Only Gujarat

FEATURED National

જાણો કોણ છે આ મહિલા IAS, જે PM મોદીની ટીમમાં બન્યા સેક્રેટરી

દિલ્હીઃ વડાપ્રધાન કાર્યાલય એટલે કે PMOમાં ત્રણ IAS અધિકારીઓને મહત્ત્વની જવાબદારી મળી છે. કેબિનેટની નિયુક્તિ સમિતિ (ACC)એ ત્રણેય અધિકારીઓની નિમણૂક કરી છે. આ ત્રણેય ઑફિસરમાં ઉત્તરાખંડના ડીએમ મંગેશ ઘિલ્ડિયાલ, મધ્યપ્રદેશ કેડરના IAS અધિકારી રઘુરાજ રાજેન્દ્ર અને આંધ્રપ્રદેશ કેડરની IAS અધિકારી આમ્રપાલી કાટાનું નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટની નિમણૂક સમિતિના ચેરમેન વડપ્રધાન મોદી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ તેના સદસ્ય છે. અમે તમને જણાવીએ IAS આમ્રપાલી કાટા વિશે.

આમ્રપાલી કાટા આંધ્રપ્રદેશ કેડરના 2010ની બેચનાં IAS અધિકારી છે. તેમની PMOમાં ડેપ્યુટી સેક્રેટરી પદ પર નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં મંત્રીમંડળીય સચિવાલયમાં તે ઉપસચિવ હતાં. આમ્રપાલી મૂલ વિશાખાપટ્ટનમના છે.

IAS ઓફિસર આમ્રપાલી કાટા બે વર્ષ પહેલાં તેમના લગ્નને લીધે ચર્ચા હતાં. તેમણે તેમના જૂનિયર ફ્રેન્ડ જમ્મુ કાશ્મીર કેડર 2011ની બેચના IPS અધિકારી સમીર શર્મા સાથે અફેર પછી 21 ફેબ્રુઆરી 2018માં લવ મેરેજ કર્યાં હતાં. આ લગ્નમાં તેમના નજીકના લોકો સામેલ થયાં હતાં, જેમાં તેમના ખાસ ફ્રેન્ડ અને અને પરિવારના લોકો હાજર હતાં.

આમ્રપાલી કાટાની પહેલી નિમણૂક તેલાંગાણાના વારંગલ શહેરી જિલ્લામાં થઈ હતી. આમ્રપાલી તેમના જિલ્લાની પહેલાં મહિલા IAS અધિકારી છે. આમ્રપાલી ઉર્જાવાન અને યુવા IAS તરીકે ઓળખાય છે.

આમ્રપાલીનો જન્મ આંધ્રપ્રદેશના નરસાપુરમ શહેરમાં 4 નવેમ્બર 1982માં થયો હતો. તેમનું સ્કૂલનું શિક્ષણ અહીંથી થયું છે. આ પછી આમ્રપાલીએ મદ્રાસથી સિવિલમાં IITમાં બીટેક પુરું કર્યું હતું. પછી તેઓ PG ડિપ્લોમાં કરવા માટે IIM બેંગ્લોર જતાં રહ્યાં હતા. આ દરમિયાન તેમને ઘણી મલ્ટિનેશનલ કંપનીઓની ઓફર પણ આવી હતી, પણ તેમણે ક્યાંય જોબ કરી નહીં અને સિવિલ પરીક્ષાની તૈયારી કરતાં હતાં. આ પછી વર્ષ 2010માં UPSC એક્ઝામ પાસ કરી અને 39મો રેંક હાંસલ કર્યો.

આમ્રપાલીનું સૌથી પહેલું પોસ્ટિંગ આંધ્રપ્રદેશમાં જૂનિયર રિલેશનશિપ બેન્કર તરીકે થયું. આ પછી તે વિકારાબાદ જિલ્લામાં સબ-કલેક્ટર બની ગયાં. આ પછી તેમને વર્ષ 2014માં મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. વર્ષ 2016માં તે વારંગલ શહેરી જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ બની ગયાં હતાં. પછી તે સેન્ટ્રલ મંત્રીમંડળીય સચિવાલયમાં ઉપસચિવ તરીકે તેમની સેવા આપવા લાગ્યા અને હવે તેમની PMOમાં ડેપ્યુટી સેક્રેટરી પદ પર નિમણૂક કરવામાં આવી છે.

વર્ષ 2018માં તેમના લગ્ન દરમિયાન પતિ અને IPS ઓફિસર સાથે IAS અધિકારી આમ્રપાલી કાટા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page