Only Gujarat

Bollywood FEATURED

જેક્લીન ફર્નાન્ડીઝની દરિયાદિલી તો જુઓ, દશેનાના દિવસે સ્ટાફ મેમ્બરને આપી ગિફ્ટ

વર્ષ 2017માં સલમાન ખાન સ્ટારર ‘ટ્યૂબલાઇટ’માં ઇશા નાના રોલમાં જોવા મળી હતી. સૈફ અલી ખાનની વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાલાકાંડી’થી તેમને બોલિવૂડમાં ઓળખ મળી હતી. આ પછી આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘આર્ટિકલ 15’ અને સંજય મિશ્રાની ફિલ્મ ‘કામયાબ’માં પણ જોવા મળી હતી.

દશેરાના શુભ અવસરે પોતાના એક સ્ટાફ મેમ્બર માટે જેક્લીને એક કાર ગિફ્ટ કરી છે. રિપોર્ટ મુજબ, જેક્લીનના સ્ટાફનો આ મેમ્બર તેમની સાથે ત્યારથી છે જ્યારથી તે એક્ટ્રસે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું.

જેક્લીને ભલે કાર ગીફ્ટ કરી હોય પણ ખુદ એ જાણતી નથી કે, કારની ડીલિવરી ક્યારે થશે. કારને એક સરપ્રાઇઝ સેટ પર ડિલીવર કરવામાં આવી હતી. જેક્લીન તે સમયે શૂટિંગ કરી રહી હતી. આ જ કારણે તે એક ટ્રાફિક પોલીસ ઇન્સપેક્ટરની વરદીમાં જોવા મળી રહી હતી.

આ ફોટોમાં જેક્લીનને સેટ પર પૂજા કરતી જોઈ શકાય છે. સાથે જ કાર ડિલીવર થયાં પછી નારિયેળ પણ ફોડ્યું હતું.

આ પહેલાં જેક્લીને તેના મેક આર્ટિસ્ટને પણ કાર ગિફ્ટ કરી હતી અને તેમના સ્ટાફની સાથે જ તેમના ફેન્સ વચ્ચે પણ ખૂબ જ કુલ એટિટ્યૂડ માટે ઓળખાય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જેક્લીન તેમના પ્રોજેક્ટ અંગે જાહેરાત કરી છે. તે સલમાન ખાન સાથે ફિલ્મ ‘કિક 2’માં જોવા મળશે.

આ ઉપરાંત જેક્લીન એક્ટર રણવીર સિંહ સાથે પહેલીવાર કામ કરી રહી છે. બંને ફિલ્મ ‘સર્કસ’માં કામ કરી રહ્યાં છે. જેક્લીનનું યૂટ્યુબ સ્ટાર એમાન્ડા સાથે પૉડકાસ્ટ ‘ફીલ્સ ગુડ’ને પણ ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે.

You cannot copy content of this page