દિદ્દાના લગ્ન કાશ્મિરના શાસક ક્ષેમગુપ્તા સાથે થયાં હતાં. દિદ્દા વિશે કહેવામાં આવે છે કે, તે ખૂબ જ સુંદર હતી. એટલું જ નહીં, તે કૂટનીતિ અને રાજનીતિક રીતે પણ ખૂબ જ એક્ટિવ હતી. ક્ષેમગુપ્તા ઘણીવાર દિદ્દાની સલાહ અને વાતચીત કરી નિર્ણય લેતા હતાં. એટલે લોકો તેમને દિદ્દાક્ષેમ પણ કહેવાત હતાં. તેમના રાજ્યમાં બંનેના સિક્કા ચાલતા હતાં.

ઇસવિસન 958માં ક્ષેમગુપ્તાનું બીમારીને લીધે નિધન થઈ ગયું હતું. દરબારી ઇચ્છતા હતાં કે, દિદ્દા પતિની ચિતા પર સતિ થઈ જાય, પણ તેમણે પોતાના દીકરા અભિમન્યુનું રાજતિલક કરાવ્યું અને તેમની સંરક્ષક બની હતી. (સતી પ્રથાનું એક જૂનું ચિત્ર)

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ ગજનવીએ ઇસવિસન 1015 અને 1023માં જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો હતો, પણ દિદ્દાની રણનીતિ સામે તે બેવાર હારી ગયો હતો.

પ્રાચીન સંસ્કૃત કવિ કલ્હણે દિદ્દાને કાશ્મીરના ઇતિહાસની સૌથી શક્તિશાળી મહિલાનું શાસન ગણાવ્યું હતું. કવિ કલ્હણે પોતાના પુસ્તક ‘રાજ તરંગિણી’માં દિદ્દા સાથે જોડાયેલા કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ પણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પતિના મૃત્યુ પછી સત્તા સંભાળતી દિદ્દાએ ભ્રષ્ટ મંત્રિઓ અને પોતાના પ્રધાનમંત્રીને હાંકી કાઢ્યા હતાં.

જોકે, કવિ કલ્હણે આ અંગે ઉલ્લેખ કર્યો છે કે, ‘સત્તાની વાસનાને લીધે તેમણે પોતાના જ પુત્રોને મરાવી નાખ્યા હતાં. તે પુંછના એક તુંગાને પ્રેમ કરતી હતી. જેને પછી વડાપ્રધાન બનાવ્યો હતો.’

પ્રાચીન સંસ્કૃત કવિ કલ્હણે ‘રાજ તરંગિણી’માં દિદ્દા વિશે ઘણી વાતનો ઉલ્લેખ કર્યો છે. જે મુજબ દિદ્દા અત્યંત બહાદુર મહિલા હતી. દિદ્દાના મોત પછી સંગ્રામ સિંહ ગાદી પર બેઠા હતાં. આ ઉપરાંત રાજા તરંગિણી પર ઘણાં લેખકોએ પોતાની રીતે રિસર્ચ કર્યું છે.

You cannot copy content of this page