Only Gujarat

FEATURED Sports

કોરોનાકાળમાં ભારતના આ જાણીતા ક્રિકેટરની દયનીય સ્થિતિ, બે ટંક ભોજનના પણ પડી રહ્યાં છે ફાંફા

રાંચીઃ કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. અત્યારસુધી લાખો લોકોએ તેના કારણે જીવ ગુમાવ્યો છે. આ વૈશ્વિક મહામારીની અસર લોકોના રોજગાર પર પણ પડી છે. ઝારખંડના રામગઢની ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીં રાજ્યની દિવ્યાંગ ક્રિકેટ ટીમના કેપ્ટન જીતેન્દ્ર પટેલની સ્થિતિ ઘણી ખરાબ છે. તે ભુખમરાની સ્થિતિએ પહોંચી ગયો છે અને તેના ખબર-અંતર પૂછનાર કોઈ નથી.

રામગઢ જીલ્લામાં રહેતા રાજ્યની દિવ્યાંગ ક્રિકેટ ટીમના કેપ્ટન જીતેન્દ્ર પટેલે કહ્યું કે, લૉકડાઉનના કારણે સ્થિતિ ઘણી બગડી હતી. સરકારી પેન્શન પણ સમયસર નથી મળી રહ્યું. સરકાર તરફથી અત્યારસુધી લાલ કાર્ડ પણ મળ્યું નથી. ઘરમાં ખાવાના પણ ફાંફા છે. જીતેન્દ્રના પરિવારમાં 2 ભાઈઓ વચ્ચે 8 બહેનો છે. 4ના લગ્ન થઈ ચૂક્યા છે અને 4ના લગ્ન બાકી છે. મોટા ભાઈએ સાથ છોડી દીધો તો તમામ જવાબદારી તેમના ખભે આવી ગઈ. આ તમામ પડકારો વચ્ચે તે ક્રિકેટ અંગે જીતેન્દ્ર ગંભીર છે. તેથી સમયાંતરે તેઓ પ્રેક્ટિસ કરતા રહે છે.

ક્રિકેટ ઉપરાંત જીતેન્દ્ર નેશનલ લેવલે સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. ડાન્સ ઈન્ડિયા ડાન્સ ટીવી શોમાં આવ્યા બાદ પણ કોઈ ખાસ ઓળખ મળી નહીં. પરંતુ તેઓ આર્થિક સ્થિતિ ખરાબ થવાના કારણે જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. મલ્ટિ ટેલેન્ટેડ જીતેન્દ્રએ અમુક સમય સુધી બાળકોને ડાન્સની ટ્રેનિંગ પણ આપી. આટલા ટેલેન્ટેડ હોવા છતાં તેઓ ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યાં છે.

You cannot copy content of this page