Only Gujarat

Bollywood

હાર્દિક પંડ્યા અને નતાશાની જોડી ફરી ચર્ચામાં, લોકોએ પણ કરી આવી કમેન્ટ્સ

મુંબઈ: ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ હાલમાં ‘બિગબોસ’ની પૂર્વ કન્ટેસ્ટન્ટ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. હાર્દિક અને નતાશાએ કેટલીક તસવીરો શેર પોતાની સગાઈની જાહેરાત કરી હતી. આ તસવીરો વાઈરલ થયા બાદ હાર્દિક અને નતાશાની જોડી ચર્ચામાં આવી ગઈ છે. સોશ્યલ મીડિયા પર પણ બંને ખૂબ એક્ટિવ છે. હવે ઈન્સ્ટાગ્રામ પર નતાશાએ કંઈક એવું કામ કર્યું છે કે હાર્દિક પંડ્યા પણ કમેન્ટ કર્યા વગર રહી શક્યો નહોતો.

નતાશા સ્ટેનકોવિકએ પોતાની નવી તસવીર શેર કરી છે. જેમાં યલો રંગના ડ્રેસમાં તે ક્યૂટ લાગે છે. ખાસ વાત એ છે કે તનાશાએ હાલમાં હેર કટ કરાવ્યા છે. નવા લૂકમાં નતાશા ખૂબ સુંદર લાગી રહી છે.

નતાશાએ આ નવી તસવીર સાથે કેપ્શન લખ્યું, ‘ફ્રેશ કટ’. સાથે જ કેંચીનો ઈમોટિકોન મૂક્યો હતો. નતાશાએ આ તસવીર પોસ્ટ કરતાં જ ફેન્સ દ્વારા કમેન્ટનો મારો ચલાવવામાં આવ્યો હતો.

નતાશાની આ નવા લૂકની તસવીર પર ફિયાન્સ હાર્દિક પંડ્યા પણ કમેન્ટ કર્યા વગર રહી ચૂક્યો નહોતો. હાર્દિકે આ તસવીર પર હાર્ટવાળી ઈમોજી મૂકીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

નતાશાનો આ નવા લૂક તેના ફેન્સને પણ ખૂબ પસંદ આવ્યો છે. એક યુઝર્સે કમેન્ટ કરી છે- ‘બ્યૂટીફુલ એન્ડ નાઈસ ચોઈસ’, બીજા યુઝર્સ લખ્યુ- ‘ક્યૂટનેસ ઓવરલોડેડ ’, જ્યારે અન્ય એક ફેન્સે ‘લુકિંગ આઉટ સ્ટેન્ડિંગ’ કમેન્ટ લખી છે.

નોંધનીય છે કે નતાશા અને હાર્દિકે નવા વર્ષે દુબઈમાં સગાઈ કરી હતી. સગાઈ પછી હાર્દિકે સોશ્યલ મીડિયા પર પોતાના સગાઈની જાહેરાત કરતા લખ્યું હતું- ‘મેં તેરા તુ મેરી, જાને સારા હિન્દુસ્તાન’

સમુદ્નની વચ્ચે બોટમાં હાર્દિકે પહેલા નતાશાને પ્રપોઝ કર્યું હતું. પછી હાર્દિકે નતાશાને રિંગ પહેરાવી હતી અને પછી લીપ કીસ પણ કરી હતી.

નતાશા સ્ટેનકોવિકની વાત કરીએ તો તે બોલિવૂડમાં ઘણી ફિલ્મો ઉપરાંત ટીવીમાં રિયાલિટી શોમાં જોવા મળી ચૂકી છે. તે સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’ સિઝન-8નો હિસ્સો રહી ચૂકી છે. નતાશા છેલ્લી બોલિવૂડ ફિલ્મ ‘ધ બોડી’ના એગ સોંગમાં ઈમરાન હાશમી અને ઋષિ કપૂર સાથે જોવા મળી હતી.

You cannot copy content of this page