કોરોવાઈરસ હવામાં 13 ફૂટ સુધી ફેલાઈ શકે છે, ભેજવાળા ને ચોમાસમાં વાઈરસનો કહેર વર્તાવવાની સંભાવના

નવી દિલ્હીઃ દુનિયાના નિષ્ણાત 6 ફૂટના અંતરને જાળવવાની સલાહ આપે છે પરંતુ હાલ કોરોના મુદ્દે થયેલા સંશોધનમાં ચોંકાવનારું તારણ આવ્યું છે. ભારતીય અને અમેરિકાના સંશોધક ટીમનું તારણ છે કે, કોરોના કણ હવા વિના પણ 8થી 13 ફૂટના અંતર સુધી જઇ શકે છે. શોધકર્તાના મત મુજબ 50 ટકા ભેજ અને 29 ડિગ્રી તાપમાને કોરોના કણ હવામાં મિક્સ થઇ જાય છે.

આ રિસર્ચ બેંગાલુરૂના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કેનેડાની ઓન્ટેરિયો યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લ઼ોસ એજલ્સ યુનિવર્સિટીના સંશોધકે મળીને કર્યું છે. આ રિસર્ચનો ઉદેશ એ હતો કે, સંક્રમણ ફેલાવવામાં હવામાં ફેલાયેલ વાયરસનો રોલ કેટલો છે. નિષ્ણાતના મત મુજબ આ શંસોધનનું તારણ સ્કૂલ, કોલેજ, ઓફિસમાં સાવધાની રાખવા માટે ઉપયોગી થઇ શકે છે

મેથેમેટિક્સ મોડલથી સમજી કણોની ગતિઃ સંશોધનના જણાવ્યા મુજબ જો વાયરસથી બચવું હોય તો માત્ર સોશિયલ ડિસ્ટન્સ જ પુરતુ નથી. કારણે કે, કોરોના વાયરસ હવામાં પણ 13 ફૂટ સુઘી રહી શકે છે. ફિઝિક્સ ઓફ ફ્લૂડ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ સંશોધક ટીમે કોરોનાના કણોનો ફેલાવો, બાષ્પિત થવાની પ્રક્રિયા અને તેમની ગતિને સમજવા માટે મેથેમેટિક્સ મોડલને વિકસિત કર્યું હતું.

એકવાર છીંકવાથી 40 હજાર ડ્રોપલેટ નીકળે છેઃ સંશોધકોએ સ્વસ્થ અને બીમાર વ્યક્તિના મોંમાંથી નીકળતા ડ્રોપલેટસ પર પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં જાણવા મળ્યું કે, ઉધરસથી 3 હજાર ડ્રોપલેટસ નીકળે છે જ્યારે છીંકવાથી 40 હજાર ડ્રોપલેટ્સ નીકળે છે.

હવાના કારણે સ્થિતિ વધુ ખરાબ થાય છેઃ ટોરેન્ટો યુનિવર્સિટીના સંશોધક ડો. શ્વેતપ્રોવો ચૌધરીએ જણાવ્યું કે,. આ સ્થિતિમાં હવા વધુ હોય તો સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. ડ્રોપલેટસનો આકાર 18થી 50 માઇક્રોફોનની વચ્ચે હોય છે.જે વ્યક્તિના વાળથી પણ સૂક્ષ્મ હોય છે. આ સ્થિતિમાં એ વાત સાબિત થાય છે કે માસ્કથી સંક્રમણને રોકી શકાય છે.

ભેજમાં વધુ સેન્સિટિવ બને છે વાયરસના કણઃ ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરૂના સંશોધક સપ્તઋષિ બસુના મત મુજબ આ મોડલ શત પ્રતિશત એ સાબિત કરે છે કે, કોરોના વાયરસ કેવી રીતે ફેલાઇ શકે છે. જો કે આ અભ્યાસ દરમિયાન એ તારણ પણ સામે આવ્યું છે કે, વાયરસના કણનું બાષ્પિભવન પણ થાય છે અને તે ભેજવાળા વાતાવરણમાં વધુ સેન્સટીવ બને છે.