Only Gujarat

International TOP STORIES

એક પછી એક હાથી મરવા લાગ્યાં, માથું પટકી પટકીને થઈ રહ્યું મોત, આખરે દુનિયામાં થઈ શું રહ્યું છે?

બોત્સવાનાઃ દક્ષિણ આફ્રિકાના બોત્સવાનામાં 350 હાથીઓના રહસ્યમય રીતે મોત થઇ ગયા.આ હાથીના મોતનું કારણ હજી સુધી જાણી નથી શકાયું. બોત્સવાની સરકાર એ તપાસ કરી રહી છે કે, આ હાથીઓને કોઇએ ઝેર આપ્યું છે કે પછી અન્ય કોઇ બીમારીના કારણે તેમના મોત થયા છે. જોકે, વધુ હાથીના મૃતદેહ જળાશય નજીક મળ્યાં છે.


ઉત્તરી બોત્સવાના અને ઓકાવૈંગો ડેલ્ટામાં 350થી વધુ હાથીના મૃતદેહ સળેલી અને કોહવાઇ ગયેલી હાલતમાં મળ્યાં. હાથીનું પહેલું રહસ્યમય મોત મે મહિનામાં થયું હતું. ત્યારબાદ બોત્સવાના ઓકાવૈંગો ડેલ્ટામાં 169 હાથીના મૃત્યુ થયા. ડેઇલી મેઇલમાં છપાયેલ સમાચાર મુજબ જૂનના મધ્ય સુધીમાં હાથીના મોતની સંખ્યા બમણી થઇ ગઇ હતી. આ બધામાં 70 ટકા હાથીઓના મોત જળાશયો નજીક થયા છે.

બોત્સવાના સરકારે હજુ સુધી હાથીના મૃત શબની તપાસ નથી કરાવી. પરંતુ એવી શંકા સેવાઇ રહી છે કે આ હાથીઓના મોત કોઇ ઝેરી પદાર્થના કારણે અથવા તો કોઇ બીમારીથી થયા છે. નેશનલ પાર્ક રેસ્કયૂના નિર્દેશક ડો. નેએલ મેક્કેન જણાવ્યું કે, આવું બહુ વર્ષો બાદ જાણવા મળ્યું કે, આટલી મોટી સંખ્યામાં એક સાથે હાથીઓના મોત થયા હોય. સામાન્ય રીતે દુષ્કાળના કારણે હાથીઓના મોત થાય છે પરંતુ આ ઋતુમાં આટલી મોટી સંખ્યામાં હાથીના મોતનું ચોક્કસ કારણ સમજાતું નથી.

દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોએ બોત્સવાનાની સરકારને અપીલ કરી છે, કે હાથની શબની તપાસ કરીને મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે,. હાથીઓના મોત કોઇ બીમારીના કારણે થયા હશે તો આ બમારી વ્યક્તિઓમાં પણ ફેલાઇ શકે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તેમણે હાથીઓને ગોળ-ગોળ ફરતા જોયા હતા. આવું હાથી ત્યારે જ કરે છે જ્યારે તેમની દષ્ટિ છીનવાઇ જાય. ઝેરની અસરના કારણે આવું થઇ શકે છે અને નર્વસ સિસ્ટમ ડાઉન થઇ જાય છે.

ડો. મેક્કને જણાવ્યું કે, હાથીની પડવાની પોઝિશનને જોતા એવું લાગે છે કે, હાથીના મોત અચાનક જ થાય છે. કારણ કે મોટાભાગના હાથના મોં ધરતીમાં ખૂપી ગયા હતાં. જોકે કેટલાક હાથી ધીરે ધીરે મોતના મુખમાં સમાયા તેવું પણ લાગી રહ્યું છે. આ રીતે તેમના શબની સ્થિતિને જોતા કંઇ ચોક્કસ તારણ પણ આવવું મુશ્કેલ છે.

બોત્સાવાનાના વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટના નિર્દેશક ડો સિરિલ તાઓલોએ જણાવ્યું કે. અમેને હાથીઓના મોતની જાણકારી છે. અમે 350માંથી 280 હાથીની પુષ્ટી કરીએ છીએ. બાકીની પુષ્ટી માટે હજુ કામ ચાલી રહ્યું છે. દક્ષિણ આફ્રિકાના બોત્સાવાનામાં હાથીઓની સંખ્યા 80 હજારથી 1.30 લાખની વચ્ચે છે. જોકે શિકારના કારણે હાથીની સંખ્યા ઘણી ઓછી થઇ ગઇ છે. સંખ્યાબંધ હાથીના મોતનું કારણ જો કોઇ જીવલેણ બીમારી હશે તો તે વધુ ચિંતાજનક છે.

You cannot copy content of this page