Only Gujarat

Bollywood FEATURED

જાણીતા ડાન્સર-કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને હાર્ટ અટેક, ICUમાં દાખલ

મુંબઈઃ જાણીતા ડાન્સર કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને શુક્રવાર, 12 ડિસેમ્બરના રોજ અઢી વાગે હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. અહીંયા તેની તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરવામાં વી હતી. રેમોના હાર્ટમાંથી બ્લોકેજ હટાવ્યા બાદ તેને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં રેમોની સાથે તેની પત્ની લિઝેલ છે.

ચાહકોએ સાજા થવાની પ્રાર્થના કરીઃ 46 વર્ષીય રેમો હાલમાં ઠીક છે અને રિકવર થઈ રહ્યો છે. ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સે રેમોની તબિયત જલદી સુધરે તે માટે પ્રાર્થના કરી હતી.

વર્ક ફ્રંટ પર રેમો પોતાની હિપ હોપ ડાન્સ સ્ટાઇલને કારણે ફેમસ થયા. તેમની કોરિયોગ્રાફી ખુબ જ પસંદ કરવામાં આવે છે. રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ રેમો ડિસોઝા માટે ખુબ જ હિટ સાબિત થયો. રેમોએ બોલીવૂડમાં ડિરેક્ટર તરીકે પોતાની કિસ્મત અજમાવી, તેમણે ‘F.A.L.T.U’, ‘ABCD’, ‘રેસ 3’ અને ‘સ્ટ્રીટ ડાંસર 3ડી’ જેવી ફિલ્મો બનાવી છે.

બોલિવૂડના સૌથી સફળ કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ લિઝેલ સાથે લગ્ન કર્યાં છે. લિઝેલ ફેશન ડિઝાઇનર છે. તેમણે રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ માટે રેમોના શુઝથી માંડીને કપડાં ડિઝાઇન કર્યાં હતા. લિઝેલ તેમના વર્ક આઉટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે તેમની સેલ્ફી પણ ઇન્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

રેમોનો જન્મ 2 એપ્રિલ, 1972માં કેરળમાં થયો હતો. રેમોના પિતા કે ગોપી ઈન્ડિયન એરફોર્સમાં રસોઈયા તરીકે કામ કરતાં હતાં. રેમોના પતિ જામનગર એરફોર્સ બેઝમાં રસોયા તરીકે કામ કરતા હતા. અહીંયા રેમોએ એરફોર્સની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. રેમોને એક ભાઈ તથા ચાર બહેનો છે. રેમોને ભણવું ગમતું નહીં અને તેથી જ તેણે પૂરતો અભ્યાસ કર્યો નથી.

રેમોના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી. પરિવારમાં આઠ લોકો અને કમાનાર માત્ર એક. પરિવારનું ગુજરાન ચાલતું નહોતું અને તેથી જ રેમોએ કરિયાણાની દુકાનમાં કામ કરવાની શરૂઆત કરી હતી. જોકે, રેમોનું નામ નાની ઉંમરમાં જ પોલીસના ચોપડે નોંધાઈ ગયું હતું.

માઈકલ જેક્સનનો ડાન્સ જોયા બાદ રેમો પોપસ્ટારનો ચાહક બની ગયો હતો અને એક્ટર જોવાના સપના જોતો હતો. રેમો માઈકલ જેક્સનના ડાન્સની નકલ પણ કરતો હતો.

You cannot copy content of this page