Only Gujarat

Bollywood FEATURED

4 ભાણી-ભાણીયાના મામા છે સંજય દત્ત, જાણો બોલિવૂડમાં કોણ-કોણ છે તેમના સંબંધી

મુંબઈઃ બૉલિવૂડ એક્ટર સંજય દત્ત 61 વર્ષના થઈ ગયાં છે. 29 જુલાઈ, 1959એ સુનીલ દત્ત અને નરગિસના ઘરે જન્મેલા સંજય દત્ત બૉલિવૂડ જ નહીં પણ સમગ્ર વિશ્વમાં નામ ફૅમસ છે. સંજય દત્ત વિશે મોટાભાગના લોકો જાણે છે પણ, તેમના પરિવારનાં સભ્યો વિશે અનેક લોકો જાણતા નથી. તો અમે તમને જણાવીએ સંજય દત્તના પરિવારના અન્ય સભ્યો વિશે.

સંજય દત્તને બે બહેન છે. જેમનું નામ નમ્રતા અને પ્રિયા છે. નમ્રતાના લગ્ન એક્ટર રાજેન્દ્ર કુમારના દિકરા કુમાર ગૌરવ સાથે વર્ષ 1987માં થયાં હતાં. નમ્રતાને બે દીકરીઓ સાચી અને સિયા છે. જેમના લગ્ન થઈ ગયા છે.

સંજય દત્તની ભાણી સાચી કુમારના લગ્ન ફિલ્મ ‘પાકિઝા’ના ડિરેક્ટર કમાલ અમરોહીના પૌત્ર બિલાલ સાથે થયા છે. કમાલ અમરોહીને બે દીકરા છે. જેમનું નામ શાનદાર અને તાજદાર અમરોહી છે. બિલાલ તાજદાર અમરોહીના દિકરા છે. તેમની માનું નામ નીલોફર છે.

રાજેન્દ્ર કુમારની પૌત્રી અને કુમાર ગૌરવની મોટી દીકરી સાચીએ નવેમ્બર, 2014માં તેમના લૉન્ગટાઇમ બૉયફ્રેન્ડ બિલાલ અમરોહી સાથે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યાં હતાં. સાચીના મામા સંજય દત્ત ત્યારે જેલમાં હતાં. એટલે તે વેડિંગ સેરેમની નોર્મલ રાખવામાં આવી હતી. બિલાલે વર્ષ 2014માં ફિલ્મ ‘ઓ તેરી’થી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ દરમિયાન બિલાલે સાચી સાથે તેમના રિલેશનની વાત સ્વીકારી હતી.

સંજય દત્તની મોટી ભાણી સાચી કુમાર ફેશન ડિઝાઈનર છે. તેમણે વર્ષ 2006માં એસ.એન.ડી.ટી યૂનિવર્સિટીથી ફેશન ડિઝાઈનિંગમાં ડિપ્લોમાં કર્યું હતું. સાચીએ લીડિંગ ડિઝાઈનર અન્ના સિંહને અંડરગાર્મેન્ટ્સમાં ઇન્ટરશિપ કરી હતી. વર્ષ 2007માં તેમણે પોતાની ફેશન લેબલ ‘સાચી’ લોન્ચ કરી હતી. નોંધનીય છે કે, સાચી તેમની માસી પ્રિયા દત્ત અને મામા સંજય દત્ત માટે ડિઝાઈન કરી ચૂકી છે.

સંજય દત્તની નાની ભાણી અને કુમાર ગૌરવની બીજી દીકરીનું નામ સિયા છે. સિયાએ ડિસેમ્બર, 2019માં બિઝનેસમેન આદિત્ય સાથે લગ્ન કર્યાં છે. લગ્નમાં સંજય દત્ત તેમની પત્ની માન્યતા અને બે બાળકો શાહરાન અને ઇકરા સાથે સામેલ થયાં હતાં.

કુમાર ગૌરવની નાની દીકરીની સગાઈ જુલાઈ, 2019માં થઈ હતી. સગાઈ દરમિયાન સિયાના મામા-મામી જોવા મળ્યાં નહોતાં. નોંધનીય છે કે, તે દરમિયાન તેઓ એમ્સ્ટર્ડમમાં વેકેશન એન્જોય કરતાં હતાં.

સંજય દત્તની બીજી બહેન પ્રિયા દત્ત પૉલિટિશિયન છે અને તેમના પતિ ઓવેન રૉનકૉન બિઝનેસમેન છે. પ્રિયા અને ઓવેનને બે દીકરા છે સુમેર અને સિદ્ધાર્થ.

દરેક લોકો જાણે છે કે, સંજય દત્તના પિતા સુનિલ દત્ત અને મા નરગિસ દત્ત તેમના સમયના પોપ્યુલર સુપરસ્ટાર હતાં પણ, ઓછા લોકો જાણતાં હશે કે, સંજયય દત્તના કાકા સોમ દત્ત પણ બૉલિવૂડ એક્ટર હતાં. તેમણે ‘નાનક નામ જહાજ છે’(1969), ‘મન કા ગીત’ (1969), ‘આન બાન’(1972) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોમ દત્તની પત્નીનું નામ પુનીતા છે, જે હરિયાણાના યમુનાનગરના ગામ મંડોલીમાં રહે છે. તેમને એક દીકરો પણ છે. જેનું નામ યુવરાજ દત્ત છે, જે લાઇમલાઇટથી દૂર રહે છે.

સંજય દત્તને એક ફઈ છે. જેમનું નામ રાજરાની બાલી છે. તેમનું નિધન વર્ષ 2016માં થયું હતું. રાજરાની ટીવી એક્ટર નિમય બાલીની મા હતી. ઉલ્લેખનીય છે કે, નિમયને લોકો ટીવી શૉ ‘ચંદ્રાકાંતા’ના સૂર્યના રૂપમાં ઓળખે છે. નિમય બાલી સંજય દત્તના કઝિન છે.

નિમયે સંજય ખાનના શૉ ‘જય હનુમાન’માં પવન દેવ અને બાલીનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત ‘જય જય જય બંજરંગબલી’માં રાવણનો રોલ પણ પ્લે કર્યો હતો.

નિમય બાલીએ એક્ટ્રસ સાહિલા ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. સાહિલાએ ફિલ્મ ‘આંટી નંબર 1’, ‘ધરમ સંકટ’, ‘ભાભી’ અને ‘વીરાના’ એક્ટ્રસ તરીકે કામ કર્યું છે. નિમયની એક દીકરી પણ છે, જેનું નામ પ્રિન્સેસ છે.

પત્ની માન્યતા સાથે સંજય દત્ત. બીજી બાજુ સંજય દત્તની બહેન માન્યતા અને પ્રિયા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page