Only Gujarat

International

મુંબઈનું કપલ કતાર માટે ગયું હતું હનિમૂન પણ પહોંચી ગયું સીધું જેલ, વિચારી પણ ના શકો તેવા થયા હાલ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની જેમ એક અભિયાનની શરૂઆત કરી છે, જેનો હેતુ હનીમુન પેકેજનાં નામે પોતાની જ કાકીનાં કાવતરાનો ભોગ બનનારા નિર્દોષ પતિ-પત્નીને વતન પાછા લાવવાનો છે. તમને જણાવી દઈએકે, દંપતી હાલનાં સમયે કતર(Qatar)ની દોહાની જેલમાં બંધ છે. જ્યાં તેમણે એક બાળકીને જન્મ આપ્યો છે.

હનીમુન પેકેજનાં બહાને ઘડ્યુ ષડયંત્ર
વાસ્તવમાં, મુંબઈમાં રહેતી ઓનીબા કુરેશી નામની એક યુવતીના લગ્ન શારિક કુરેશી નામના વ્યક્તિ સાથે થયાં હતાં. શારિક પણ મુંબઇમાં રહેતો હતો. લગ્ન પછી, શારિકની એક સગી કાકીએ તેને કતારની મુલાકાત માટે હનીમૂન પેકેજ ભેટ કર્યું હતું. શારિક સતત જવાની ના પાડતો હતો. જોકે, પરિવારના દબાણને કારણે બંને હનીમૂન પર જવા તૈયાર થઈ ગયા હતા.

આન્ટીએ બેંગ્લોરમાં દંપતીને બેગ આપ્યું
આ દંપતી પહેલા બેંગ્લોર જાય છે. જ્યાં એક હોટલમાં, તેમને હનીમુન પેકેજ ગિફ્ટ આપનારી શારીકની આંટી મળે છે. અને તેમને બેગ પકડાવીને કતારમાં કોઈને સોંપવા માટે કહે છે. જ્યારે દંપતીએ પૂછ્યું કે આ બેગમાં શું છે, ત્યારે શારિકની કાકીએ કહ્યું કે તેમાં ‘માણેકચંદનું તમાકું’ છે. જો કે, આ સમય દરમિયાન, શરીકે ઘણી વાર એવું પણ પૂછ્યું કે બેગમાં કોઈ સોનું કે કોઈ ખોટી વસ્તુ નથી. પરંતુ આન્ટી તબસ્સુમ કહે છે કે આનાથી વધુ કંઈ નથી.

આન્ટીએ બેંગ્લોરમાં દંપતીને બેગ આપ્યું
આ દંપતી પહેલા બેંગ્લોર જાય છે. જ્યાં એક હોટલમાં, તેમને હનીમુન પેકેજ ગિફ્ટ આપનારી શારીકની આંટી મળે છે. અને તેમને બેગ પકડાવીને કતારમાં કોઈને સોંપવા માટે કહે છે. જ્યારે દંપતીએ પૂછ્યું કે આ બેગમાં શું છે, ત્યારે શારિકની કાકીએ કહ્યું કે તેમાં ‘માણેકચંદનું તમાકું’ છે. જો કે, આ સમય દરમિયાન, શરીકે ઘણી વાર એવું પણ પૂછ્યું કે બેગમાં કોઈ સોનું કે કોઈ ખોટી વસ્તુ નથી. પરંતુ આન્ટી તબસ્સુમ કહે છે કે આનાથી વધુ કંઈ નથી.

ડ્રગ સિન્ડિકેટનો હિસ્સો નીકળી આન્ટી તબસ્સુમ
આ પછી, કતાર પોલીસે દંપતીના ઘરે ફોન કરીને આખી વાત જણાવે છે. જે બાદ પરિવાર શારિકની કાકીને મળવા જાય છે જેણે હનીમૂન પેકેજ બુક કરાવ્યું હતું અને થેલી આપી હતી. જ્યાં તેણી દરેક વાતની કબૂલાત કરે છે કે તે ‘ડ્રગ સિન્ડિકેટ’નો ભાગ છે અને તેમને મદદ કરવાનો ઇનકાર કરે છે. તો, કતારની અદાલતે દંપતીની જુબાનીના કોઈ પુરાવા ન હોવાને કારણે નિર્દોષ પતિ અને પત્નીને 10 વર્ષની સજા સંભળાવે છે.

જેલમાં એક બાળકીને જન્મ આપ્યો
પરિવારના સભ્યો મુંબઇ પોલીસ પાસે જાય અને ફરિયાદ નોંધાવે છે, તો મુંબઈ પોલીસ તબસ્સુમના એક સાથીની ધરપકડ કરે છે અને કેસને દબાવી દે છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, દોહા જેલમાં તેમની પુત્રીએ એક બાળકીને જન્મ પણ આપ્યો છે. જે બાદથી, તેઓ જલદીથી તેમને ભારત પાછા લાવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, પરિવારના સભ્યોને શારીકનો મોબાઈલ મળે છે જેને તે મુકીને ગયો હતો. અને તેમાં તબસ્સુ અને તેની વાતચીતનું રેકોર્ડિંગ છે જેમાં તે બેગ લઈ જવા અંગેના સવાલો કરે છે અને કાકીએ તેને મૂર્ખ બનાવીને ફસાવે છે.

કતાર દૂતાવાસમાં વાત કરે છે NCB
આ અંગે એનસીબીના ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ફરિયાદ કરવામાં આવી હતી. જેના પર તેઓ કેસ નોંધીને ટીમ બનાવે છે. કેપીએસ મલ્હોત્રા તેનું નેતૃત્વ કરી રહ્યા છે. નાર્કોટિક્સ વિભાગનાં પ્રયાસો છેકે, આ નિર્દોષોને કતારથી ભારત લાવવામાં આવે અને અસલી ગુનેગારોને ત્યાં જેલ મોકલવામાં આવે છે. આ માટે એનસીબી કતાર દૂતાવાસ(Qatar Embassy)ની તમામ કાયદાકીય મદદ લઈ રહ્યું છે.

You cannot copy content of this page