Only Gujarat

International

વ્યક્તિએ કોન્ડોમમાં કેળું નાખીને ગાંઠ મારીને ગળી ગયો ને પછી…

અમેરિકામાં એક વ્યક્તિએ અજીબોગરીબ હરકત કરી છે. આ વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવ્યો કે તે કૉન્ડમ ગળી ગયો અને એ પણ ખાલી નહીં, તેમાં કેળું ભરી, ગાંઠ મારીને. થોડીવાર બાદ ગુસ્સો શાંત થતાં તેને તેની ભૂલ સમજાઈ ગઈ, પરંતુ અત્યાર સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું, હવે તેને પેટમાં ભયંકર દુખાવો થવાનો શારૂ થઈ ગયો અને હડબડાહટમાં હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલમાં જઈને તેણે ડૉક્ટરને પેટના દુખાવા અંગે તો જણાવ્યું, પરંતુ એ ન જણાવ્યુ કે, આ દુખાવો કેમ ઊભો થયો છે. ગયા અઠવાડિયે અમેરિકાના ‘ક્યૂરિયસ’ અખબારમાં આ સમાચાર છપાયા હતા.

આ અખબારના રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે તેણે ડૉક્ટરને જણાવ્યું કે, આઠ કલાક પહેલાં તેના પેટમાં દુખાવો શરૂ થયો છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, તે જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેને સતત ઉલટીઓ થઈ રહી હતી. સમસ્યા એ હદે વધી ગઈ હતી કે, તે કઈં ખાઈ-પી શકતો પણ નહોંતો. તેણે એ પણ જણાવ્યું હતું કે, તેને ઝાડો-પેશાબ આવે તો છે, પરંતુ તે કઈંજ કરી શકતો નથી. ત્યારબાદ ડૉક્ટરે તેને ઈમર્જન્સી વિભાગમાં મોકલી દીધો.

સીટી સ્કેનમાં ખૂલ્યું રહસ્ય
આ રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, ત્યારબાદ ડૉક્ટર્સે 34 વર્ષના પીડિતનો સીટી સ્કેન કર્યો. આ દરમિયાન તેના પેટમાં કૉન્ડમ દેખાયો. આ કૉન્ડમની અંદર કેળુ ભરેલું હતું. આ કેળું ભરેલો કૉન્ડમ પેટના નીચેના ભાગ નાના આંતરડામાં ચોંટી ગયો હતો.

ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, સિટી સ્કેનનો રિપોર્ટ આવ્યા બાદ પીડિત વ્યક્તિએ તેની ભૂલ સ્વિકારી લીધી. તેણે જણાવ્યું કે, લગભગ 24 કલાક પહેલાં તેને ગુસ્સો આવ્યો હતો. આ દરમિયાન તેણે કૉન્ડમમાં કેળું ભર્યું અને ગળી ગયો. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, આ રીતે વધારે પડતો ગુસ્સો આવવાનો આ દર્દીનો ઈતિહાસ બહુ લાંબો હતો, પરંતુ ગુસ્સામાં આવું કઈંક તેણે પહેલીવાર જ કર્યું છે.

You cannot copy content of this page